ગરમીમાં રાહત! કૂલર જેવી હવા આપે છે Xiaomiનો આ પોર્ટેબલ હેન્ડ ફેન, કિંમત ફક્ત 750 રૂપિયા

ગરમીમાં રાહત! કૂલર જેવી હવા આપે છે Xiaomiનો આ પોર્ટેબલ હેન્ડ ફેન, કિંમત ફક્ત 750 રૂપિયા
શિઓમી પોર્ટેબલ ફેન

મે આ પોર્ટેબલ હેન્ડ ફેનને તમારી સાથે ગેમ ત્યાં લઈ જઈ શકો છો. કુલર જેવી ઠંડી હવા ખાવા આમાં પાણી નાખવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં ઉનાળો જોરમાં છે, તેવામાં જો તમને પોર્ટેબલ ફેન મળી જાય તો કેવું રહેશે. ચોક્કસ તમને ગરમીથી ઘણી રાહત મળશે. કારણ કે, તમે આ પોર્ટેબલ હેન્ડ ફેનને તમારી સાથે ગેમ ત્યાં લઈ જઈ શકો છો. ચીની ટેકનોલોજી કંપની શિયોમીએ ગયા વર્ષે આવો જ પોર્ટેબલ હેન્ડ ફેન લોન્ચ કર્યો હતો. શિઓમી કંપની તેના સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટવોચ, પાવર બેંક, વોશિંગ મશીન અથવા નોટ બુક બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાલો અમે તમને શિઓમીના આ હેન્ડ ફેનની સુવિધાઓ વિશે જણાવીશું, જે ગયા વર્ષે કંપનીએ ચીનમાં લોન્ચ કર્યો હતો.

  સાઈઝ : શિઓમીનો આ પોર્ટેબલ હેન્ડ ફેન સાઈઝમાં નાનો છે અને વજનમાં ઘણો હલકો છે. આ હેન્ડ ફેનનું વજન ફક્ત 155 ગ્રામ છે, જેને તમે સરળતાથી તમારી બેગમાં લઈ જઇ શકો છો. પંખાને જમીન પર યોગ્ય રીતે ઉભો કરવા માટે તેમાં એક વર્ટીકલ સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું છે. આ હેન્ડ ફેનમાં યુઝર કુલરની જેમ પાણી ભરીને પણ તેનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ આ હેન્ડ ફેનને 3 કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે, જેમાં પિંક, ગ્રીન અને બ્લેક કલરનો સમાવેશ છે.  ઝડપ નિયંત્રણ ગિયર

  કંપનીનો આ હેન્ડ ફેન 3 સ્પીડ ગિયર સાથે આવે છે, જેના ઉપયોગથી યુઝર પવનની ગતિ વધારી અથવા ઘટાડી શકે છે. પ્રથમ ગિયરમાં આ ફેન 3,200 આરપીએમ, બીજા ગિયરમાં 4,100 આરપીએમ અને ત્રીજા ગિયરમાં 5,100 આરપીએમની ઝડપે સ્પિન કરે છે.

  કેવા છે તેના ફિચર્સ

  આ હેન્ડ ફેનમાં પાણી ભરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેના ઉપયોગથી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો કરી શકાય છે. શિઓમીએ આ ફેનમાં 2000 એમએએચની બેટરી આપી છે. તેની બેટરી પ્રથમ ગિયર પર 12 કલાક, બીજા ગિયર પર 9 કલાક અને ત્રીજા ગિયર પર 3.4 કલાકની બેટરી લાઈફ આપી શકે છે.

  મોટર

  કંપનીએ આ હેન્ડ ફેનમાં મજબૂત બ્રશલેસ મોટરનો ઉપયોગ કર્યો છે, જે વીજળી બચાવે છે અને અવાજ પણ ઘટાડે છે. શિઓમીના મતે, આ કેટેગરીમાં મળતી મોટરની તુલનામાં આ ફેનની મોટર 50 ટકા વધારે શક્તિશાળી છે, અને આ મોટર લાંબા સમય સુધી ચાલ્યા પછી પણ ગરમ થતી નથી.

  કિંમત કેટલી છે?

  શિઓમીએ આ પોર્ટેબલ હેન્ડ ફેનને DOCO Ultrasonic Dry Misting ફેન નામ આપ્યું છે, જેની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે માત્ર 740 રૂપિયા છે.
  Published by:kiran mehta
  First published:June 13, 2021, 17:51 IST

  ટૉપ ન્યૂઝ