શિયોમીનો બજેટ સ્માર્ટફોન રેડમી 7 પર સેલ શરુ થઇ ગયો છે. જે ગ્રાહકો Mi.com, Mi હોમ સ્ટોર અને એમેઝોનથી ખરીદી શકે છે.આ ફોનની સૌથી વિશેષ વસ્તુ તેની અનેક સુવિધાઓ છે. બજેટ સેગમેન્ટ હોવા છતાં ફોનમાં ડોટ નૌચ ડિઝાઇન, કેમેરામાં પોર્ટ્રેટ મોડ જેવા ફિચર આપવામાં આવ્યાં છે. ગ્રાહકો આ ફોનની ખરીદી પર ઓફરનો લાભ લઈ શકે છે. આ ફોનની ખરીદી પર જિયો તરફથી ગ્રાહકોને 4 વર્ષ માટે ડબલ ડેટા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત જિયો 2400 રૂપિયાનું કેશબેક પણ આપી રહ્યું છે.
આ સ્માર્ટફોનમાં 6.26-ઇંચની એચડી + ડિસ્પ્લે છે જે ડોટ-નૌચ ડિઝાઇન સાથે છે, જેનું રેશિયો 19: 9 છે. ફોનના આગળના ભાગમાં તમને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 નું રક્ષણ મળશે. આ ઉપરાંત તેમા સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે, જે એઆઈ Beautification અને AI પોર્ટ્રેટ મોડથી સજ્જ છે.
આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ છે. તેની કિંમત 7,999 રૂપિયા છે. બીજામાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે. આ સ્માર્ટફોનની કિંમત 8,999 રૂપિયા છે.
પાછળના કેમેરા વિશે વાત કરીએ તો રેડમી 7 માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે અને સેકન્ડરી કેમેરો 2 મેગાપિક્સનો છે.
રેડમી 7 ને લૂનર લાલ, કૉમેન્ટ બ્લુ અને એક્લીપ્સ બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,000 એમએએચ બેટરી અને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર છે. આ ફોનમાં યઝર્સને આઇઆર બ્લાસ્ટ ફિચર પણ મળશે. આ ઉપરાંત 360 ડિગ્રી એઆઈ ફેસ અનલોક, ફોનમાં ડ્યુઅલ વૉલ્ટ સિમ સપોર્ટ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન MIUI 10 પર આધારિત એન્ડ્રોડ 9 પાઇ પર ચાલે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર