Password વગર પણ ઉપયોગ કરી શકો છો કોઈનું પણ WiFi, આ છે સરળ રીત

News18 Gujarati
Updated: May 3, 2020, 8:18 AM IST
Password વગર પણ ઉપયોગ કરી શકો છો કોઈનું પણ WiFi, આ છે સરળ રીત
5 સરળ સ્ટેમ્પમાં જાણો કે પાસવર્ડ માંગ્યા વગર કેવી રીતે WiFi સાથે કનેક્ટ કરી શકો

5 સરળ સ્ટેમ્પમાં જાણો કે પાસવર્ડ માંગ્યા વગર કેવી રીતે WiFi સાથે કનેક્ટ કરી શકો

  • Share this:
આપણા જીવનમાં ઇન્ટરનેટ (internet)ની મહત્વની ભૂમિકા છે. ખાસ કરીને લૉકડાઉન (Lockdown)ની વાત કરીએ તો ઇન્ટરનેટથી જ આપણું કામ સરળ થયું છે. ઘરમાં કેદ રહીને લોકો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ એક્ટિવ છે અને આ જ કારણ છે કે હંમેશા દરેક ઇન્ટરેનેટથી કનેક્ટ રહેવા માંગે છે. પરંતુ ક્યારેક આપણે વધુ ડેટા યૂઝ કરીએ છીએ તો એવી સ્થિતિમાં આપણે વાયફાયની જરૂર પડે છે. એવું પણ થાય છે કે કોઈ વ્યક્તિ આપણે ત્યાં આવે છે અને તે આપણી પાસે વાય-ફાયનો પાસવર્ડ શૅર કરવાનું કહે છે.

અનેકવાર આપણે પણ બીજા કોઈને ત્યાં જઈએ છીએ અને તેમના વાય-ફાયનો ઉપયોય કરવા માટે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. પરંતુ કોઈની પાસે તેમના વાય-ફાયના પાસવર્ડ માંગવામાં સંકોચ થયા છે.

અનેકવાર એવું થાય છે કે પાસવર્ડ આપણે પૂછી લઈએ છીએ પરંતુ વીક સિગ્નલના કારણે કે કોઈ કનેક્શનની મુશ્કેલીના કારણે વાય-ફાય ડિસકનેક્ટ થઈ જાય છે, અને પછી ફરી પાસવર્ડ માંગવું યોગ્ય નથી લાગતું. તો શું આપને ખબર છે કે આપણે પાસવડ વગર પણ વાયફાયથી કનેક્ટ થઈ શકો છો. એક રીત અપનાવીને આપણે કોઈને પાસવર્ડ માંગ્યા વગર પણ કનેક્ટ થઈ શકો છો.

તેના માટે આપણે QR codeને સ્કેન કરવાની ટેકનીક અપનાવીને વાય-ફાય સાથે જોડાઈ શકે છે. તે Android અને iOS બંને યૂઝર્સ માટે સરળ છે. આવું કરવા માટે આપને કંઈ ખૂબ સામાન્ય સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ પણ વાંચો, ખુશખબર! BSNL, Airtel અને Vodafone-Ideaના ગ્રાહક ઘરે બેઠા આવી રીતે કરો કમાણી

એક એ વાત નોંધનીય છે કે એવી સાઇટ્સ છે કે વાય-ફાયનું નામ અને પાસવર્ડને QR codeમાં ફેરવી દે છે. જેમકે, www.qrstuff.com and zxing.appspot.comઆવી જાણીએ શું છે પ્રોસેસ?

પહેલું સ્ટેપઃ તેમાંથી કોઈ પણ વેબસાઇટ પર વિઝિટ કરો અને અહીં ‘WiFi Network’ or ‘WiFi Login’ને સિલેક્ટ કરો.
બીજું સ્ટેપઃ SSID સેક્શનમાં વાય-ફાયનું નામ ટાઇપ કરો.
ત્રીજું સ્ટેપઃ ત્યારબાદ પાસવર્ડ ટાઇપ કરો.
ચોથું સ્ટેપઃ નેટવર્ક ટાઇપને સિલેક્ટ કરો.
પાંચમું સ્ટેપઃ Generate કે download QR code પર ક્લિક કરો.

આ પણ વાંચો, WhatsAppના દરેક ફીચર આપને મળશે સૌથી પહેલા, કરવું પડશે આ નાનું કામ

 
First published: May 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading