આવતા મહિને લૉન્ચ થઈ શકે છે Microsoft વિન્ડોનું અપડેટેડ વર્જન ‘The New Window’, જાણો ખાસિયતો

Windows10X કે The New Window માઇક્રોસોફ્ટનું અત્યાર સુધીનું સૌથી આધુનિક ટેક્નોલોજી ધરાવતું વિન્ડો હશે

Windows10X કે The New Window માઇક્રોસોફ્ટનું અત્યાર સુધીનું સૌથી આધુનિક ટેક્નોલોજી ધરાવતું વિન્ડો હશે

  • Share this:
    Microsoft ટૂંક સમયમાં માઇક્રોસોફ્ટ વિન્ડોનું અપડેટેડ વર્જન Windows 10Xને ‘The New Window’ નામથી લૉન્ચ કરી શકે છે. Microsoft ટિપસ્ટર વોકિંગ કેટના જણાવ્યા મુજબ માઇક્રોસોફ્ટ પોતાના નવા વિન્ડો વર્જનનું નામ Windows 10X અથવા તો ‘The New Window’ રાખી શકે છે. જોકે નવા વિન્ડોની રિલીઝ તારીખ અંગે હજુ અનિશ્ચિતતા છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કંપની તેની ઘોષણા માર્ચ કે એપ્રિલ 2021 સુધીમાં કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે Windows 10Xનું માર્કેટિંગ નામ ‘The New Window’ હશે. માઇક્રોસોફ્ટ પહેલા વિચારી રહ્યું હતું કે આ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ડ્યૂઅલ સ્ક્રીનવાળા ડિવાઇસ માટે બનાવશે પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરીને સિંગલ સ્ક્રીન કરી દેવામાં આવ્યું, જેમાં મોબાઇલ ફોન, ટેબ્લેટ અને લેપટોપ સામેલ છે.

    Windows10X Microsoftનું અત્યાર સુધીનું સૌથી આધુનિક ટેક્નોલોજી ધરાવતું વિન્ડો હશે. આ વર્જનમાં અપડેટ અને મેન્ટેનન્સ સરળ હશે અને તે હેકિંગના મામલામાં પોતાના પૂર્વ મોડલથી વધુ પ્રતિરોધક હશે. તેમાં ટેબ્લેટ જેવું સ્ટાર્ટ મેન્યૂ જેવા નવા ફીચર મળશે જે માત્ર મોડર્ન યુનિવર્સલ વિન્ડો પ્લેટફોર્મ સ્ટોર એપ (UWPS) અને પ્રોગ્રેસિવ વેબ એપ (PWAs) પર કામ કરશે.

    આ પણ જુઓ, PHOTOS- IPL પહેલા ધોનીએ દેવડી માતાના કર્યા દર્શન, મા દુર્ગાના લીધા આશીર્વાદ

    જોકે પૂર્વ મોડલના કમ્પેટિબલ Win32 એપ્સ પણ તેની પર ઓપરેટ થશે પરંતુ તેનું પર્ફોમન્સ પહેલા જેવું નહીં રહે. ઓક્ટોબર 2020ના એક રિપોર્ટ મુજબ Windows 10Xમાં 2021માં મોટા ફેરફાર કરવામાં આવશે અને તેનું એક નવા ઇન્ટરફેસની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે, જેનું નામ સન વૈલી છે. નવા Windows 10માં સન વૈલીના અપડેટ ઉપરાંત માઇક્રોસોફ્ટનું પ્લાન Windows 10Xને માર્કેટમાં ઉતારવાનું છે.

    આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદની આ હૉસ્પિટલમાં લીધી કોરોનાની વેક્સીન, આવી રીતે માન્યો આભાર

    વિભિન્ન સૂત્રો મુજબ, માઇક્રોસોફ્ટ એપ્રિલ કે મે મહિનામાં ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન ‘વિન્ડોઝ માટે નવું શું છે’ ઇવેન્ટનું આયોજન કરી રહી છે. જે એપ્રિલના અંતમાં યોજાનારા ‘ગેમિંગ માટે નવું શું છે’ ઇવેન્ટ બાદ યોજાશે.

    Windows 10X પ્રી-ઇન્સ્ટોલ ડિવાઇસની સાથે જ માર્કેટમાં આવશે. માઇક્રોસોફ્ટનું માનવું છે કે ઓપરેટિંગ સિસ્ટમને તેનાથી સ્ટેબિલિટી મળશે. કંપનીએ ChromeOSની સાથે કોમ્પીટીશનને ધ્યાનમાં રાખીને હાલ નવા વિન્ડોને ઓછા બજેટના લેપટોપ માટે જ ઉપલબ્ધ કરાવશે.
    Published by:Mrunal Bhojak
    First published: