Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...

News18 Gujarati
Updated: March 22, 2020, 7:21 AM IST
Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...
જો તમે પણ Work from Home દરમિયાન વોટ્સએપનો સહારો લઈ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે

જો તમે પણ Work from Home દરમિયાન વોટ્સએપનો સહારો લઈ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ને ફેલાવાથી રોકવા માટે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે કહી દીધું છે. ઘરથી ઓફિસનું કામ કરવા દરમિયાન બીજાઓથી જોડાયેલા રહેવા મોટા સંખ્યામાં લોકો વીડિયો કોલિંગ એપ્સ અને મેસેજિંગ એપ્સની મદદ લઈ રહ્યા છે. તેમાંથી એક વોટ્સએપ એવું પ્લેટફોર્મ છે જેની પર કામને લઈ કરોડો લોકો નિર્ભર છે. ટીમ મેમ્બરનો ટ્રેક રાખવા માટે વોટ્સએપ કંપનીઓના મેનેજરનું કામ સરળ કરે છે.

જો તમે પણ Work from Home દરમિયાન વોટ્સએપનો સહારો લઈ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

અલગ ગ્રુપ બનાવો

કંપનીમાં અનેક લોકો કામ કરે છે અને બધાને એક જ ગ્રુપમાં જોડી રાખવાનું કામ મુશ્કેલી ભરેલું છે. તો એવામાં એક અલગથી માત્ર એ લોકોનું ગ્રુપ બનાવી લો જેમને કામ દરમિયાન વધુ કામ પડતું હોય. તેનાથી મેનેજરને પણ એ જાણવામાં સરળતા રહેશે કે કયો કર્મચારી શું કામ કરી રહ્યો છે.

WhatsApp ગ્રુપ આવી રીતે બનાવો

- તેના માટે સૌનું WhatsApp ઓપન કરો- ત્યારબાદ ટોપ રાઇડ હેન્ડ કોર્નર પર જઈને ‘New Group’ ઓપ્શન પર ટેપ કરો
- પછી તે ગ્રુપ મેમ્બરને સિલેક્ટ કરો, જેને ગ્રુપમાં એડ કરવાનો છે.
- સારી વાત એ છે કે તમે ઈચ્છો એટલા લોકોને એડ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ઓછામાં ઓછા લોકોને એડ કરતાં કામ વધુ સરળતાથી કરી શકાશે.

બે WhatsApp એકાઉન્ટ- પર્સનલ અને પ્રોફેશનલ

ઘરેથી કામ કરવા દરિમયાન ખૂબ જરૂરી છે કે તમે પોતાના પર્સનલ યૂઝ માટે અને પ્રોફેશનલ લાઇફ અલગ રાખો. તેના માટે વોટ્સએપ ઉપર પણ તેને લાગુ કરવું ખૂબ જરૂરી છે. પર્સનલ યૂઝ માટે અને પ્રોફેશનલ યૂઝ માટે અલગ-અલગ વોટ્સએપ ક્રિએટ કરો. તેનાથી તમે કામ કરવા દરમિયાન ગ્રુપના મેસેજથી પરેશાન નહીં થાઓ.

નોંધઃ WhatsAppના બે એકાઉન્ટ માટે આપને બે અલગ-અલગ ફોનનો ઉપયોય કરવો પડશે. જોકે જો તમે શિયોમી, ઓનર, વીવો, ઓપ્પો કે વનપ્લસના યૂઝર છો તો ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ કરીને એક ટાઇમ પર બે વોટ્સએપ ચાલી શકે છે.

પ્રાઇવસી પણ જરૂરી

ગ્રુપમાં એક સાથે અનેક લોકો રહે છે, પરંતુ આપણી સારી વાતચીત અનેક લોકો સાથે થતી હોય છે અને બાકી લોકો અજાણ હોય છે. આ સ્થિતમાં જરૂરી છે કે પ્રોફાઇલ ફોટો, સ્ટટેસ અને બાકી પર્સનલ જાણકારીઓને લિમિટ કરી દો.

આ પણ વાંચો, COVID-19: તમને મળ્યા વગર Zomato આવી રીતે કરશે ઘરે Food ડિલિવરી

End-to-End Encryption ઇનેબલ કરો

વોટ્સએપનો ઉપયોગ કોઈ પણ કામ માટે કરતા હોય પોતાની પર્સનલ વસ્તુઓ માટે End-to-End Encryption હંમેશા સારો આઇડિયા છે. આ ફીચર ચેટ અને તમામ મેસેજને પૂરી રીતે સિક્યોર રાખે છે.

WhatsApp Web

જો તમે ઘરેથી કામ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છો તો કમ્યુનિકેશન કરવા માટે મોબાઇલની નાની સ્ક્રીન મુશ્કેલી ઊભી કરી શકે છે, એવામાં પ્રયાસ કરો કો લેપટોપ/PC પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો.

આ પણ વાંચો, Good news: યુવકે બનાવ્યું એવું ડિવાઈઝ જે coronavirusને રોકવામાં કરી શકે છે મદદ


First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading