Home /News /tech /

World Environment Day: આ છે ટોપ ઈ- કારની યાદી, ટાટા Nexon અને MG ZS સહિતના મોડેલ છે સામેલ

World Environment Day: આ છે ટોપ ઈ- કારની યાદી, ટાટા Nexon અને MG ZS સહિતના મોડેલ છે સામેલ

વીજ સંચાલિત વાહનો ભવિષ્ય છે. અત્યારે ઇકો ફ્રેન્ડલી વાહનોની તાતી જરૂર છે.

વીજ સંચાલિત વાહનો ભવિષ્ય છે. અત્યારે ઇકો ફ્રેન્ડલી વાહનોની તાતી જરૂર છે.

ક્લાઈમેટ ચેન્જની અસર વધવા લાગી છે. પ્રદુષણના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. હિમશીલાઓ સતત ઓગળી રહી છે. તાજેતરમાં નોર્થ પોલ ખાતે સૌથી જૂનો ગ્લેશિયર તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં વીજ સંચાલિત વાહનો ભવિષ્ય છે. અત્યારે ઇકો ફ્રેન્ડલી વાહનોની તાતી જરૂર છે.

ઈ વાહનો બનાવવા માટેની સ્પર્ધાએ પણ જોર પકડ્યું છે. જેના કારણે હવે આ કેટેગરીમાં હાથવગા મોડેલ મળી રહે છે. જેથી આજે આપણે ભારતમાં ઈ કારમાં મળતા વિકલ્પો પર નજર નાખીશું.

ટાટા નેકસોન ઈવી (Tata Nexon EV)

દેશની ઘરઆંગણાની કંપની ટાટા મોટર્સની નેકસોન ઈવી અત્યારે ભારતમાં સૌથી સસ્તી ઈ કાર પૈકીની છે. નેકસોન ઈવીની નજીકના હરીફ MG ZS EV કરતા તે 6થી 7 લાખ સસ્તી છે. સસ્તી હોવા સાથે અનેક ફીચર પણ કારમાં મળે છે. નેકસોન ઈવીમાં 30.2 kWhની બેટરી મળે છે. જે સિંગલ ચાર્જમાં 300 કિમી સુધી દોડી શકે છે.આ કારમાં ie drive અને sports મોડ છે. જે કારની પૂરતી તાકાત આપે છે. કારના આગળના ભાગમાં પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર મળે છે જે 129PS પાવર અને 245Nm ટોર્ક આપે છે. આ કારને 15A સોકેટ સાથે મળે છે. ફાસ્ટ ચાર્જ સાથે બેટરી 60 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે.એમજી ઝેડએસ ઈવી (MG ZS EV)

એમજી દ્વારા ભારતમાં બીજી પ્રોડક્ટ તરીકે ZS EVને લોન્ચ કરવામાં આવી છે. હાલ એમજી બજારમાં પોતાનો પગદંડો જમાવવા પ્રયત્નો કરે છે, ત્યારે આ કાર પ્રત્યે ઘણી અપેક્ષા છે. ZS EV દેખાવમાં ખૂબ સારી છે. વિદેશમાં મળતા પેટ્રોલ મોડેલ જેવો જ તેનો દેખાવ છે. ZS EVમાં રહેલી લીથીયમ ઈઓન બેટરી 44.5kWhનો પાવર આપે છે. આ કાર સિંગલ ચાર્જમાં 340 કિમી દોડી શકે છે. આ એવરેજ Nexon EV કરતા થોડી વધુ છે. ZS EVની મોટર 143bhp અને 353Nm ટોર્ક આપે છે, જેથી 0થી 100kmph સુધીની ઝડપ માત્ર 8.5 સેકન્ડમાં મેળવે છે. ZS EVમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ મોડ આપવામાં આવે છે. જે કારને અનુકૂળતા મુજબ શક્તિ આપે છે.આ કારને ચાર્જ કરવા માટે એમજી દ્વારા 50kW DC ફાસ્ટ ચાર્જ તેની ડીલરશિપ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેનાથી કાર 50 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે. આ ઉપરાંત કંપની વધારાનું 7.4kW AC હોમ ચાર્જર આપે છે. જે કારને ચાર્જ કરવા 6થી8 કલાક લે છે.


