જલ્દી આવી રહ્યો છે સાત કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

આ ફોનના ફ્રન્ટમાં સારી સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવી શકે છે.

News18 Gujarati
Updated: January 2, 2019, 3:08 PM IST
જલ્દી આવી રહ્યો છે સાત કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
આ ફોનમાં જોરદાર અને આકર્ષક સુવિધાઓ હશે.
News18 Gujarati
Updated: January 2, 2019, 3:08 PM IST
સ્માર્ટફોનની દુનિયામાં કંપનીઓ પોતાની હરિફ કંપનીઓને પછાડવા માટે અનેક નવા અને અત્યંત આધુનિક ફોન લોન્ચ કરી રહી છે. Nokia આ જ મહિનામાં સાત કેમેરાવાળો ફોન લોન્ચ કરી શકે છે. જો કે નોકિયા ઉપરાંત ઘણી કંપનીઓ હરિફાઇમાં ઉતરી છે.

આ ફોનનું નામ Nokia 9 PureView છે.

એમ માનવામાં આવે છે કે, આ ફોનમાં જોરદાર અને આકર્ષક સુવિધાઓ રાખવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોનના બેકમાં બે કેમેરા 12-12 મેગાપિક્સલના હશે. જ્યારે, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે. એટલે કે ફોનના બેક સાઇડમાં 5 કેમેરા લાગેલા હશે, જ્યારે તેના ફ્રન્ટમાં 2 કેમેરા છે.

બે સેલ્ફી કેમેરા હશે
આ ફોનના ફ્રન્ટમાં સારી સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવી શકે છે. આ ફોનને લઇને ચાલી રહેલી ચર્ચામાં જણાવવામાં આવ્યું છે કે તેમાં સારો પોટ્રેટ મોડ અને દમદાર Bothie પરફોર્મન્સ હોઇ શકે છે. જો કે, ફેસ રેકગ્નિશન ફીચરને લઇને અત્યાર સુધી કોઇ વાત સામે આવી નથી. લીક રિપોર્ટ્સના મતે, Nokia 9 PureViewમાં 6 ઇંચની ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શનની સાથે આવી શકે છે.

આકર્ષક હશે સેલિંગ પોઇન્ટ
Loading...

આ સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા તેનું મહત્વપૂર્ણ સેલિંગ પોઇન્ટ હોઇ શકે છે. અત્યાર સુધી સામે આવેલા લીક રિપોર્ટસ પ્રમાણે, આ સ્માર્ટફોનના બેકમાં બે કેમેરા 12-12 મેગાપિક્સલના હશે. જ્યારે, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે, જ્યારે પાંચમો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. Nokia 9 PureViewના પાછળ આપવામાં આવેલા સેટઅપમાં LED ફ્લેશ અને IR સેન્સર અને લેજર ઓટોફોક્સ પણ હોઇ શકે છે.

આ પણ વાચો: હવે આ એપથી ખબર પડી જશે કે ફોનમાં શું કરી રહ્યાં છે તમારા બાળકો, જાણો કેવી રીતે

50 હજાર રૂપિયાથી વધારે હોઇ શકે છે કિંમત
અહેવાલ મળી રહ્યા છે કે નોકિયાનો આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે આવી શકે છે. જો કે, અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે HMD ગ્લોબલ નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. જો કિંમતની વાત કરીએ તો ગત લીક્સના મતે, Nokia 9 PureViewની કિંમત 4, 799 યુઆન (લગભગ 50,600 રૂપિયા) હોઇ શકે છે.
First published: January 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...