Home /News /tech /Maruti Suzuki Alto K10: શા માટે લોકોએ ખરીદવી જોઇએ ન્યૂ મારૂતિ સુઝુકી અલ્ટો કે10? કંપનીએ દર્શાવ્યા દમદાર ફીચર્સ

Maruti Suzuki Alto K10: શા માટે લોકોએ ખરીદવી જોઇએ ન્યૂ મારૂતિ સુઝુકી અલ્ટો કે10? કંપનીએ દર્શાવ્યા દમદાર ફીચર્સ

મારુતિ સુઝુકી નવી કાર

Maruti Suzuki Alto K10 Launched: મારુતિ સુઝુકી અનુસાર નવી અલ્ટો વધુ માઈલેજ આપશે. જૂની અલ્ટો(પેટ્રોલ) 22.05km/lની માઈલેજ આપે છે. જ્યારે કંપની નવી અલ્ટો 24.90km/lની માઇલેજ આપશે તેવો દાવો કરી રહી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર વેચતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ ભારતીય બજારમાં નવી Alto K10 લોન્ચ (Maruti Suzuki Alto K10 ) કરી છે. અલ્ટો ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે. કંપનીએ 2020માં અલ્ટો K10નું ઉત્પાદન બંધ કરી દીધું હતું અને હવે તેનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં ઉતાર્યું છે.

43 લાખથી વધુ ગ્રાહકોએ ખરીદી અલ્ટો


મારુતિ સુઝુકીએ 18 ઓગસ્ટના રોજ નવી અલ્ટો લોન્ચ કરી હતી. આ પ્રસંગે કંપનીના સેલ્સ અને માર્કેટિંગ હેડ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગ્રાહકોને આ નવી અલ્ટો ખૂબ જ પસંદ આવશે. તેમણે કહ્યું કે ભલે લોકો હવે SUV તરફ વળ્યા છે. પરંતુ અલ્ટોનો દબદબો એન્ટ્રી લેવલ પર યથાવત છે. તેમણે કહ્યું કે હવે 43 લાખથી વધુ ગ્રાહકોએ અલ્ટો ખરીદી છે, જે તેની સફળતા જણાવવા માટે પૂરતા છે. લોન્ચિંગ સમયે શશાંક શ્રીવાસ્તવને પૂછ્યું કે એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં આજે ઘણા વાહનો ઉપલબ્ધ છે, છતા પણ લોકો ન્યૂ અલ્ટો કે10 જ શા ખરીદે? તો તેમણે આ પ્રશ્નના જવાબમાં 5 ખાસિયતો જણાવી.

મારુતિ સુઝુકી અલ્ટો કે10 સ્પેસ


મારુતિ સુઝુકી ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પ્રથમ વિશેષતા એ છે કે તેમાં જૂની K10 કરતાં વધુ જગ્યા છે. બૂટ સ્પેસની વાત કરીએ તો, નવી અલ્ટોમાં 214 લિટર છે, જ્યારે જૂની અલ્ટોમાં 177 લિટર છે. જોકે નવી અલ્ટોની લંબાઈ જૂની અલ્ટો કરતા ઓછી છે. નવી અલ્ટોની લંબાઈ-3530 mm છે. જ્યારે જૂની અલ્ટો 3545 mmની છે. બંનેની પહોળાઈ સમાન એટલે કે 1490 mm છે, ઊંચાઈ, વ્હીલબેઝમાં પણ નવી અલ્ટોએ બાજી મારી છે.

માઇલેજ


મારુતિ સુઝુકી અનુસાર નવી અલ્ટો વધુ માઈલેજ આપશે. જૂની અલ્ટો(પેટ્રોલ) 22.05km/lની માઈલેજ આપે છે. જ્યારે કંપની નવી અલ્ટો 24.90km/lની માઇલેજ આપશે તેવો દાવો કરી રહી છે.

ડિઝાઇન


કંપનીનું કહેવું છે કે નવી અલ્ટો ખૂબ જ આકર્ષક છે અને દરેક ઉંમરના લોકો આ કારને પસંદ કરશે. કારની ઉંચાઈ થોડી વધારે છે, જેના કારણે વાહનનો દેખાવ સારો આવે છે. તેમજ ફ્રન્ટ ગ્રિલ અને ફ્રન્ટ લાઇટ નવી આપવામાં આવી છે. આ સિવાય બેક સાઇડમાં લુકને થોડો સ્પોર્ટી રાખવામાં આવ્યો છે, બેક લાઇટને પણ અપડેટ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મારુતિની આ બે કારમાં થઈ રહ્યું છે ધનાધન બુકીંગ, એક લાખ લોકોએ કરી નાખી બુક

એન્જીન


નવી 2022 અલ્ટો K10એ 1.0L K10C એન્જિન દ્વારા સંચાલિત છે, જે Celerio અને S-Presso જેવી કારમાં જોવા મળે છે. જૂની અલ્ટો 1.0L K10B પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. નવી અલ્ટો 65.7 એચપી પાવર જનરેટ કરે છે, જ્યારે જૂની અલ્ટો 67 એચપી પાવર જનરેટ કરે છે. મારુતિ સુઝુકીની અલ્ટો કારનું આ નવું વર્ઝન કંપનીના અપડેટેડ પ્લેટફોર્મ Heartect પર આધારિત છે.

હાઇટેક ફીચર્સ


કંપનીએ ઓછી કિંમતે નવી અલ્ટોમાં ઘણી હાઇ-ટેક ફીચર્સ ઉમેર્યા છે. ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે મારુતિ સુઝુકીએ આ કારમાં ઓટો શિફ્ટ ગિયર આપ્યું છે. આ સિવાય આ નવી કારમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ સહિત 15 થી વધુ સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં સ્ટીયરિંગ માઉન્ટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ સામેલ છે.

આ પણ વાંચો:  New Alto, આ 6 તસવીરોમાં જુઓ તેની નવી ડિઝાઇન અને સેફટી ફીચર્સ

મારુતિ સુઝુકી અલ્ટો કે10 કિંમત


આપને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીએ નવી Alto K10ને રૂ. 3.99 લાખની શરૂઆતી કિંમતે લોન્ચ કરી છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 5.83 લાખ છે. જૂની Alto K10ની પ્રારંભિક કિંમત 3.39 લાખ રૂપિયા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Automobile, Maruti suzuki, કાર

विज्ञापन
विज्ञापन