હ્યુન્ડાઇ કોના ઈલેક્ટ્રીક (Hyundai Kona Electric)

ભારતના ઈ કારના સેગમેન્ટમાં Kona સૌથી પહેલા આવી હતી. વિશ્વભરના સૌથી લોકપ્રિય પ્રોડક્ટ પૈકીની એકને ઇલેક્ટ્રિફાઇડ કરવું એ કાર પાછળ હ્યુન્ડાઇના મોટા ઇરાદા વિશે ઘણું કહે છે. અન્ય હરીફો કરતા આ કાર મોંઘી છે. જોકે, તેમાં મોંઘેરી સુવિધા પણ મળે છે. કોનાની બેટરી 39.2 kWhની લીથીયમ ઈઓન પોલીમર બેટરી મળે છે. જેનાથી 452 કિમીની રેંજ મળતી હોવાનો હ્યુન્ડાઇનો દાવો છે. જે ટાટા અને એમજીની કાર કરતા વધુ છે. કોનામાં ઇકો પ્લસ, ઇકો, કન્ફર્ટ અને સ્પોર્ટ મોડ આવે છે.મર્સિડીઝ બેન્ઝ ઇક્યુસી (Mercedes-Benz EQC)

હવે આપણે પ્રીમિયમ સેગમેન્ટની કાર પર નજર નાખીશું. જેમાં મર્સિડીઝ બેન્ઝ ઇક્યુસીનો સમાવેશ થાય છે. અગાઉના ત્રણ મોડેલની જેમ મર્સિડીઝ બેન્ઝ ઇક્યુસી કિફાયતી નથી. કોઈ ઈ વાહનમાં જેટલી વધુ સુવિધા આપી શકાય તેટલી સુવિધા અપાવાનો આ કારમાં પ્રયત્ન થયો છે. આ કારની કિંમત 1 કરોડથી શરૂ થાય છે. જેમાં 80kWHની મોટી બેટરી સાથે સિંગલ સ્પીડ ગિયર બોક્સ મળે છે. આ ઉપરાંત મર્સિડીઝના 4MATIC AWD સિસ્ટમ પણ મળે છે. સિંગલ ચાર્જમાં આ કારની રેન્જ 450 કિમી હોવાનો દાવો થાય છે. EQC 400bhp અને 760Nm ટોર્ક માટે સક્ષમ છે.

આ કારમાં ચાર ડ્રાઇવિંગ મોડેલ આવે છે. ઇકો, કમ્ફર્ટ, સ્પોર્ટ અને ઇન્ડિવિસ્યુઅલ. આ ઉપરાંત રીજનરેશનના ચાર લેવલ સાથે પણ આવે છે. તમે પાંચ સેટિંગ્સ ડી ઓટો, ડી, ડી +, ડી- અને ડી- મળે છે.જગુઆર આઈ પેસ (Jaguar i-Pace)

ઈ કારની શ્રેણીમાં આઈ પેસ સૌથી સુંદર હોવાની ઘણાનું કહેવું છે. આ કાર પણ મર્સિડીઝ બેન્ઝ ઇક્યુસી જેમ 1 કરોડથી શરૂ થાય છે. આ કારમાં 90 kWhની બેટરી મળે છે. જે સિંગલ ચાર્જમાં 470 કિમી દોડી શકે છે. આ કારમાં બે સિંક્રનસ મોટર્સ મળે છે.જે 394bhp અને 696Nm ટોર્ક સાથે જોડે છે. જગુઆરનો દાવો છે કે, 14 કલાકમાં 7.4kW એસી ચાર્જર સાથે બેટરી 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે 25kWc ડીસી ચાર્જર સાથે તે 4 કલાકમાં ચાર્જ થાય છે. આ સાથે ક જગુઆર લેન્ડ રોવરના ગ્રાહકો ટાટા પાવરના EZ ચાર્જ નેટવર્કના 200 ચાર્જ પોઇન્ટનો લાભ લઇ શકે છે.
First published:

Tags: Electric Cars, Hundai, Mercedes, Nexon, TATA, World Environment Day, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन