Home /News /tech /

Xiaomi 11T Pro 5G: શાઓમીનો 11T Pro 5G ભારતમાં લોન્ચ, 17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

Xiaomi 11T Pro 5G: શાઓમીનો 11T Pro 5G ભારતમાં લોન્ચ, 17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

શાઓમીનો વધુ એક ફ્લેગશિપ સ્માર્ટફોન લોંચ

Xiaomi 11T Pro 5G: આ ફોનમાં ત્રણ રિયર કેમેરા છે જેમાં પ્રાઇમરી લેન્સ 108 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજો 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે.

મુંબઈ: Xiaomi એ ભારતીય બજારમાં વધુ એક નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 11T Pro 5G લૉન્ચ (Xiaomi 11T Pro 5G Launch)કર્યો છે. ભારતમાં જાન્યુઆરી 2022માં લોન્ચ થનારો Xiaomiનો આ બીજો ફ્લેગશિપ ફોન છે. અગાઉ Xiaomiએ ભારતીય બજારમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં Xiaomi 11i સિરીઝ લૉન્ચ કરી હતી, જે અંતર્ગત Xiaomi 11i હાઇપરચાર્જ 5G અને Xiaomi 11i 5G સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. જેમાં Xiaomi 11i HyperCharge 5G ભારતમાં સૌથી ઝડપી ચાર્જ (Fast Charge) થનાર સ્માર્ટફોન છે. તેની સાથે 120W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. Xiaomi 11T Pro 5G ફ્લેગશિપ ગ્રેડ ડિવાઇસ છે.

Xiaomi 11T Pro 5Gના ફીચર્સ

Xiaomi 11T Pro 5Gમાં Android 11 આધારિત MIUI 12.5 છે. સ્નેપડ્રેગન 888 SoC સ્માર્ટફોનને 12GB RAM અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ આપે છે, તેમાં 1080x2400 પિક્સલના રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે અને તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરશે. ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ સપોર્ટેડ હશે. ડિસ્પ્લેની બ્રાઈટનેસ 1,000 નિટ્સ છે. તેમાં ગ્રાફિક્સ માટે Adreno 660 GPU, 3 GB વર્ચ્યુઅલ રેમ સાથે 12 GB સુધી LPDDR5 રેમ પણ મળશે.

મળશે ત્રણ રિયર કેમેરા

Xiaomi 11T Pro 5Gમાં ત્રણ રિયર કેમેરા છે જેમાં પ્રાઇમરી લેન્સ 108 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે.

17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

Xiaomiના આ ફોનમાં 120W હાઇપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ડ્યુઅલ સેલ બેટરી છે. દાવો છે કે બેટરી માત્ર 17 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે. ચાર્જર ફોન સાથે જ ઉપલબ્ધ થશે.

Xiaomi 11T Pro 5Gની કિંમત

Xiaomi 11T Pro 5G ના 8GB રેમ સાથે 128GB સ્ટોરેજની કિંમત 39,999 છે. જ્યારે 8GB રેમ સાથે 256GB સ્ટોરેજની કિંમત 41,999 રૂપિયા છે. ફોનના 12GB રેમ સાથે 256GB સ્ટોરેજની કિંમત 43,999 રૂપિયા છે.

આ પણ વાંચો: 5G માર્કેટમાં Realmeએ મચાવી ધૂમ, ભારતમાં 2021માં નોંધાવ્યો 9,500%નો ગ્રોથ

આકર્ષક બેંક ઑફર્સ

સિટી બેંકના ગ્રાહકો રૂ. 5,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે. જેથી ફોનના બેઝ મોડલની કિંમત ઘટાડીને રૂ. 34,999 થઇ જશે. આ ઉપરાંત વધારાના રૂ. 5000ની છૂટ જ્યારે તમે 11T Pro 5G ખરીદવા માટે સ્માર્ટફોન એક્સચેન્જ કરશો ત્યારે મળશે. આ સ્માર્ટફોન આજે બપોરે 2 વાગ્યાથી Amazon, Mi.com અને રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર