Xiaomiના 'Diwali with Mi'ના દિવાળી સેલની શરૂવાત થઇ ગઇ છે. આ સેલમાં શિયોમીના પ્રોડક્ટસ પર જોરદાર ઓફર આપવામાં આવી છે. જે અંતર્ગત આપ Xiaomiના પ્રોડક્ટસ માત્ર એક રૂપિયામાં ખરીદી શકો છો. 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ચાલનારા આ સેલમાંથી તમે વેબસાઇટ Mi.com પરથી ખરીદી શકો છો.
સેલ દરમિયાન 1 રૂપિયાવાળા ફ્લેશ સેલમાં શિયોમીની બે વસ્તુઓ એક રૂપિયામાં મળે છે. આ સાથએ કંપની 'Small=Big' નામની એક એક્ટિવિટીનું પણ આયોજન કર્યું છે. જેમાં ગ્રાહક મોંઘી વસ્તુઓને મીનિમન પ્રાઇઝમાં ખરીદી શકે છે. આ ઉપરાંત કંપની 'ક્રેકર નિંઝા' અને 'મોર લાઇક્સ', 'મોર ડિસ્કાઉન્ટ' એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂવાત 20 ઓક્ટોબરથી થઇ છે. ક્રેકર નિંઝા એક્ટિવિટી 25 ઓક્ટોબર, રાતના 12 કલાકે શરૂ થશે.
આ સેલમાં Xiaomi Redmi Note 5 Pro સ્માર્ટફોન પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે 4GB+64GB વેરિઅન્ટને 12,999 અને 6GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટને 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Mi LED Smart TV 4A (43)ને તમે આ સેલમાં Rs 21,999માં લઇ શકો છો. જેની કિંમત Rs 22,999 છે.
જો આપ 4GB+64GB વાળા Redmi Y2ને ખરીદવા ઇચ્છો છો તો તે તમને Rs 10,999 રૂપિયામાં મળશે. આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. આ ઉપરાંત Xiaomi Mi A2 પર પણ 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમને 14,999 રૂપિયામાં મળી શકશે.આ માટે Xiaomi અન્ય ઓફર્સ પણ આપી રહ્યાં છે. જેમાં આપ SBI ક્રેડિટ કાર્ડથી 7500 રૂપિયા કે તેનાથી વધારેની શોપિંગ કરશો તો તમને 750 રૂપિયાનું ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Redmi Note 5 Pro & POCO F1 ખરીદો તો Paytm 500 રુપિયાનો કેશબેક આપી રહ્યાં છે. MobiKwik દ્વારા પેમેન્ટ કરો તો તેની પર 20% નું સુપરકેશ મળી રહ્યું છે. જ્યારે Mi LED Smart TV 4A (32) અને Mi LED Smart TV 4A (43) ખરીદો તો 500 રૂપિયાની છૂટ મળશે. આ વખતના સેલમાં કંપનીએ ixigoની સાથે પાર્ટનરશીપ કરી છે. જેમાં સ્માર્ટફોનની ખરીદી પર કંપની 3500 રૂપિયા સુધીની કુપન આપી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર