નવી દિલ્હી. ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi જૂન 2021માં બે મોટી દિગ્ગજ કંપનીઓ Apple અને Samsungને પછાડીને દુનિયાની નંબર-1 સ્માર્ટફોન વેન્ડર કંપની (Number 1 Smartphone Vendor Company) બની ગઈ છે. આ જાણકારી હાલના કાઉન્ટરપોઇન્ટ રિપોર્ટમાં સામે આવી છે.
Xiaomi થોડા સમયથી ભારતમાં સ્માર્ટફોન બજારને લીડ કરી રહી છે અને આ વર્ષે જૂન ક્વાર્ટરમાં ખાસ કરીને કંપની માટે સારું રહ્યું છે. પહેલા તેણે યૂરોપમાં સેમસંગને પછાડી દીધું અને હવે કંપનીએ જૂનમાં જ ગ્લોબલી પણ દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક દિગ્ગજને પછાડી દીધી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે શાઓમીએ તમામ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે આ શિખરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે, સમગ્ર ક્વાર્ટરને સમીકરણમાં લેવામાં આવે તો તે હજુ પણ સેમસંગથી પાછળ છે અને બીજા નંબરે છે.
રિપોર્ટ મુજબ, Xiaomiનું વેચાણ જૂન 2021માં મહિને-દર-મહિને 26 ટકા વધ્યું, જેના કારણે આ મહિનામાં સૌથી ઝડપથી વધનારી બ્રાન્ડ બની ગઈ. Xiaomi વેચાણના મામલામાં Q2 2021 માટે ગ્લોબલી નંબર-2 બ્રાન્ડ પણ હતી, અને કંપનીએ 2011માં પોતાની સ્થાપના બાદથી લગભગ 800 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે.
શાઓમીને Huaweiમાં ઘટાડો અને વિયતનામમાં સેમસંગની સપ્લાય ચેઇન પ્રભાવિત થવાનો ફાયદો મળ્યો છે. વિયતનામમાં કોવિડ-19ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે હાલમાં સેમસંગની સપ્લાય પ્રભાવિત છે. અહીં કોરિયન ઇલેક્ટ્રોનિક કંપની અનેક ડિવાઇસનું ઉત્પાદન કરે છે.
Xiaomi હાલમાં જૂન 2021માં 17.1 ટકાના માર્કેટ શેરની સાથે ગ્લોબલ સ્માર્ટફોન સેલ્સ ચાર્ટમાં સૌથી આગળ છે. ત્યારબાદ સેમસંગ 15.7 ટકાની સાથે બીજા નંબર પર અને Apple 14.3 ટકાની સાથે ત્રીજા નંબરે છે.
કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ ડાયરેક્ટર તરૂણ પાઠકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, જ્યારથી Huaweiમાં ઘટાડો નોંધાયો છે, Xiaomi આ ઘટાડાથી ઊભી થયેલી ખાલી જગ્યાને ભરવા માટે સતત અને આક્રમક પ્રયાસ કરી રહ્યું છે. OEM ચીન, યૂરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકા (Africa) જેવા Huawei અને Honorના વારસાવાળા બજારમાં વિસ્તાર કરી રહી છે. જૂન મહિનામાં Xiaomiને ચીન, યૂરોપ અને ભારતની રિકવરી અને સપ્લાયની અછતના કારણે સેમસંગ (Samsung)ના ઘટાડાથી વધુ મદદ મળી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર