વાઈ-ફાઈમાં નવી ટેક્નોલોજી, હવે ડિવાઈસ 1 કિલોમીટર સુધીની રેન્જ પકડી શકશે!

વાઈફાઈ ડિવાઇસ (પ્રતીકાત્મક તસવીર)

WiFi HaLow: હાલમાં જે વાઈ ફાઈ ટેક્નિક છે, તે 2.4Ghz થી 5Ghz સ્પેક્ટ્રમ પર કામ કરે છે. જ્યારે વાઈ ફાઈ હેલોને 1Ghzથી ઓછા સ્પેક્ટ્રમ પર કામ કરવા માટે વિકસિત કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈ: વાઈ-ફાઈ (Wifi) પણ હવે હાઈ ફાઈ થઈ જશે! વાઈ ફાઈની નવી ટેક્નોલોજી વાઈ ફાઈ હેલો (WiFi HaLow) લોન્ચ થયા બાદ અનેક બાબતો બદલાઈ જશે. આ નવી ટેક્નિકથી વાઈ ફાઈની રેન્જ માત્ર કેટલાક મીટર સુધી નહીં પરંતુ, એક કિલોમીટર સુધી પકડાશે. બિઝનેસ ઈન્સાઈડરના એક રિપોર્ટ અનુસાર વાઈ ફાઈ એલાયન્સ (Wi-Fi Alliance) દ્વારા આ ટેક્નિકને ડેવલપ કરવામાં આવી રહી છે. Wi-Fi Alliance વાઈ ફાઈ ટેકનોલોજી પર કામ કરનાર કંપનીઓનું એક નેટવર્ક છે. HaLowને લો પાવર અને હાઈ રેન્જના ઉદ્દેશ્યથી વિકસિત કરવામાં આવી છે.

વાઈ ફાઈ હેલોને ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) પર ફોકસ કરીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઈ ફાઈ હેલોનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક, કૃષિ, સ્માર્ટ બિલ્ડીંગ અને સ્માર્ટ સિટી વાતાવરણમાં ઉપયોગ કરવાના કેસમાં સક્ષમ કરવાનો છે.

વાઈ ફાઈ હેલોમાં ખાસ શું છે?

વાઈ ફાઈ એલાયન્સનો દાવો છે કે, વાઈ ફાઈ હેલો વાયરલેસ કનેક્ટિવિટી માટે બ્રોડ દ્રષ્ટીકોણ સ્વીકૃત કરે છે. જેની રેન્જ લગભગ એક કિલોમીટર સુધીની છે. આ પ્રકારનું વાતાવરણ દીવાલો તથા અન્ય પ્રકારની અડચણને ભેદ કરવાની ક્ષમતા રાખે છે. જે વાઈ ફાઈ યૂઝર્સને યોગ્ય કનેક્ટિવિટી પૂરી પાડવાનો દાવો કરે છે.

આ પણ વાંચો: 14 દિવસ સુધી ચાલશે Redmi સ્માર્ટ બેન્ડની બેટરી, ભારતમાં 30 નવેમ્બર થશે લૉંચ

હાલમાં જે વાઈ ફાઈ ટેકનિક છે, તે 2.4Ghz થી 5Ghz સ્પેક્ટ્રમ પર કામ કરે છે. જ્યારે વાઈ ફાઈ હેલોને 1Ghzથી ઓછા સ્પેક્ટ્રમ પર કામ કરવા માટે વિકસિત કરવામાં આવી છે. જેનો અર્થ છે કે, તેમાં ઓછી વીજળીનો વપરાશ થાય છે. ઉપરાંત આ ટેક્નિક લો ફ્રિકવન્સી (Low Frequency)માં પણ લાંબા અંતર પર ડેટા ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા રાખે છે.

આ પણ વાંચો: વોઇસ રેકોર્ડિંગને લઈને વોટ્સએપ લાવ્યું શાનદાર ફીચર, જાણો યૂઝર્સને શું ફાયદો થશે

આ ટેક્નિક ક્યારે લોન્ચ થશે?

વાઈ ફાઈ હેલોને લોન્ચ કરવાની કોઈ સ્પષ્ટ ટાઈમલાઈન નથી. આ વર્ષની શરૂઆતમાં વાઈ ફાઈ એલાયન્સે જણાવ્યું હતું કે, તે 2021ના ચોથા ક્વાર્ટરમાં ડિવાઈસ સર્ટિફિકેશન શરૂ થઈ શકે છે. જેથી કહી શકાય કે, આગામી વર્ષે આ ટેક્નિકનો ઉપયોગ કરી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published: