World Population Day 2020: શું તમને ખબર છે ભારતની ડિજિટલ વસ્તી કેટલી છે?

News18 Gujarati
Updated: July 10, 2020, 11:37 PM IST
World Population Day 2020: શું તમને ખબર છે ભારતની ડિજિટલ વસ્તી કેટલી છે?
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના મુશ્કેલ સમયમાં ઈન્ટરનેટ લોકો માટે મદદગાર સાબીત થઈ રહ્યું છે. કોરોનાથી બચવા, લક્ષણ અને સારવાર અંગે જાણકારીઓ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ 11 જુલાઈએ દર વર્ષે વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ જનસંખ્યા દિવસ ((world population day 2020)) ઉજવવાની જાહેરાત સૌ પ્રથમ 11 જુલાઈ 1989ના દિવસે થઈ હતી. આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે દુનિયાના પ્રત્યેક વ્યક્તિ વધતી જનસંખ્યા તરફ ચોક્કસ ધ્યાન આપે અને જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે પોતાનું યોગદાન આપે.

વિશ્વ જનસંખ્યા દિવસ ઉપર ભારતની વાત કરીએ તો આપણા દેશની વસ્તી આ સમયે લભગ એક એરબ 38 કરોડ 74 લાખ છે. આ સમયે કોરોના વાયરસ મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ઈન્ટરનેટ (Internet) લોકો માટે મદદગાર સાબીત થઈ રહ્યું છે. કોરોનાથી બચવા, લક્ષણ અને સારવાર અંગે જાણકારીઓ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવી રહી છે. ઈન્ટરનેટ લોકોને તમામ પ્રકારની માહિતી આપી રહ્યું છે.

ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ

આવી સ્થિતિમાં આ પણે એ પણ જાણી લઈએ કે ભારતમાં અત્યારની ડિજિટલ જનસંખ્યા (Digital Population) કેટલી છે. ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોની કુલ સંખ્યા દેશભરમાં 678.6 મિલિયન હતી. ગત વર્ષ એટલે કે 2019ની તુલનાએ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં 128 મિલિયન (+23%)ની વૃદ્ધિ નોંધાઈ છે. જો દેશના ઈન્ટરનેટ પેનેટ્રેશન એટલે કે ઈન્ટરનેટની પહોંચની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં આ આંકડો કુલ વસ્તીના 50 ટકા હતો.

આ પણ વાંચોઃ-શરુ કરો પોતાનો LED લાઈટ બનાવવાનો બિઝનેસ, થશે તગડી કમાણી, જાણો આ અંગે બધું

આ પણ વાંચોઃ-ચમત્કાર! આ ઐતિહાસિક મંદિરમાં આવેલા આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવાનો દાવો, લોકોના ટોળાં ઉમટ્યાઆ પણ વાંચોઃ-સુરતમાં ફરી માનવતા મહેંકી! બ્રેઈન ડેડ પાટીદાર યુવકે 4 લોકોને આપ્યું નવું જીવન, અમદાવાદની મહિલામાં હૃદય ધબક્યું

48% વધ્યા સોશિયલ મીડિયા યુઝર્સ

ભારતમાં એક મોટો ભાગ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે. દરેક મંચ ઉપર લોકો રાજનીતિ, ખેલ, બોલિવૂડ સહિતના તમામ મુદ્દાઓ વિશે બેબાક મંતવ્યો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એક્ટિવ જંનસંખ્યાની વાત કરીએ તો ભારતમાં જાન્યુઆરી 2020માં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 400 મિલિયન હતી. એપ્રિલ 2019 અને જાન્યુઆરી 2020 વચ્ચે ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યામાં 130 મિલિયન (+48%)ની વૃદ્ધિ નોંધાઈ હતી. 2020માં ભારતમાં સોશિયલ મીડિયા પ્રવેશ 29 ટકા હતી.

મોબાઈલ કનેક્શનમાં આવ્યો 1.4 ટકાનો ઘટાડો

અંતમાં તમને જણાવી દઈએ કે ભારતમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સુધી લોકોની વધતી પહોંચનો શ્રેય મોબાઈલ ફોન કનેક્શનને ફાળે જાય છે. આંકડાઓ જણાવે છે કે ભારતમાં જાન્યુઆરી 2020માં 1.06 બિલિયન મોબાઈલ કનેક્શન હતા. જોકે, છેલ્લા વર્ષની તુલનામાં આ સંખ્યા 15 મિલિયન (-1.4%) ઘટી ગઈ છે. ભારતમાં જાન્યુઆરી 2020માં મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા જનસંખ્યાના 78 ટકા બરાબર હતી. (Source : DataReportal)
Published by: ankit patel
First published: July 10, 2020, 11:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading