Home /News /tech /

Xiaomi smartphone: શાઓમી 11i હાયપરચાર્જ આગામી મહિને થશે લોંચ, જાણો ફીચર્સ અને કિંમત વિશે

Xiaomi smartphone: શાઓમી 11i હાયપરચાર્જ આગામી મહિને થશે લોંચ, જાણો ફીચર્સ અને કિંમત વિશે

શાઓમી 11i હાયપરચાર્જ (ફાઇલ તસવીર)

Xiaomi 11i Hypercharge: Xiaomi એ જણાવ્યું છે કે નવો ફોન ભારતમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. જે દેશમાં આ પ્રકારનો કંપનીનો આ પહેલો ફોન હશે.

નવી દિલ્હી: Xiaomi વર્ષ 2022માં પોતાનો પહેલો સ્માર્ટફોન 6 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ જાહેરાત કરી છે કે Xiaomi 11i હાઇપરચાર્જને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન Redmi Note 11 Pro+નું રિબ્રાન્ડેડ વેરિઅન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ ગત મહિને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. Xiaomi એ જણાવ્યું છે કે નવો ફોન ભારતમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. જે દેશમાં આ પ્રકારનો કંપનીનો આ પહેલો ફોન હશે.

120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

આ વર્ષની શરૂઆતમાં Xiaomi એ Mi 11 Ultra ને 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ કર્યો હતો. જોકે, ગ્રાહકોને રિટેલ બોક્સમાં 55W ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું હતું. આ સિવાય મોટાભાગના Xiaomi, Poco અને Redmi સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ 33W સુધી લિમિટેડ રાખે છે. Xiaomi દેશમાં પ્રથમ વખત 120W ચાર્જર કઈ રીતે ઈન્ટ્રોડ્યુસ કરે છે તે જોવાનું દિલચસ્પ રહેશે. Xiaomiનો આ ચાર્જિંગ ટેક તેને OnePlus, Realme અને અન્ય ફાસ્ટ ચાર્જિંગ આપતી કંપનીઓ કરતા ચોક્કસથી આગળ લાવશે.

અંદાજિત કિંમત

નવી અને સુપિરિયર ટેક સાથે Xiaomi 11i હાઇપરચાર્જ મિડ-પ્રીમિયમ સ્માર્ટફોન (mid-premium smartphone) હશે. ભારતમાં Redmi Note 10 Pro Max કરતાં તેની કિંમત ચોક્કસપણે વધુ હશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. Redmi Note 10 Pro Max ના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત ભારતમાં હાલ રૂ. 21,999 છે. Xiaomi 11i હાઇપરચાર્જની કિંમત તેનાથી ઊંચી હોઈ શકે છે. ચીનમાં Redmi Note 11 Pro+ની કિંમત 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે CNY 1,899 એટલે કે લગભગ રૂ. 22,200 ની આસપાસથી શરૂ થાય છે.

સત્તાવાર જાહેરાત નહીં

વૈશ્વિક સ્તરે ચિપની સર્જાતી અછત અને મોંઘા કોમ્પોનેન્ટને કારણે ઘણા સ્માર્ટફોન નિર્માતાઓને ભારતમાં તેમના ડિવાઈસનીની કિંમત અન્ય બજારોની કિંમત કરતાં વધુ રાખવાની ફરજ પડતી હોય છે. આ સાથે જ થોડા સમયથી ડૉલરની વૃદ્ધિએને કારણે પણ તેમાં કોઈ મદદ થઈ શકે તેમ નથી. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને, Xiaomi 11i હાઇપરચાર્જની કિંમત દેશમાં રૂ. 25,000 કરતાં વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે Xiaomi તરફથી હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Budget smartwatch: રૂ.10,000થી ઓછી કિંમતમાં મળે છે Xiaomi, Realme અને Amazfit જેવી કંપનીઓની આ સ્માર્ટવોચ

સબ બ્રાન્ડ હંમેશા અફોર્ડેબલ અને વેલ્યૂ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલ રહ્યું છે અને કદાચ તેના કારણે Xiaomi આ ફોનને Redmi સબ-બ્રાન્ડ હેઠળ લૉન્ચ કરી રહ્યું નથી. Redmi Note 10 Pro Max ભારતમાં અત્યારસુધીની સૌથી મોંધું નોટ સિરીઝ ડિવાઈસ રહ્યું છે. ચોક્કસથી Xiaomi પણ એ વાતમાં બે મત નહી ધરાવતું હોય કે ભારતમાં આ પ્રાઈસ પોઈન્ટ કરતા વધુ કિંમતમાં Redmi બ્રાન્ડ ડિવાઈસ વેચવામાં સમજદારી નથી. એવું નથી કે તે ભૂતકાળમાં નહોતું. Redmi K20 સિરીઝ પણ આ જ કિંમતોમાં ઉપલબ્ધ હતી. જણાવી દઈએ કે આ ભારતમાં એકમાત્ર K સિરીઝ હતી.

ફોનના ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો ભારતમાં લોન્ચ થનાર વેરિઅન્ટ ચીનમાં લૉન્ચ થયેલા વેરિઅન્ટ જેવું જ હોવું જોઈએ. ફોન 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે, 4,500mAh બેટરી સાથે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતા હોવાની વાત કરવામાં આવી રહી છે. ફોનમાં MediaTek Dimensity 920 SoC પ્રોસેસર હોવાની સંભાવના છે. જો આવું થાય છે તો આ ફોન ભારતમાં આવા પ્રોસેસર સાથેનો પ્રથમ ફોન બનશે.

આ પણ વાંચો: Oppo mobile: વધુ દમદાર બનશે ઓપ્પો સ્માર્ટફોન્સનો Camera, ડીજીકેમની જેમ થશે ઝૂમિંગ

108 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરો

ફોનમાં 108-મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 8-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોવાની શક્યતા છે. ફોનના ફ્રન્ટમાં 16-મેગાપિક્સેલ સેન્સર હોઈ શકે છે. આ સાથે જ ફીચર્સને જોતા ફોનમાં પાવર બટન પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવી શકે છે. હાલ સામે આવતા આ તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશનને જોતા Xiaomi 11i ની ભારતમાં કિંમત અંગે આપનું શું માનવું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર