દુનિયાનો પ્રથમ ડ્યુઅલ સેલ્ફી પોપ-અપ કેમેરાવાળો Vivoનો ફોન ભારતમાં લોન્ચ

News18 Gujarati
Updated: September 20, 2019, 3:34 PM IST
દુનિયાનો પ્રથમ ડ્યુઅલ સેલ્ફી પોપ-અપ કેમેરાવાળો Vivoનો ફોન ભારતમાં લોન્ચ
આ ફોન 8જીબી રેમ+128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ કસ્ટમર્સને બે રંગો - ગ્લેશિયર આઈસ અને મિડનાઈટ ઓશમમાં ઉપલબ્ધ થશે

આ ફોન 8જીબી રેમ+128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ કસ્ટમર્સને બે રંગો - ગ્લેશિયર આઈસ અને મિડનાઈટ ઓશમમાં ઉપલબ્ધ થશે

  • Share this:
ચીનની ફોન બનાવતી કંપની વીવોએ આજે Vivo V17 Proને ભારતમાં લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પ્રથમ ડ્યુઅલ સેલ્ફી પોપ-અપ સેલ્ફી કેમેરાવાળો ફોન છે. રિયર કેમેરાની વાત કરીએ તો, તેમો ક્વોડ કેમેરા સેટ-અપ આપવામાં આવ્યું છે. Vivo V17 Proના લોન્ચિંગની શરૂઆત બપોરે 12 વાગ્યાથી થઈ.

તમને જણાવી દઈએ કે, આ ફોનના લોન્ચિંગની જાહેરાત ગત અઠવાડીએ જ કરી દીધી હતી. ગત અઠવાડીએ કંપનીએ તેનું ટિઝર રીલિઝ કર્યું હતું, જેમાં પોપ-અપ સેલ્ફી કેમેરાની વાત ખબર પડી હતી, ત્યારથી જ આ ફોન ચર્ચામાં આવી ગયો હતો.

કેટલી હશે કિંમત

આ ફોન 8જીબી રેમ+128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ કસ્ટમર્સને બે રંગો - ગ્લેશિયર આઈસ અને મિડનાઈટ ઓશમમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત 29,990 રૂપિયા હશે.

મળશે ગણી ઓફર્સ

- HDFC અને ICICIના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા કેશબેક મળશે.- IDFC ફસ્ટ બેન્કથી 8 મહિનાના કાર્યકાળ માટે જીરો ડાઉન પેમેન્ટ કરવા પર 5 ટકાનું એડિશનલ કેશબેક મળશે.

- વીવો કેશિફાઈ (Vivo Cashify)થી જુના ફોનને એક્સચેન્જ કરવા પર 1999 રૂપિયાની ગિફ્ટ. વોડાફોન, આઈડિયા કસ્ટમર્સ માટે 50 ટકાનું નિશ્ચિત બાઈબેક ઓફર32MP ડ્યુઅલ પોપ-અપ સેલ્ફી કેમેરા
32 મેગાપિક્સલનો ડ્યુઅલ સુપર વાઈડ એન્ગલ કેમેરા સેલ્ફીને વધારે સુંદર બનાવે છે અને વ્યૂને 105 ડિગ્રી સુધી એક્સટેન્ડ કરે છે. આનાથી રાત્રે પણ સેલ્ફી લેવાનું શાનદાર રહેશે, સુપર નાઈટ સેલ્ફી ખુબ સ્માર્ટ રીતે મલ્ટીપલ ફ્રેમનો પ્રયોગ કરે છે, અને પિક્ચરની બ્રાઈટનેસને ઓપ્ટિમાઈજ કરે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળો 48MPનો ક્વોડકોર કેમેરા
આમાં 48 મેગાપિક્સલનો શાનદાર ક્વોડકોર કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 48MPનો AI રિયર કેમેરા, 13 MP ટેલિફોટો, 8 MP આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાઈડ એન્ગલ કેમેરા છે. નાઈટ ફોટોગ્રાફી માટે આ બેસ્ટ છે.

4100 mAhની બેટરી
ગણો સ્લીક લુક અને લાઈટ વેટ હોવા છતા તેમાં 4100 mAhની બેટરી છે. તેમાં 18 વોટની ટાઈપ-સી ડ્યુઅલ એન્જિન ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે.
First published: September 20, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading