Xiaomi 11T Pro launch: શાઓમી ઘણા સમય અગાઉ નોટ 11 કેટેગરી હેઠળ અન્ય બે સ્માર્ટફોનની સાથે અલગ નામ સાથે ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. હવે તે રિયલમી (Realme) અને ઓપ્પો (Oppo) સામે સ્પર્ધા કરવા માટે મિડ-સેગમેન્ટમાં શાઓમી 11ટી પ્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
નવી દિલ્હી: શાઓમી 11ટી પ્રો (Xiaomi 11T Pro) આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે. આ સ્માર્ટફોન એમેઝોન (Amazon) પર લોન્ચ કરવામાં આવશે. શાઓમીના સ્માર્ટફોન 11ટી પ્રોમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 5G ચિપસેટ (Snapdragon 888 chipset) અને 120W ફાસ્ટ ચાર્જર મળશે. ફોનના લોન્ચિંગ બાબતે શાઓમીના વૈશ્વિક વીપી મનુ જૈને જાહેરાત કરી હતી. શાઓમી ઘણા સમય અગાઉ નોટ 11 કેટેગરી હેઠળ અન્ય બે સ્માર્ટફોનની સાથે અલગ નામ સાથે ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. હવે તે રિયલમી (Realme) અને ઓપ્પો (Oppo) સામે સ્પર્ધા કરવા માટે મિડ-સેગમેન્ટમાં શાઓમી 11ટી પ્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
AMOLED સ્ક્રીન અને દમદાર કેમેરા
શાઓમી 11ટી પ્રોમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળશે. વિગતો મુજબ તેમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી પંચ હોલ ડિઝાઇન ડિસ્પ્લે આપવામાં આવશે. જ્યારે સ્ક્રીન AMOLED હશે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે શાઓમી દ્વારા આ ફોનમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સ્લોટમાં 108 MP લેન્સ આપવામાં આવશે. બીજી તરફ સેલ્ફી માટે 32 MPનો લેન્સ આપવામાં આવી શકે છે.
હરમન કાર્ડનનું સાઉન્ડ
યૂઝર્સને શાઓમીના આ ફોનમાં 6 GB રેમ અને 128 GB રોમનું કોમ્બિનેશન મળી શકે છે. શાઓમી 11ટી પ્રોમાં MIUI સાથે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ મળે તેવી પ્રબળ સંભાવના છે. આ ફોનમાં હરમન કાર્ડનનું સાઉન્ડ આપવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
કિંમત
અહેવાલો મુજબ આ સ્માર્ટફોન એસ્ટીનેસલી મેજિક અને મેટીઓરાઈટ બ્લેક કલરમાં આવશે. શાઓમીના આ સ્માર્ટફોનના 6GB વેરિએન્ટની કિંમત રૂ. 32,999ની આસપાસ હોય શકે છે. જ્યારે 8GB વેરિએન્ટ રૂ.35,999 સુધીમાં સેલ થઈ શકે છે.
અહી ઉલ્લેખનીય છે કે, શાઓમી 11ટી MIUI 12.5 એન્હાન્સ્ડ એડિશન સાથે આવશે. MIUI 12.5 એન્હાન્સ્ડ એડિશન એ MIUI 12.5નું એક નાનું ઇન્ક્રીમેન્ટલ અપડેટ છે, જે એટોમાઇઝ્ડ મેમરી, લિક્વિડ સ્ટોરેજ, સ્માર્ટ બેલેન્સ અને ફોકસ્ડ એલ્ગોરિધમ્સ જેવી સુવિધાઓ આપે છે. વધુમાં, એન્હાન્સ્ડ એડિશન યુઝર્સને મોટાભાગની સિસ્ટમ એપ્લિકેશનોને અનઇન્સ્ટોલ કરવા દે છે. પરિણામે જાહેરાતોથી પણ છૂટકારો મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર