જુનો ફોન આપીને ઘરે લઈ જાઓ નવો સ્માર્ટફોન, શાઓમી આપી રહી છે તક

News18 Gujarati
Updated: March 18, 2018, 5:25 PM IST
જુનો ફોન આપીને ઘરે લઈ જાઓ નવો સ્માર્ટફોન, શાઓમી આપી રહી છે તક

  • Share this:
શાઓમી ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સ સ્માર્ટફોન માટે આપવા માટે ફેમસ છે. તે ઉપરાંત કંપની નવી-નવી ઓફર્સ પણ સમયાંતરે આપતી રહી છે. તેવામાં એકવાર ફરીથી શાઓમીએ કસ્ટમર્સને ભેટ આપવા માટે એક્સચેન્જ ઓફર રજૂ કરી છે. કંપનીએ પોતાના Mi હોમ સ્ટોર્સ પર કેશિફાઈની ભાગીદારીમાં Mi Exchange Progeam લોન્ચ કરી છે. જ્યાર બાદ શાઓમીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ Mi.com પર આ ઓફર્સ વિશે વિસ્તારથી માહિતી પણ આપવમાં આવી છે.

2/4 આ ઓફર્સ દ્વારા યૂઝર્સ પોતાના જુના મોબાઈલ, પછી તે સેમસંગનો હોય, સોની, એચટીસી, મોટોરોલા, માઈક્રોમેક્સ, ઓપ્પો અથવા વનપ્લસનો ફોન એક્સચેન્જ કરી શકો છો. આમાં કસ્ટમર્સને ઈન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન મળશે, જેનાથી તમે તમારો જુનો સ્માર્ટફોન આપીને નવો ફોન ખરીદી શકશો.

તે માટે વેબસાઈટ પર ખાસ પેજ બનાવ્યો છે. કંપની અનુસાર ફોનની કંડીશન દેખીને કંપની માર્કેટ પ્રાઈસ પ્રમાણે બેસ્ટ વેલ્યૂ આપવાનો દાવો કરે છે. તે માટે તમારે સ્માર્ટફોનનો IMEI નંબર નોંધાવવો પડશે. ત્યાર બાદ તમારા Mi એકાઉન્ટમાં એક્સચેન્જ વેલ્યૂ કૂપન એડ થઈ જશે.શાઓમીએ જાણકારી આપી છે કે, જો જુનો ફોન વ્યવસ્થિત કામ કરે છે અને સ્ક્રિન તૂટી નથી તેને એક્સચેન્જ કરાવી શકાય છે. તે માટે એક શરત તે પણ છે કે, યૂઝર્સ એક વખતમાં એક જ ડિવાઈસ એક્સચેન્જ કરાવી શકશે. એક્સચેન્જ કૂપનની વેલિડિટી 14 દિવસની રહેશે. તે ઉપરાંત આ કૂપનથી માત્ર સ્માર્ટફોન જ ખરીદી શકાય છે.

 
First published: March 18, 2018, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading