Home /News /tech /

International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમારી ફીમેલ પાર્ટનર અથવા મિત્રને ગીફ્ટ કરો આ Safety Gadgets

International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમારી ફીમેલ પાર્ટનર અથવા મિત્રને ગીફ્ટ કરો આ Safety Gadgets

પ્રતીકાત્મક તસવીર

International Women's Day Special: આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમે તેને ગિફ્ટ કરી શકો છો આ શાનદાર ગેજેટ્સ (Women's Safety Device). જે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે.

ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. જે હજુ પણ મહિલાઓને સંપૂર્ણ સલામતી (Women Safety) પૂરી પાડવા માટે દરેક ક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યું છે. જેમ કે, સ્ત્રીઓ બહાર ફરવા જાય છે કે મોડી રાત સુધી કામ કરે છે અથવા એકલા મુસાફરી કરી શકે વગેરે. જોકે, મહિલાઓ આજે પણ દરેક સમયે સુરક્ષિત અનુભવી શકતી નથી. જીવનસાથી કે મિત્ર તરીકે તમે પણ સતત તેની સલામતી વિશે ચિંતિત પણ રહી શકો છો. તો આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) પર તમે તેને ગિફ્ટ કરી શકો છો આ શાનદાર ગેજેટ્સ (Women's Safety Device). જે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે.

સેફલેટ

સેફલેટ એ સેફ્ટી બ્રેસલેટ જેવું છે, જે ટ્રેન્ડી દેખાવાની સાથે સેફ્ટી ડિવાઇસ તરીકે પણ કામ કરે છે. તેની બાજુમાં બે બટન છે, જેનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં સંદેશા મોકલવા અથવા પરિવારના સભ્યોને કોલ કરવા માટે થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ ડિવાઇસ સેટ-અપ કરી શકે છે અને જે પણ પરિવારના સભ્યોનો તમે સંપર્ક કરવા માંગો છો તેને એડ કરી શકે છે. તે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પર પણ કોલ કરે છે અને ઓડિયો રેકોર્ડ કરે છે. આ ડિવાઇસ એમેઝોન પર સરળતાથી ઉપલબ્ધ છે.

સેફલેટ


સેફર પેન્ડન્ટ

એક જ્વેલરી જે કોઇ પણ મહિલાના લૂકને એલીગન્ટ બનાવવાની સાથે સેફ્ટી ડિવાઇસ તરીકે પણ કામ કરશે. પેન્ડન્ટમાં પાછળના ભાગમાં એક બટન હોય છે અને તે સેફર એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ ફોન સાથે કનેક્ટ થઈ શકે છે. કોઇ પણ ઇમરજન્સીની સ્થિતિમાં ક્લિક કરવા પર તે તમારા ગાર્ડિયનને એક એલર્ટ મોકલે છે.

આ પણ વાંચો - iQOO Z3 5G સ્માર્ટફોન પર મેળવો ભારે છૂટ, Amazon આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

રીવોલર

એક નાનું ઓવલ આકારનું ડિવાઇસ જે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે. તે કી ચેઇન જેવું લાગે છે જે માત્ર એક ક્લિકથી તમે તમારી ઇમરજન્સી લીસ્ટમાં ઉમેરેલા તમામ સંપર્કોને યેલો મેસેજ સાથે તમારું લોકેશન મોકલે છે. જો તમે કોઇ ખતરામાં છો, તો તમે 3 વખત તે બટન ક્લિક કરી શકો છો, જેથી તમારા ગાર્ડિયનને રેડ મેસેજ મળશે. તેને સાથે રાખવું પણ ખૂબ સરળ છે. તે એન્ડ્રોઇડ અને આઇફોન બંને સાથે કામ કરે છે.

આ પણ વાંચો - Flipkartની ચકાચક Offer! ફક્ત 6 હજાર રૂપિયામાં ખરીદો Godrejનું Refrigerator, મિનિટોમાં જામી જશે બરફ

સેફ્ટી ટોર્ચ

આ એક માત્ર સાધારણ ટોર્ચ નથી, પરંતુ તે સામેવાળા વ્યક્તિને શોક આપી શકે છે. જો તમે LED લાઇટ જે-તે વ્યક્તિ પર કરો છો તો તેને આ ટોર્ચ એક ઇલેક્ટ્રિક શોક આપે છે. આ સેફ્ટી ડિવાઇસ દરેક મહિલા પાસે હોવું જોઇએ. જેથી મુશ્કેલીના સમયમાં તે પોતાનો બચાવ કરી શકે.
First published:

Tags: International womens day, Lifestyle, Technology news, Women safety

આગામી સમાચાર