IRCTCની વેબસાઇટ પર ટિકિટ બુક નહીં કરી શકે આ યુઝર્સ, જાણો કારણ

IRCTCની વેબસાઇટને TLS 1.1 અને TLS 1.2માં માઇગ્રેટ કરવામાં આવી છે

જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં યુઝર્સ ભારતીય રેલની ઓફિશિયલ વેબસાઇટ આઇઆરસીટીસી દ્વારા ટ્રેન ટિકિટ બુક નહીં કરી શકે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: વિન્ડોઝ-XP અને માઇક્રોસોફ્ટ સર્વર 2003નો ઉપયોગ કરનારા લોકો માટે IRCTC ખરાબ સમાચાર લાવ્યું છે. IRCTCની વેબસાઇટને TLS 1.1 અને TLS 1.2માં માઇગ્રેટ કરવામાં આવી છે. જેના કારણે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં યુઝર્સ ભારતીય રેલની ઓફિશિયલ વેબસાઇટ આઇઆરસીટીસી દ્વારા ટ્રેન ટિકિટ બુક નહીં કરી શકે.

    TLS 1.1 અને TLS 1.2 માઇક્રોસોફ્ટની જૂની ઓપરંટિંગ સિસ્ટમ Windows XPને સપોર્ટ નથી કરતું. જેના કારણે 2003થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર આ વેબસાઇટ કામ નહીં કરે.

    IRCTCની વેબસાઇટ પર મોટાભાગના યુઝર્સ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાની ટિકિટ બુક કરતાં હોય છે, જેના માટે તેઓ ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ, ક્રેડિટ કાર્ડ અથવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરે છે. આ તમામ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સુરક્ષિત બને, એના માટે IRCTCની વેબસાઇટને વધુ સુરક્ષિત બનાવવા માટે TLS 1.1 અને TLS 1.2 પર માઇગ્રેટ કરવામાં આવ્યું છે. વિન્ડોઝ સર્વર 2012, વિન્ડોઝ સર્વર 2012 R2 અને વિન્ડોઝ સર્વર 2016 પર આઇઆરસીટીસીની અપગ્રેડેટ વેબસાઇટ કામ કરશે.

    આ પણ વાંચો: આવી રીતે પૈસા વગર ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવી શકાશે

    તાજેતરમાં જ ભારતીય રેલવેએ મુસાફરો માટે UTS એપ (UTSOnMobile) લોન્ચ કરી હતી, જેના દ્વારા ઘરે બેઠા જ જનરલ ટિકિટ બુક કરી શકાય છે.

    આવી રીતે ટિકિટ બુક કરો

    સૌથી પહેલાં મોબાઇલમાં UTS એપ ડાઉનલોડ કરો. તે પછી તમારું નામ, નંબર, આઇડી કાર્ડ નંબરની માહિતી આપી રિજસ્ટર કરો. રજિસ્ટર કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે જે સબમીટ કરતાં જ તમારા મોબાઇલમાં એક એસએમએસ આવશે. આ પ્રોસેસ બાદ તમે લોગ-ઇન કરી શકો છો.
    Published by:Azhar Patangwala
    First published: