આ સીક્રેટ ટ્રિકથી તમે કોઇનું પણ WhatsApp Status ચેક કરી શકો છો અને તેને ખબર પણ નહીં પડે

News18 Gujarati
Updated: October 16, 2020, 4:57 PM IST
આ સીક્રેટ ટ્રિકથી તમે કોઇનું પણ WhatsApp Status ચેક કરી શકો છો અને તેને ખબર પણ નહીં પડે
પ્રતિકાત્મક તસવીર

WhatsApp લોકોને એકબીજા સાથે જોડવાનો બીજો પર્યાય બની ગયું છે. સોશિયલ મીડિયામાં વોટ્સઅપ હવે બધા જ છૂટથી વાપરે છે. ત્યારે જાણો આ ખાસ ટ્રીક

  • Share this:
કોવિડ 19ના આ કપરા સમયે સોશિયલ મીડિયાથી લોકો એકબીજાથી જોડાયેલા રહે છે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમને તેમના પરિવાર અને સબંધીઓ સાથે જોડાયેલા રાખે છે. વળી લોકડાઉન અને પછી સંક્રમણની વચ્ચે લોકો આજકાલ સોશિયલ સાઇટ્સ પર વધારે સમય વિતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ બદલતા રહે છે.

જ્યારે આપણે વોટ્સએપ પર કોઈનું સ્ટેટસ તપાસીએ છીએ તો સામે વાળા વ્યક્તિને પણ ખબર પડે છે કે તમે તેનું સ્ટેટસ ચેક કરી રહ્યા છો. માટે જ અમે તમારા માટે એક તેવી ટ્રીક લઇને આવ્યા છીએ જેથાની તમે બીજા વ્યક્તિનું વોટ્સઅપ ચેક પણ કરી શકશો અને તેને આ વાતની ખબર પણ નહીં પડે. તો આ સરળ ટ્રીક શીખવા માટે તમારે નીચે મુજબ સ્ટેપ ફોલો કરવા પડશે.

આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા WhatsAppમાં Read Receipt ફીચરનો ઉપયોગ કરવો પડશે. Read Recepit તે સુવિધા છે જેનાથી ખબર પડે કે તમારો મેસેજ રિસિવર સુધી પહોંચ્યો કે કેમ. આ સુવિધાને કારણે, સંદેશ વાંચ્યા પછી બ્લૂ ટીકમાર્ક આવે છે. જો તમે Read Receipt ફિચરને ડિસેબલ કરો છો તો મેસેજ મોકલનારને ખાલી ટીકમાર્ક દેખાશે. તે વ્યક્તિ તે નહી જાણી શકે તમે મેસેજ વાંચ્યો કે નહીં.

આ સિવાય જો તમે વોટ્સએપ સ્ટેટસને બીજાની જાણ બહાર જોવાની ઇચ્છા રાખો છો. તો તમારે તમારા આ ફિચરને ડિસેબલ કરવો પડશે. આમ કરવાથી તમે કોઇનું પણ સ્ટેટસ જોઇ શકશો અને તેને જાણ પણ નહીં થાય. વધુમાં આ દ્વારા તમે જાણી શકશો નહીં કે તમારું સ્ટેટસ કોણે જોવે છે.

વધુ વાંચો : આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

Read receipt સુવિધાને કેવી રીતે ડિસેબલ કરવી - Read receipt સુવિધાને ડિસેબલ કરવા માટે, તમારે તમારા WhatsApp ની સેટિંગ્સ ખોલવી પડશે. આ પછી તમારે એકાઉન્ટ વિભાગમાં જવું પડશે અને પ્રાઇવસી પર ક્લિક કરવું પડશે. અહીં તમે Read receiptનો વિકલ્પ જોશો, તમારે તેને ડિસેબલ એટલે કે બંધ કરવું પડશે.

Read receipt સુવિધાને અક્ષમ કર્યા પછી, તમે કોઇનું પણ વ્હોટ્સએપ સ્ટેટસ જોશો તે તે જાણ નહીં થાય.
Published by: Chaitali Shukla
First published: October 16, 2020, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading