ફક્ત 4999 રુપિયા ખરીદો આ બાઇક, અને સાથે મેળવો ચાંદીનો સિક્કો

News18 Gujarati
Updated: June 30, 2019, 4:54 PM IST
ફક્ત 4999 રુપિયા ખરીદો આ બાઇક, અને સાથે મેળવો ચાંદીનો સિક્કો
ટીવીએસ સ્પોર્ટની કિંમત 37 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકોને મોટી તક આપે છે. આ ઓફર હેઠળ તમે 4,999 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર તમારા ઘર પર ટીવીએસ સ્પોર્ટ લઈ જઇ શકો છો.

  • Share this:
દેશની ત્રીજી સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેકચરિંગ કંપની ટીવીએસ મોટર ગ્રાહકોને મોટી તક આપે છે. આ ઓફર હેઠળ તમે 4,999 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર તમારા ઘર પર ટીવીએસ સ્પોર્ટ લઈ જઇ શકો છો. આ ઉપરાંત તમને ટીવીએસ સ્પોર્ટની ખરીદી પર 20 ગ્રામનો ચાંદીનો સિક્કા મળશે. આ બાઇકની શરુઆતી કિંમત 35,330 રૂપિયા છે.

એન્જિન

ટીવીએસ સ્પોર્ટમાં સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન 99.7 સીસી છે. જે 7.4 બીએચપીની મહત્તમ શક્તિ અને 7.5Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

દેશની સૌથી વધુ માઇલેજ આપનાર બાઇક

ટીવીએસ સ્પોર્ટેમાં ડ્રમ બ્રેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ટોચની ગતિ પ્રતિ કલાક 85 કિલોમીટર છે. સૌથી વિશેષ વાત એ છે કે તે દેશની સૌથી વધુ માઇલેજ બાઇક છે. કંપની દાવો કરે છે કે ટીવીએસ સ્પોર્ટ એક લીટર પેટ્રોલમાં 95 કિ.મી. સુધી માઇલેજ આપે છે.

આકર્ષક ગ્રાફિક્સથી સજ્જ આ મોટરસાયકલમાં, એલોય વ્હીલ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત એક્ઝેસ્ટ ગોર્ડ હેઠળ ક્રોમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનાલોગ સ્પીડમીટર, શાર્પ કેરેક્ટર લાઇન, ડ્યુઅલ ટોન બોડી કલર પણ આ બાઇકની સુંદરતાને વધારે છે. જ્યારથી કંપનીએ આ બાઇકને ભારતીય બજારમાં શરૂ કરી દીધી છે ત્યારથી તેના 24 લાખ યૂનિટ વેચવામાં આવ્યાં છે.

ગ્રાહકોએ રૂ. 4,999 નું ડાઉનપેમેન્ટ આપવું પડશે અને બાકીની રકમ સરળ ઇએમઆઈમાં ચૂકવવી પડશે. ટીવીએસ સ્પોર્ટની કિંમત 37 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જે લોકોનું બજેટ ઓછું છે તેના માટે આ સારી તક છે.એન્ટ્રી લેવલની બાઇકમાં TVS Sport ખૂબ જ લોકપ્રિય બાઇક છે. કંપનીએ બાઇક પર ખાસ ડાઉન પેમેન્ટ ઓફર કરી છે. આ ઓફર વિશેની માહિતી ટીવીએસ મોટરની સત્તાવાર વેબસાઇટ પર મળી આવશે.
First published: June 30, 2019, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading