Home /News /tech /Wifi 7: ઇન્ટરનેટ સ્પીડને લાગશે પાંખો, આવતા વર્ષ સુધી આવી જશે આ નવી ટેક્નોલોજી

Wifi 7: ઇન્ટરનેટ સ્પીડને લાગશે પાંખો, આવતા વર્ષ સુધી આવી જશે આ નવી ટેક્નોલોજી

ક્વોલકોમ (Qualcomm) અને મીડિયાટેકે (Mediatek) વાઈફાઈના અપગ્રેડ વર્ઝન WiFi 7 લાવવાની જાહેરાત કરી છે. (Image- istock)

Internet Speed: ઇન્ટરનેટને ઝડપી અને વધુ સારું બનાવવા માટે હવે ક્વોલકોમ (Qualcomm) અને મીડિયાટેકે (Mediatek) વાઈફાઈના અપગ્રેડ વર્ઝન WiFi 7 લાવવાની જાહેરાત કરી છે. અહીં જાણો WiFi 7 વિશે બધું જ..

Internet Speed: ઈન્ટરનેટને ઝડપી અને બહેતર બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. હવે ક્વોલકોમ (Qualcomm) અને મીડિયાટેક (Mediatek) એ Wi-Fi 6 ને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. Qualcomm એ કહ્યું છે કે તે Wi-Fi 7 પર કામ કરી રહ્યું છે જે નેક્સ્ટ જનરેશન વાયરલેસ કનેક્ટિવિટી સ્ટાન્ડર્ડ છે. આનાથી યુઝર્સને Wi-Fi 6ની સરખામણીમાં બમણી ઇન્ટરનેટ સ્પીડ મળશે. ઉપરાંત તેની લેટન્સી પણ વધુ હશે. MediaTekએ કહ્યું છે કે નવી ટેક્નોલોજી સાથેના તેના પ્રોડક્ટ્સ 2023ની શરૂઆતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

Qualcomm એ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી Wi-Fi 7 ની જાહેરાત કરતા કહ્યું કે તેમાં લેટન્સી, સ્પીડ અને કેપેસિટીમાં સુધારો આવવાથી તેનો ઉપયોગ XR, સોશિયલ ગેમિંગ, Metaverse અને એજ કમ્પ્યુટર્સમાં કરવામાં આવશે. તો મીડિયાટેકે થોડા દિવસો પહેલા લાઇવ ડેમો સાથે Wi-Fi7ના ફાઈલોજિક કનેક્ટિવિટી પોર્ટફોલિયોની સંભવિતતા દર્શાવી હતી. કંપનીનું કહેવું છે કે અમારી કંપની Wi-Fi 7ના શરૂઆતી એડપ્ટર્સમાં સામેલ છે.

આ પણ વાંચો: 5Gથી બદલાઈ જશે દુનિયા! ફિલ્મો અમુક સેકન્ડમાં જ થઈ જશે Download

આ છે તેની ખાસિયત

Wi-Fi 7 એ વાઈ-ફાઈ 6 (WiFi 6) નું અપગ્રેડ વર્ઝન છે. આ નવા વાયરલેસ કનેક્ટિવિટી સ્ટાન્ડર્ડની સ્પીડ Wi-Fi 6 કરતા બમણી હશે. Wi-Fi 6 સ્ટાન્ડર્ડ માત્ર બે ફ્રીક્વન્સી બેન્ડ્સ ઓફર કરે છે (2.4GHz અને 5GHz), જ્યારે Wi-Fi 7 ટેક્નોલોજી ત્રણ ફ્રીક્વન્સી બેન્ડ- 2.4GHz, 5GHz અને 6GHz ઓફર કરશે. આની સાથે સ્પીડ 30GHz સુધી પહોંચી જશે, જે થન્ડરબોલ્ટ 3 પોર્ટ જેટલી જ સ્પીડ છે. Wi-Fi 7માં 30 Gbpsનું ટ્રાન્સમિશન રેટ મળશે. Wi-Fi 6માં 160 MHz બેન્ડવિડ્થનો ઉપયોગ કરવામાં આવે છે. તો Wi-Fi 7માં 320 MHz સિંગલ-ચેનલ બેન્ડવિડ્થનો ઉપયોગ કરવામાં આવશે.

આમના માટે ખૂબ જ ફાયદાકારક (Features of WiFi 7)

Qualcomm એ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે Wi-Fi 7 સાથે યુઝર્સ માટે ઘણાં બેન્ડ ઉપલબ્ધ થશે અને તમામ ફ્રીક્વન્સી બેન્ડ એકસાથે કામ કરશે. તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે, જેમાં XR, Metaverse, Social Gaming અને Cloud Computingનો સમાવેશ થશે અને યુઝર્સને AR/VR અનુભવ આપવામાં આવશે. ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને વિડિયો સ્ટ્રીમમાં પણ Wi-Fi 7નો ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટફોનમાં SIMનો આ રીતે કરો ઉપયોગ, મળશે બંપર ઇન્ટરનેટ સ્પીડ

આવતા વર્ષ સુધી આવી જશે વાઇફાઇ 7

Qualcomm કહે છે કે તે વાઈ-ફાઈ 7 ને ફાઇનલાઇઝ કરવા માટે IEEE અને WFA સભ્યો સાથે મળીને કામ કરી રહ્યું છે. વાઇ-ફાઇ 7 ટેક્નોલોજી વાળા પ્રોડક્ટ્સ માર્કેટમાં ક્યાં સુધી ઉપલબ્ધ થશે તે અંગે Qualcomm એ હજુ સુધી કંઈ જણાવ્યું નથી. તો ચિપ નિર્માતા મીડિયાટેકે કહ્યું છે કે 2023ની શરૂઆતમાં તે WiFi 7 ધરાવતા પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરશે.
First published:

Tags: Gadgets, Gadgets News, Internet, Wifi

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો