બંપર ઓફર: આ દિવસે 4 રૂપિયામાં વેચાશે Xiaomiનાં TV અને સ્માર્ટફોન

News18 Gujarati
Updated: July 8, 2018, 5:29 PM IST
બંપર ઓફર: આ દિવસે 4 રૂપિયામાં વેચાશે Xiaomiનાં TV અને સ્માર્ટફોન
સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછી 7500ની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે

સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછી 7500ની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે

  • Share this:
મુંબઇ: ભારતમાં પોતાની ચોથી વર્ષગાંઠનાં અવસર પર Xiaomi ભારતમાં ઘણી ઓફર્સ આપી રહ્યું છે. કપંની ભારતમાં ચોથી વખત Mi એનિવર્સરી સેલિબ્રેટ કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, Xiaomiએ ભારતમાં ચાર વર્ષ પહેલાં Mi 3 સ્માર્ટફોન્સનાં લોન્ચિંગથી એન્ટ્રી કરી હતી. Mi એનિવર્સરી સેલ 10 જુલાઇથી શરૂ થઇને 12 જુલાઇ સુધી ચાલશે. આ દરમિયાન ઘણી ઓફર્સ ગ્રાહકોને મળશે. ઓફર્સ માટે ગ્રાહકોએ Mi.comનો સહારો લેવો પડશે.

એક તરફ જ્યાં સામાન્ય ગ્રાહક આ સેલનો લાભ 10થી 12 જુલાઇ વચ્ચે લઇ શકશે ત્યાં બીજી તરફ 9 જુલાઇ બપોરે 12 વાગ્યાથી Mi મેમ્બર્સને સ્પેશલ એક્સેસ આપવામાં આવશે. સૌથી ખાસ ડીલની વાત કરીએ તો કંપની 4 રૂપિયામાં ફ્લેશ સેલનું આયોજન કરશે. જેમાં ગ્રાહકને Mi LED Smart TV 4 (55-ઇંચ), Redmi Y2, Redmi Note 5 Pro અને Mi Band 2ને ફક્ત 4 રૂપિયામાં ખરીદી શકશે. સાથે જ આ દરમિયાન Mi Mix 2 અને Mi Max 2 જેવા સ્માર્ટ ફોન્સ પર પણ ગ્રાહકોને છૂટ મળશે.

ઇન્સ્ટંટ ડિસ્કાઉન્ટ અને કેશબેક માટે Xiaomiએ SBI, Paytm અને MobiKwik સાથે પાર્ટનરશીપ કરી છે. સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછી 7500ની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે Paytmથી ઓછામાં ઓછી 8,999 રૂપિયાની શોપિંગ પર ફ્લેટ 500 રૂપિયાનું કેશબેક મળશે. આ રીતે MobiKwikથી ખરીદી પર 25 ટકા સુધી સુપરકેશ ગ્રાહકોને આપવામાં આવશે.

કંપની તેમનાં 4 રૂપિયાવાળા ફ્લેશ સેલનું આયોજન 10 જુલાઇથી 12 જુલાઇ સુધી દરરોજ Mi.com પર સાંજે 4 વાગે કરશે. સેલ દરમિયાન કંપની તેમનાં Redmi Y1, Mi LED Smart TV 4 (55 ઇંચ), Mi બોડી કમ્પોઝિશન સ્કેલ, Redmi Note 5 Pro, Redmi Y2 અને Mi Band 2ને 4 રૂપિયામાં વેચશે. જોકે ગ્રાહકોએ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ફ્લેશ સેલ છે. આ પ્રકારનાં વધુ મોટા ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ શાઓમીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને જોઇ શકાય છે.
First published: July 8, 2018, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading