Xiaomi 12 Series: ડિસેમ્બરમાં Xiaomi લોન્ચ કરી શકે છે 12 સિરીઝ, જાણો તેના દમદાર ફીચર્સ વિશે
Xiaomi 12 Series: ડિસેમ્બરમાં Xiaomi લોન્ચ કરી શકે છે 12 સિરીઝ, જાણો તેના દમદાર ફીચર્સ વિશે
શાઓમી સ્માર્ટફોન (પ્રતીકાત્મક તસવીર)
Xiaomi 12 Series: Xiaomi 12 આ વખતે 6.2-ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવશે, જેનું FHD+ રિઝોલ્યુશન 1920 x 1080 પિક્સલ છે, જોકે રીફ્રેશ રેટ વિશે કોઇ જાણકારી મળી નથી.
મુંબઈ: Xiaomi ડિસેમ્બરના અંત સુધીમાં Xiaomi 12 સિરીઝ (Xiaomi 12 Series Launch)ના સ્માર્ટફોન્સ લોન્ચ કરી શકે છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની Xiaomi 12, Xiaomi 12X અને Xiaomi 12 Pro સહિત 3 મોડલ લોન્ચ કરશે. આ સ્માર્ટફોન Qualcommના લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 1 સંચાલિત હશે. જાણીતા ટીપસ્ટર સ્ટીવ હેમરસ્ટોફર ઉર્ફે OnLeaks એ સ્માર્ટફોનના રેન્ડર શેર (Features oF Xiaomi 12 Series) કર્યા છે, જેમાં સ્પષ્ટપણે આ ફોનની આગળ અને પાછળની બાજુ જોઇ શકાય છે. Xiaomi 12 આ વખતે 6.2-ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવશે, જેનું FHD+ રિઝોલ્યુશન 1920 x 1080 પિક્સલ છે, જોકે રીફ્રેશ રેટ વિશે કોઇ જાણકારી મળી નથી. તો Mi 11માં 6.81-ઇંચની QHD+ ડિસ્પ્લે છે. વધુમાં સ્ક્રીનમાં ઇન-બિલ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાનો દાવો કરાયો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લોન્ચિંગમાં Xiaomi 12X અને 12 Ultra પણ સામેલ હશે. જોકે, આ સ્માર્ટફોન્સના ફીચર્સ વિશે હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી. Xiaomi 12 Proમાં યુઝર્સને મોટી બેટરી, મોટી સ્ક્રીન અને 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ મળશે.
Xiaomi12 સ્ટાન્ડર્ડ એડિશન અગાઉ ચાઇના કમ્પલસરી સર્ટિફિકેશન (3C) વેબસાઇટ પર દેખાયો હતો. જે અનુસાર હેન્ડસેટ 5,000 mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતો હોવાનું જાણી શકાયું છે.
તસવીર સૌજન્ય: @OnLeaks/Twitter
Xiaomi 12 Proના ખાસ ફીચર્સ
Xiaomi 12 Proમાં યુઝર્સને મોટી બેટરી, મોટી સ્ક્રીન અને 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ મળશે. વધુમાં તે USB Type-C ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. તેમાં Snapdragon 8 Gen 1 ચિપસેટ પણ હશે, જેની પુષ્ટિ થઇ ચૂકી છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરા આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઉપરાંત આ 5G સ્માર્ટફોનમાં બ્લૂટૂઝ વી5.2 કનેક્ટિવિટી અને ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. જોકે આ સીરીઝ વિશે વધુ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. આ સીરીઝ 28 ડિસેમ્બરે લોન્ચ થઇ શકે છે.
અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લોન્ચિંગમાં Xiaomi12X અને 12 Ultra પણ સામેલ હશે. જોકે, આ સ્માર્ટફોન્સના ફીચર્સ વિશે હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી. પરંતુ શાઓમી તેના ગ્રાહકો માટે સ્માર્ટફોનનું એક પાવર પેક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર