30 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Redmi Note 11T 5G, રેડમી નોટ 11નું રિબ્રાન્ડિંગ હશે આ સ્માર્ટફોન

શાઓમીનો નવો ફોન

Redmi Note 11T 5G: આ નવો સ્માર્ટફોન Redmi Note 10T 5Gનું ફોલો-અપ છે અને ચીનના Redmi Note 11નું રિબ્રાન્ડિંગ છે.

  • Share this:
મુંબઈ: આજકાલ લોકો લેટેસ્ટ સ્માર્ટફોન (Latest smartphone) ખરીદવાના શોખીન હોય છે. જેનો લાભ સ્માર્ટફોન કંપનીઓ પણ ભરપૂર રીતે ઉઠાવે છે અને લેટેસ્ટ ફીચર્સ સાથે પોતાના સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. હાલમાં જ સ્માર્ટફોન કંપની શાઓમી (Xiaomi) દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી છે કે Redmi Note 11T 5G સ્માર્ટફોન 30 નવેમ્બરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે આ નવો સ્માર્ટફોન Redmi Note 10T 5Gનું ફોલો-અપ છે અને ચીનના Redmi Note 11નું રિબ્રાન્ડિંગ છે.

ગેમના શોખીનો માટે ખાસ ફોન

શાઓમી પોતાના આ નવા સ્માર્ટફોનને “next gen racer” કહી રહ્યું છે. પ્રોડક્ટ પેજ પર આ સ્માર્ટફોન વિશે સ્વિફ્ટ ડિસ્પ્લે (swift display), સ્પીડી ચાર્જીંગ (speedy charging) અને રેમ બૂસ્ટર (RAM booster) જેવા પ્રાથમિક ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી રહી છે. પ્રોડક્ટ પેજ પર આપવામાં આવેલા ફોટો પરથી એકવાત નિશ્ચિત કહી શકાય છે કે આ ફોન Redmi Note 11નું રિબ્રાન્ડિંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવો સ્માર્ટફોન ગેમિંગના શોખીન લોકો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

શાઓમીના સ્પીન ઓફ બ્રાન્ડ પોકો (Poco) દ્વારા Poco M4 Pro 5Gમાં પહેલેથી જ Redmi Note 11નું રિબ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. જે લોકોને આ વિશે માહિતી છે તે લોકો ચોક્કસથી જાણે છે કે આ શાઓમી માટે કોઈ નવી વાત નથી. Redmi Note 10T વૈશ્વિક બજારોમાં Redmi Note 10 5G તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને Poco M3 Pro તરીકે નવી ડિઝાઈન સાથે ફરીથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

ફોનની કિંમત

ચીનમાં Redmi Note 11ની 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરરિએન્ટની કિંમત 1,199 CNY એટલે કે લગભગ 14000 રૂપિયાની આસપાસ છે. જેમાં ત્રણ અલગ અલગ મોડલ 6GB/128GBની કિંમત CNY 1,299 એટલે કે લગભગ 15,200 રૂપિયા, 8GB/128GB ની કિંમત CNY 1,499 એટલે કે લગભગ 17,500 રુપિયા અને 8GB/256GB ની કિંમત CNY 1,699 એટલે કે લગભગ 19,900 રુપિયા છે.

ફોનના ફીચર્સ

Redmi Note 11/Redmi Note 11T જેવું જ મિડીયાટેક ડાયમેન્સિટી 810 સિસ્ટમ ઓન ચીપ (MediaTek Dimensity 810 system-on-chip) ધરાવતા Realme 8S 5Gને શાઓમી હવે અંડરકટ કરે તેવી શક્યતાઓ છે. Realme 8sના બે વેરિયન્ટ 6GB/128GB અને 8GB/128GB છે. જેમાં એન્ટ્રી લેવલ મોડલની કિંમત 17,999 અને ટોપ એન્ડ મોડલની કિંમત 19,999 છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

ભારતમાં ક્યારે લોંચ થશે?

Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plusને ભારતમાં 30 નવેમ્બરે Redmi Note 11T 5G સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plusની કિંમત ભારતમાં 20,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. શક્યતા છે કે શાઓમી ભારતમાં Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plus લોન્ચ ન કરે.

અગાઉ પણ થયું હતું રિબ્રાન્ડિંગ

હાલમાં બજારમાં બે જાતની અફવાઓ વહેતી થઈ છે. એક કે શાઓમી રેડમી નોટ 11 સીરિઝને આગામી વર્ષની શરૂઆતમાં ક્વાલકોમ ચિપ્સ સાથે ફરીથી રિલીઝ કરશે અને પછી સંભવતઃ શાઓમી દ્વારા Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plusનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરી શકે છે. પોતાની બ્રાન્ડિંગ હાઈ પ્રાઈઝને જસ્ટીફાય કરવા માટે આવું કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આ પ્રકારની રિબ્રાન્ડિંગ પ્રથમ વખત કરવામાં આવી રહી નથી. અગાઉ Mi 10i પણ Redmi Note 9 Pro 5Gનું રીબેઝ જ હતું.

આ પણ વાંચો: કામ દરમિયાન વારંવાર હેંગ થાય છે લેપટોપ? આ ટીપ્સ દ્વારા વધારી શકો છો સ્પીડ

હવે શાઓમી Redmi Note 11ને Redmi Note 11T 5G તરીકે લોન્ચ કરવા જઈ રહી છે, ત્યારે આ મોડલની રિબ્રાન્ડિંગ અપેક્ષા કરતા પહેલા કરવામાં આવી રહી છે. લાસ્ટ જનરેશન Redmi Note એટલે કે Redmi Note 10 જાન્યુઆરી 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સિરીઝમાં કુલ 5 મોડલ છે. આ મોડલના લોન્ચ બાદ હવે શાઓમી પાસે આગામી મોડલમાં શું ખાસ હશે તે જોવું દિલચસ્પ હશે.
Published by:Vinod Zankhaliya
First published: