Home /News /tech /

આકર્ષક ડિઝાઇન અને ફીચર્સ સાથે ભારત આવી રહ્યો છે Xiaomi 12 Pro, એમેઝોન પેજ થયું લાઇવ

આકર્ષક ડિઝાઇન અને ફીચર્સ સાથે ભારત આવી રહ્યો છે Xiaomi 12 Pro, એમેઝોન પેજ થયું લાઇવ

Xiaomi 12 Pro

Xiaomi 12 Pro: Xiaomiના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ, મનુ કુમાર જૈને પહેલા હિન્ટ આપી હતી કે Xiaomi 12 Pro ભારતમાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફોન હાલમાં જ લોન્ચ થયેલા OnePlus 10 Pro ફ્લેગશિપ ફોનને ટક્કર આપશે.

    Xiaomi 12 Pro: Xiaomi ભારતમાં પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ ડિવાઇસ, Xiaomi 12 Proની જાહેરાત કરવા માટે તૈયાર છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં આ ડિવાઇસ લોન્ચ કર્યો હતો અને હવે તે આ મહિને ભારતમાં દસ્તક આપવા માટે તૈયાર છે. Xiaomiના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ, મનુ કુમાર જૈને પહેલા હિન્ટ આપી હતી કે Xiaomi 12 Pro ભારતમાં આવી રહ્યો છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ટીઝર પરથી હિન્ટ મળે છે કે ડિવાઇસને 12 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. પરંતુ લોન્ચ ડેટનો ઓફિશિયલી ખુલાસો નથી કરવામાં આવ્યો. લોન્ચ પહેલા Amazonએ પોતાના પ્લેટફોર્મ પર એક માઇક્રોસાઇટનો ખુલાસો કર્યો છે, જેથી એ કન્ફર્મ થયું છે કે Xiaomi 12 Proને વેચાણ માટે Amazon પર ઉપલબ્ધ કરવામાં આવશે.

    Xiaomi 12 Proની શરૂઆતી કિંમત CNY 4,699 (લગભગ 55,830 રૂપિયા) છે. એવી અટકળ છે કે ફોનની કિંમત આ જ કિંમત આસપાસ હશે. માનવામાં આવે છે કે આ ફોન હાલમાં જ લોન્ચ થયેલા OnePlus 10 Pro ફ્લેગશિપ ફોનને ટક્કર આપશે.

    આ પણ વાંચો: એપ્રિલમાં ભારત આવી રહ્યો છે Tecno નો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

    Xiaomi 12 પ્રો દેશભરમાં Amazon India, Mi ઓનલાઈન સ્ટોર અને Xiaomi ઓથોરાઇઝ્ડ સ્ટોર પર બ્લેક, બ્લુ અને પર્પલ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

    મળશે 120Hz ડિસ્પ્લે

    Xiaomi 12 Pro એન્ડ્રોઇડ 12, કંપનીના MIUI 13 સ્કિન ઓપ ટોપ પર કામ કરે છે. તેમાં 6.73-ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિકટમ પ્રોટેક્શન સાથે આવે છે. તેનું ડિસ્પ્લે HDR10+ સપોર્ટ અને Dolby વિઝન ટેક્નોલોજી સાથે આવશે.

    આ પણ વાંચો: Elon Muskએ લોકોને પૂછ્યું- ટ્વિટર પર જોઈએ Edit બટન? CEO પરાગ અગ્રવાલે આપ્યો આવો જવાબ

    Xiaomi 12 Proમાં લેટેસ્ટ Snapdragon 8 Gen 1 ચિપસેટ હશે, જે 12GB RAM અને 256GBની ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. હાલમાં, તેના સ્ટોરેજ વેરિઅન્ટ વિશે કોઈ જાણકારી મળી નથી.

    દમદાર ટ્રિપલ કેમેરા

    કેમેરાની વાત કરીએ તો Xiaomi 12 Proમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 50 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરા મળે છે. Xiaomi 12 Proમાં 4600mAhની બેટરી મળશે, જે 120W ફાસ્ટ ચાર્જ સપોર્ટ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Xiaomi Smartphones

    આગામી સમાચાર