કોન્સેપ્ટ દ્વારા નવી સ્માર્ટવોચ OPTIMUS 2ને લોન્ચ કરી દેવાઈ છે. કંપનીની આ સ્માર્ટવોચ ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે. કંપની દ્વારા OPTIMUS 2ના ડાયલ પર ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટવોચમાં 1260 mAhની બેટરી સાથે શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. AliExpress પ્લેટફોર્મ પર આ સ્માર્ટવોચ 18,628માં વેચાઈ રહી છે. જેને ગ્રાહકો કુપન કોડ 333OPTIMUS2નો ઉપયોગ કરી માત્ર રૂ. 13,190માં મેળવી શકે છે. આ ખાસ ઓફર માત્ર 28 જુલાઈ સુધી માન્ય છે.
કોન્સેપ્ટની આ સ્માર્ટવોચ 1.6 ઇંચની IPS રાઉન્ડ ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં મેટાલિક બેજેલ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચ વિશ્વની પ્રથમ એવી સ્માર્ટવોચ છે જે 13 મેગાપિક્સેલના SONY IMX214 ફ્લાઇસ્લાઈટ કેમેરા સાથે આવે છે. આ કેમેરો વોચની ટોપ તરફ આપવામાં આવ્યો છે. જેને 90 ડીગ્રી સુધી ફેરવી પણ શકાય છે. આ કેમેરાનો ઉપયોગ યૂઝર્સ સેલ્ફી લેવા અને વીડિયો કોલિંગ કરવા માટે કરી શકે છે.
કોન્સેપ્ટ દ્વારા આ સ્માર્ટવોચમાં MediaTek HelioP22 અને PixArtPAR2822 એમ બે ચીપસેટનો ઉપયોગ કર્યો છે. જેમાં MediaTek HelioP22 પ્રોસેસરના રૂપમાં કામ કરે છે. જ્યારે PixArtPAR2822 ચીપનો ઉપયોગ બ્લુટુથ કનેક્ટિવિટી અને સ્પોર્ર ડેટા માટે થાય છે. બે અલગ અલગ ચીપસેટના ઉપયોગના કારણે વોચમાં સારું બ્લુટુથ અને સેલ્યુલર કનેક્શન મળે છે. જે બેટરીની ખપતને ઓછી કરી શકે છે.
કંપની દ્વારા સ્માર્ટફોનમાં બે મોડ આપવામાં આવ્યા છે. જેમાં લાઈટ મોડ અને એન્ડ્રોઇડ મોડ સામેલ છે. કંપની આ વોચમાં 1260mAhની બેટરી આપે છે. જેનાથી વોચને 5 દિવસ સુધી લાઈટ મોડ અને 2 દિવસ એન્ડ્રોઇડ મોડ પર ચલાવી શકાય છે. આ સાથે જ OPTIMUS 2 સ્માર્ટવોચમાં 4GB LPDDR4 મેમોરી ચિપ અને 64 GB EMMC 5.1 ફ્લેશ મેમરી ચિપ અપાય છે. જે 3ડી ગેમ્સને સરળતાથી ચલાવી શકે છે. ઉપયોગ મોટી ફાઇલ અને ફોટો સ્ટોર કરી શકે છે.
" isDesktop="true" id="1111749" >
તમામ ગેમ્સ માટે આ સ્માર્ટવોચમાં 31 સ્પોર્ટ્સ મોટ સામે છે. સ્માર્ટવોચમાં VC32S હાર્ટ રેટ સેન્સર, બ્લડ ઓક્સિજન મોનીટર, સ્લીપ ટ્રેકર સામેલ છે. આ સ્માર્ટવોચ એન્ડ્રોઇડ 10.7 પર કામ કરે છે અને ડ્યુલ ફોરજી પણ સપોર્ટ કરે છે. આ વોચમાં ટ્રિપલ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર