Home /News /tech /Dual Sim Usage: મોબાઈલ પર વાત કરવાનું અને ઇન્ટરનેટ મોંઘું થતાં ડ્યુઅલ સિમનો ઉપયોગ ઘટ્યો

Dual Sim Usage: મોબાઈલ પર વાત કરવાનું અને ઇન્ટરનેટ મોંઘું થતાં ડ્યુઅલ સિમનો ઉપયોગ ઘટ્યો

ડ્યુઅલ સિમનો ઉપયોગ ઘટ્યો

રિપોર્ટ પ્રમાણે FY22-25 દરમિયાન ભારતમાં સ્માર્ટફોનધારકો લગભગ 50% વધીને 700 મિલિયન સુધી પહોંચશે અને ડ્યુઅલ સિમ યુઝર્સમાં 105 મિલિયનનો ઘટાડો તેમજ 4G ફીચર ફોન યુઝર્સમાં 50 મિલિયન સુધીનો ઘટાડો થઈ શકે છે.

નવી દિલ્હી: ટેરિફની કિંમતમાં વધારાના કારણે મોબાઈલ ફોન યુઝર્સમાં ડ્યુઅલ-સિમનો વપરાશ ઘટી રહ્યો છે અને ઉદ્યોગના નિરીક્ષકોના મતે આગામી ત્રણ વર્ષમાં તેમાં 25%નો ઘટાડો થવાની ધારણા છે. રિસર્ચ સંસ્થા CLSAએ FY22 સુધીમાં ડ્યુઅલ-સિમ યુઝર્સની સંખ્યા 140 મિલિયન હોવાનું અનુમાન લગાવ્યું છે, જે FY25 સુધીમાં ઘટીને 105 મિલિયન થઈ જશે. કારણ કે સબ્સ્ક્રાઇબર્સ સિંગલ સિમ સુધી વપરાશ સીમિત કરી દીધો છે.

સંશોધન ફર્મે અહેવાલમાં ટેલિકોમ સેક્ટરના ટ્રેન્ડને રજૂ કરતા જણાવ્યું હતું કે, FY22-25 દરમિયાન ભારતમાં સ્માર્ટફોનધારકો લગભગ 50% વધીને 700 મિલિયન સુધી પહોંચશે અને ડ્યુઅલ સિમ યુઝર્સમાં 105 મિલિયનનો ઘટાડો તેમજ 4G ફીચર ફોન યુઝર્સમાં 50 મિલિયન સુધીનો ઘટાડો થઈ શકે છે.

રિલાયન્સ જિયોએ 2016થી ફ્રી વોઈસ અને ઓછી કિંમતના પેઈડ ડેટા પ્લાન્સ લોન્ચ કર્યા હતા. ત્યારથી ડ્યુઅલ સિમ વપરાશમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. હવે કેરિયર્સે 2019 થી સમગ્ર બોર્ડમાં ટેરિફ વધારવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ટેરિફમાં 20-25%ના વધારા પછી ડ્યુઅલ સિમની સંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે મોટાભાગે સિમ કોન્સોલિડેશન અથવા યુઝર્સે તેઓ જે સિમનો ઉપયોગ કરતા નથી તેમાંથી એકને બંધ કરવાનું પસંદ કર્યું હતું.

ટેરિફમાં વધારો


રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ જણાવ્યું છે કે, સેક્ટરની નાણાકીય સ્થિતિ સુધારવા માટે, નાણાકીય વર્ષ 23 માં પણ ટેરિફમાં વધારો જોવા મળશે, તેથી નિષ્ણાતો કહે છે કે વધુ યુઝર્સ બીજા સિમનો ઉપયોગ છોડી દેશે. પ્રીપેડ અને પોસ્ટપેડ લેવલે બે માસિક ટેરિફ ચૂકવવાથી ગ્રાહકને નુકસાન થાય છે.

નિષ્ણાતોએ રોમિંગ ચાર્જ ન લાગવાથી તેમજ કેરિયર્સ દ્વારા પ્રદાન કરવામાં આવતા નેટવર્કની ગુણવત્તામાં થોડો જ તફાવત હોવાને પણ અલગ-અલગ ટેલિકોમમાંથી બે અલગ-અલગ કનેક્શન રાખવાનું ટાળવાના પરિબળો તરીકે દર્શાવ્યા હતા.

આ પણ વાંચો: શું લોકો ખરેખર કિડની વેચીને ખરીદી રહ્યાં છે iPhone 14!

જિયોના 415 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ


ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર અને ટેલિકોમ સેક્ટર લીડર પીયુષ વૈશે જણાવ્યું હતું કે, સ્પર્ધકોમાં કિંમતની સાતત્યતા અને નેશનલ રોમિંગ ચાર્જની ન હોવાના પરિણામે સબ્સ્ક્રાઇબર્સ સિંગલ સિમનો ઉપયોગ કરે છે. સમગ્ર પ્રદેશોમાં નેટવર્કની ગુણવત્તામાં ફરક ન હોવાને કારણે ડબલ સિમ્સ રાખવાની જરૂરિયાત પણ ઓછી છે. આખરે, ટેરિફમાં ક્રમશઃ વધારો અને અમર્યાદિત ડેટા પેકેજ પણ તેના માટે જવાબદાર છે.

અહીં ઉલ્લેખનિય છે કે, જિયોએ 415 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે ભારતીય ટેલિકોમ માર્કેટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને જુલાઈ સુધીમાં એરટેલે 363 મિલિયનથી વધુ યુઝર્સ સાથે નંબર 2નું સ્થાન મેળવ્યું છે, સમગ્ર ડેટામાં ટેરિફમાં સમાનતાને કારણે ગ્રાહકોમાં સ્થિરતા આવી છે.

આ પણ વાંચો: USથી આઇફોન 14 મંગાવતા પહેલા આ ચાર વાત જાણી લો

વૈશે ઉમેર્યું કે, ભારતીય ગ્રાહકો ડ્યુઅલ સિમ કલ્ચરને છોડી રહ્યા છે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં તેમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ભારતનો વર્તમાન 4G સ્માર્ટફોન બેઝ 472 મિલિયન છે જે છેલ્લા પાંચ વર્ષમાં 3.5 ગણો વધી ગયો છે. CLSA એ ઉમેર્યું હતું કે, અહીંથી અમે અનુમાન કરીએ છીએ કે FY25 સુધીમાં સેક્ટર સ્માર્ટફોન યુઝર બેઝ લગભગ 50% થી વધીને લગભગ 700 મિલિયન થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Post Paid card, Prepaid Card, Sim card, Telecom, મોબાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन