Xiaomi 12 Ultra Leak: 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા, દુનિયોનું સૌથી ફાસ્ટ પ્રોસેસર!

તસવીર: Xiaomi Mi 11 Ultra

Xiaomi 12 Ultra Leak: શાઓમીના આગામી ફોન શાઓમી 12 અલ્ટ્રાના કેટલા ફીચર્સ લીક થયા. આ ફોનની ખાસ વાત તેનું પ્રોસેસર અને કેમેરો હશે.

  • Share this:
    નવી દિલ્હી: શાઓમી 12 અલ્ટ્રા (Xiaomi 12 Ultra) સ્માર્ટફોન વિશે કંપનીએ હજુ સુધી વધારે જાણકારી આપી નથી. જોકે, આ ફોનની ફીચર્સ વિશે એક અહેવાલ લીક થયો છે. Mi 11 અલ્ટ્રાના સેક્સેસર શાઓમી 12 અલ્ટ્રા (Xiaomi 12 Ultra)ના કેમેરામાં કંઈક ખાસ થવાનું છે. આપવામાં આવેલી ટીપ પ્રમાણે આ સ્માર્ટફોનમાં પ્રાઇમરી સેન્સર 50 મેગાપિક્સલનો હોઈ શકે છે. આ ઉપરાંત 48-48 મિગાપિક્સલના ત્રણ અન્ય લેંસ હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen1 (સ્નેપડ્રેગન 989) ચિપસેટ હોઈ શકે છે. આ સ્માર્ટફોનને બે કોડનેમ આપવામાં આવ્યા છે. બીજું કોડનામ આ જ સ્માર્ટફોનના બીજા એક વર્ઝન માટે હોઈ શકે છે. જેનું સંભવિત નામ શાઓમી 12 અલ્ટ્રા ઇન્હેન્સ્ડ (Xiaomi 12 Ultra Enhanced) હોઈ શકે છે.

    શાઓમી 12 વિશે આ વર્ષની શરૂઆતમાં અમુક જાણકારી સામે આવી હતી. Xiaomiui વેબસાઇટના એક રિપોર્ટ પ્રમાણે કંપની બે ડિવાઇસ પર કામ કરી રહી છે. આ ડિવાઇસનું કોડ નામ Loki અને Thor જણાવામાં આવ્યું હતું. હવે આજ બંને સ્માર્ટફોન શાઓમી 12 અલ્ટ્રા અને શાઓમી 12 અલ્ટ્રા ઇન્હેન્સ્ડ હોવાનું માનવામાં આવે છે.

    શાઓમી 12 અલ્ટ્રાના સંભવિત ફીચર

    અત્યારસુધી સામે આવેલી વિગત પ્રમાણે બંને સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગનની લેટેસ્ટ ચિપસેટ હોઈ શકે છે. જે Snapdragon 8 Gen 1 એટલે કે (Snapdragon 898) SoC છે. કેમેરા અંગે કહેવામાં આવ્યું છે કે શાઓમી 12 અલ્ટ્રામાં પ્રાઇમરી સેન્સર 50 મેગાપિક્સલ સેમસંગ GN5 હશે. આ સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે. લીક માહિતી પ્રમાણે શાઓમી 12 અલ્ટ્રામાં 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા હોઈ શકે છે. એક 2x ઝૂમ સાથે, બીજો 5x ઝૂમ સાથે અને ત્રીજો 5x ઝૂમ સાથે આવી શકે છે.

    જો આ ફોનની Mi 11 અલ્ટ્રા સાથે સરખામણી કરવામાં આવે તો તેમાં પ્રાઇમરી સેન્સર 50 મેગાપિક્સલ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ હતો. આ ઉપરાંત એક 48 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ હતો.

    આ પણ વાંચો: 18GB RAM સાથેનો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન 25મી નવેમ્બરે થશે લૉંચ, જાણો વધારે વિગત

    ફક્ચ ચીનમાં જ લૉંચ થશે તેવા અહેવાલ

    રિપોર્ટ પ્રમાણે શાઓમી 12 અલ્ટ્રા ફક્ત 2022ના બીજા ક્વાર્ટરમાં ચીનમાં જ લૉંચ કરવામાં આવશે. ચીન બહાર આ ફોન લૉંચ નહીં કરવામાં આવે. જોકે, આ અંગે શાઓમી અંગે કોઈ જ અધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. આ તમામ માહિતી લીક કરવામાં આવેલા અહેવાલ પરથી આપવામાં આવી છે. ફોન ક્યારે અને ક્યાં લૉંચ કરવામાં આવશે, તેની ફીચર અને કિંમત શું હશે તેની માહિતી કંપનીએ જણાવી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: