Home /News /tech /Xiaomi એ લોન્ચ કર્યું સૌથી સ્લિમ અને હળવું લેપટોપ,પાવરફુલ બેટરી અને અદભૂત ડિઝાઇન, જાણો કિંમત

Xiaomi એ લોન્ચ કર્યું સૌથી સ્લિમ અને હળવું લેપટોપ,પાવરફુલ બેટરી અને અદભૂત ડિઝાઇન, જાણો કિંમત

Xiaomi Book Air 13

Xiaomi Book Air 13: ભારતમાં જાણીતી ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ શાઓમીએ સૌથી પાતળું અને વજનમાં હલકું લેપટોપ લોન્ચ કરી દીધું છે. ચાલો જાણીએ Xiaomi Book Air 13 ની કિંમત, ફીચર્સ અને ખાસિયતો.

    ચીન: Xiaomi Book Air 13ને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આની જાહેરાત Redmi Note 12 સિરીઝ સાથે કરવામાં આવી છે. જેમાં Pro, Pro+ અને Explorer Edition વેરિયન્ટનો સમાવેશ થાય છે. બ્રાન્ડે નવા Redmi TV, Redmi પ્રોજેક્ટર અને ઇલેક્ટ્રિક હીટર સહિત અન્ય ડિવાઇસ પણ લોન્ચ કર્યા છે. Xiaomi Book Air 13 એ આ બ્રાન્ડનું સૌથી પાતળું અને વજનમાં હલકું લેપટોપ માનવામાં આવે છે. ચાલો જાણીએ Xiaomi Book Air 13 ની કિંમત, ફીચર્સ અને ખાસિયતો.

    Xiaomi Book Air 3 સ્પેસિફિકેશન

    Xiaomi Book Air 3 એ 2,880 x 1,800 પિક્સેલ્સ, 600 nits બ્રાઇટનેસ અને 60Hz રિફ્રેશ રેટ રિઝોલ્યુશન સાથે 13.3-ઇંચ E4 OLED ડિસ્પ્લે ધરાવે છે. સ્ક્રીન નેરો બેજલ્સથી કવર્ડ છે અને ડોલ્બી વિઝન અને VESA ડિસ્પ્લે HDR 500 ફોર્મેટને સપોર્ટ કરે છે. લેપટોપમાં 360-ડિગ્રી હિંજ અને ટચ સપોર્ટ સાથે 2-ઇન-1 ડિઝાઇન છે, જે યુઝર્સને વિવિધ સ્વરૂપમાં તેનો ઉપયોગ કરવાની મોકળાશ આપે છે. Xiaomi Book Air 3 6-સિરીઝના એલ્યુમિનિયમ એલોય અને CNC-ઇન્ટીગ્રેટેડ કાર્વિંગ પ્રોસેસથી સજ્જ છે. તે 1.2 કિગ્રા હલકું અને 12 મીમી સ્લિમ છે.

    Xiaomi Book Air 3 - ફીચર્સ

    લેપટોપ ડોલ્બી એટમોસની સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ તેમજ ડ્યુઅલ યુનિટ માઇક્રોફોનથી સજ્જ છે. ગ્લાસ ટચપેડ સાથે બેકલિટ કીબોર્ડ છે. ડિવાઇસ પાવર બટનમાં એમ્બેડેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને 8MP કેમેરા સાથે આવે છે.

    આ પણ વાંચો:XIAOMIનો પાવરફુલ 5G સ્માર્ટફોન મળી રહ્યો છે સસ્તો, મળશે 108MP કેમેરા, જાણો કિંમત અને ફિચર્સ

    Xiaomi Book Air 3 - બેટરી

    Xiaomi Book Air 13 માં 12મી જનરેશનના Intel Core i7 પ્રોસેસર્સ છે, જે Intel Iris Xe GPU સાથે જોડાયેલ છે. તે 16GB LPDDR5 RAM અને 512GB SSD સ્ટોરેજ આપે છે. હિટ રીડકશન માટે વિશાળ વીસી હીટ સિંક છે. મશીન 65W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 58.3WHr બેટરી સેલ દ્વારા સપોર્ટ આપે છે. સૉફ્ટવેરની દ્રષ્ટિએ, આ લેપટોપ આઉટ-ઓફ-ધ-બૉક્સ એવા વિન્ડોઝ 11 OS પર ચાલે છે. Xiaomi Book Air 13ના કનેક્ટિવિટી વિકલ્પોમાં WiFi-6E, બ્લૂટૂથ 5.2, બે થંડરબોલ્ટ 4 પોર્ટ અને ઑડિયો જેકનો સમાવેશ થાય છે.



    Xiaomi Book Air 3ની ભારતમાં કિંમત

    Xiaomi Book Air 13 ની કિંમત કોર i5 વેરિઅન્ટ માટે RMB 4,999 (રૂ. 56,883) છે જ્યારે i7 મોડલની કિંમત RMB 5,599 (રૂ. 63,716) છે. તે સુંદર સફેદ રંગમાં ઓફર કરવામાં આવ્યું છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarati tech news, Tech, Xiaomi redmi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन