Home /News /tech /Wifi Calling: એક એવી પદ્ધતિ છે જેનાથી નેટવર્ક વગર પણ કોલિંગ થાય છે! ઘણા લોકો આ જાણતા નથી
Wifi Calling: એક એવી પદ્ધતિ છે જેનાથી નેટવર્ક વગર પણ કોલિંગ થાય છે! ઘણા લોકો આ જાણતા નથી
ફાઇલ તસવીર
Wifi Calling: જો ફોનમાં નેટવર્ક ન હોય તો તે એક મોટી સમસ્યા છે. કારણ કે, આવી સ્થિતિમાં આપણે કોઈને ફોન કરી શકતા નથી. પરંતુ એક એવી રીત પણ છે જેના દ્વારા ફોનમાં નેટવર્ક વગર પણ કોલ કરી શકાય છે.
Wifi Calling: મેસેજિંગથી વાતચીત કરવી ખૂબ જ સરળ છે, પણ કૉલ પર જેટલી સારી વાત થાય છે, એટલી બધી વાતો મેસેજમાં લખીને થઈ શકતી નથી. એટલા માટે જો સારું નેટવર્ક ન હોય તો કૉલ કરવામાં મોટી સમસ્યા થાય છે અને વિચારો કે જો ફોનમાં નેટવર્ક નથી, તો તેનો અર્થ એ છે કે કૉલ બિલકુલ કરી શકાતો નથી. પરંતુ શું તમે જાણો છો કે, વાઇફાઇ કોલિંગથી આવું કરવું શક્ય છે. હા, વાઇફાઇ કૉલિંગ વડે સેલ્યુલર નેટવર્ક વિના કૉલ કરી શકાય છે. હવે સવાલ એ થાય છે કે, આ વાઇફાઇ કોલિંગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
વાઇફાઇ કૉલિંગ એક એવી ટેક્નિક છે, જેમાં તમે તમારા સિમ કાર્ડના સેલ્યુલર નેટવર્કને બદલે બ્રોડબેન્ડ કનેક્શન દ્વારા કોઈપણ સાથે વાત કરી શકો છો. આ સુવિધા હેઠળ, તમે એવા સ્થળોએ પણ સરળતાથી કૉલ કરી શકો છો જ્યાં તમારા સિમ કાર્ડમાં નેટવર્ક યોગ્ય રીતે નથી આવી રહ્યું. એટલે કે, WiFi કૉલ્સ માટે સેલ્યુલર નેટવર્કની જરૂર નથી.
Wifi કૉલિંગનો ફાયદો એ છે કે, વપરાશકર્તાઓ ઓછા અથવા શૂન્ય નેટવર્કમાં પણ HD વૉઇસ કૉલ કરી શકશે. જો કે, આ માટે તેમના બ્રોડબેન્ડમાં સારી સ્પીડ હોવી જરૂરી છે. મોટાભાગના સ્માર્ટફોનમાં યુઝર્સને હવે વાઇફાઇ કોલિંગ ફીચર મળે છે. તેથી આ સુવિધાનો લાભ મેળવવો પણ સરળ છે.
1) સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ. 2) Wifi અને નેટવર્ક વિકલ્પ પસંદ કરો. 3) અહીં તમારે સિમ અને નેટવર્ક સેટિંગ્સ પસંદ કરવાનું રહેશે. 4) હવે તમારે એક્ટિવ સિમ પસંદ કરવાનું રહેશે. 5) અહીં VoLTE અને Wi-Fi કૉલિંગ બંનેને enable કરો. 6) આ રીતે તમે Wifi કૉલિંગ માટે તૈયાર થઈ ગયા છો.
નોંધ: શક્ય છે કે આ સેટિંગ અલગ-અલગ ફોનમાં અલગ-અલગ જગ્યાએ હશે.
સારી વાત એ છે કે, તમારી પાસે વાઈફાઈ કોલિંગ માટે કોઈપણ કંપનીનું બ્રોડબેન્ડ કનેક્શન હશે તો ચાલશે. તમારી પાસે બ્રોડબેન્ડ કનેક્શન અને WiFi કૉલિંગને સપોર્ટ કરતો મોબાઇલ હોવો આવશ્યક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર