Home /News /tech /

25,000 કરતાં ઓછી કિંમતમાં OPPO F11 Pro શા માટે છે બેસ્ટ સ્માર્ટફોન

25,000 કરતાં ઓછી કિંમતમાં OPPO F11 Pro શા માટે છે બેસ્ટ સ્માર્ટફોન

તસવીર : Oppo ટ્વિટર

અમે OPPO F11 Proના એ તમામ ફીચર્સની યાદી અહીં આપી છે જે આજકાલ લોકોમાં ફોનની પસંદગી બાબતે પહેલી પસંદ બન્યા છે.

  પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ એવો કૅમેરા ધરાવતો ફોન તમને જોઈતો હોય જે લો-લાઈટમાં પણ બેસ્ટ ક્વૉલિટીના ફોટા ક્લિક કરી શકે અને ફોનની બૅટરી પણ એવી હોય જે તમને દગો આપી ન જાય તો અમે તમારા માટે લાવ્યા છીએ ઈન્ડસ્ટ્રીનો સૌથી શ્રેષ્ઠ ફોન OPPO F11 Pro.

  અને જો અમે કહું કે આ બધું તમને રૂ. 25,000 રૂપિયા કરતાં ઓછામાં મળે તો, અમને પૂરી ખાતરી છે કે તમને આશ્ચર્ય થયા વિના નહીં રહે. 24,999 રૂપિયાની કિંમતનો OPPOનો આ નવો ફોન આખી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. અમે OPPO F11 Proના એ તમામ ફીચર્સની યાદી અહીં આપી છે જે આજકાલ લોકોમાં ફોનની પસંદગી બાબતે પહેલી પસંદ બન્યા છે.

  1) કૅમેરાઃ આજકાલ દરેક જણ પોતાના ખિસ્સામાં સમાઈ જાય એવા DSLRની શોધમાં હોય છે અને OPPO F11 Proએ 48 મૅગાપિક્સેલ કૅમેરા સાથે લોકોની આ શોધને પૂરી કરી છે. તેનું ઍક્સક્લુઝિવ મૅપિંગ કર્વ અને પિક્સેલ ગ્રૅડ કલર મૅપિંગ અલગોરિધમ યુઝર્સને સ્પષ્ટ અને વાઈબ્રન્ટ પિક્ચર્સ આપે છે. આ ફોનનું ઍક્સક્લુઝિવ AI ઍન્જિન અને અલ્ટ્રા-ક્લિયર ઍન્જિન પિક્ચર્સને જુદી જુદી રીતે ઑપ્ટિમાઈઝ કરીને ક્રિસ્ટલ ક્લીયર પોટ્રેટ ઈફેક્ટ ધરાવતા ફોટા આપે છે.  તેનો મોટરાઈઝ્ડ રાઈઝિંગ કૅમેરા બહુ ઝડપથી ફોકસ કરે છે અને ફોટો બ્રાઈટ અને ક્લીયર આવે છે. ફોટો દિવસે લેવાયો હોય કે રાત્રે, તેની ક્વૉલિટીમાં કોઈ કમી રહેતી નથી. 16 મૅગાપિક્સેલના સેન્સર કૅમેરા સાથે ફોનનું સ્ક્રીન ફ્લૅશ ફંક્શન તમને લો-લાઈટમાં પણ સારો ફોટો આપે છે. વચ્ચે લગાડેલો રાઈઝિંગ કૅમેરા ફોટોની ક્વૉલિટીને ખરાબ થતી અટકાવે છે અને સૅલ્ફી નેચરલ દેખાય એમાં મદદ કરે છે. તો ફ્રન્ટ કૅમેરા તથા પારદર્શક રાઉન્ડેડ કર્વ ડિઝાઈન ફોનને અલગ બનાવે છે. OPPO ઈન્ડસ્ટ્રીની એવી પહેલી બ્રાન્ડ છે જેણે નેનો પ્રિન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ફોટોગ્રાફ્સમાં ઈન્ક-વૉશ પૅઈન્ટિંગ્સની ઈફેક્ટ આવે છે.

  આ કૅમેરાનું વધુ એક ફીચર જેની આજકાલ સર્વત્ર ચર્ચા છે એ છે તેનું પોટ્રેટ મૉડ. આ ફીચર તમારા ફોટાને પ્રોફેશનલ ટચ આપે છે. ફોનના બ્યુટી ફીચરનો ઉપયોગ કરી તમે તમારા ફોટા દ્વારા સૉશિયલ મિડિયા પર છવાયેલા રહી શકો છો.  2) બૅટરી લાઈફઃ આજના ભાગદોડભર્યા જીવનમાં થોડા સમયમાં ઘણું બધું કરવાનું હોય છે ત્યારે તમારા ફોનની બૅટરી ખતમ થઈ જાય એ છેલ્લી બાબત હશે જે તમે ઇચ્છતા હશો. ઝડપી ડાઉનલોડ અને ઓછા સમયમાં ચાર્જિંગ સાથે OPPO F11 Pro એવો સ્માર્ટફોન છે જે તમને એન્ટરટેઈનમેન્ટ માટે વધુમાં વધુ સમય આપે છે. આમાં તમને VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નૉલૉજી સાથે 4000 mAhની ક્ષમતા ધરાવતી બૅટરી મળે છે. અમે કૅમેરાનો ઉપયોગ કર્યો ત્યારે અમારામાં તારણોમાં સામે આવ્યું કે OPPO F11 Pro 15.5 કલાકની બૅટરી લાઈફ આપે છે, તો વિડિયો જોવા માટે 12 કલાક, ગેમ રમવા માટે 5.5 કલાક અને મ્યુઝિક સાંભળવા માટે 12 કલાકની બૅટરી લાઈફ મળે છે, જે ખરેખર પ્રભાવશાળી છે અને સતત ફોનને વળગેલી રહેતી જનરેશન માટે આશીર્વાદ સમાન છે.

  3) ગેમિંગ ઍક્સ્પિરિયન્સઃ આ ફોનનું લેટેસ્ટ ઑક્ટાકોર હીલિયો P70 ગેમિંગ ચિપસેટ ગેમપ્રેમીઓને શ્રેષ્ઠતમ સેટઅપ આપે છે, જેનાથી તેઓ સરળતાથી અને કોઈ અંતરાય વિના PUBG જેવી હાઈ એન્ડ ગેમ રમી શકે છે. 6GBની શક્તિશાળી રેમ અને 64GBના સ્ટોરેજ સાથે તેની હીટ મેનેજમેન્ટ સિસ્ટમ કોઈપણ જાતની મુશ્કેલી વિના ગમે રમવા દે છે, લાંબા સમય સુધી ગેમ રમવા છતાં આ સિસ્ટમ ફોનને ગરમ થવા દેતી નથી.  4) ડિઝાઈનઃ 25000 કરતાં ઓછી કિંમતની રેન્જમાં પ્રીમિયમ ફિનિશ ધરાવતા આ સ્માર્ટફોનની ડિઝાઈન ખરેખર આશ્ચર્યજનક છે. આ ફોન ન માત્ર દેખાવમાં અત્યંત આકર્ષક છે પણ એની પકડ (ગ્રિપ) પણ બહુ સારી છે અને એ ફોનને ટકાઉ બનાવે છે. એટલે હવે ફોનના ભારેખમ કવરને અલવિદા કરવાનો સમય આવી ગયો છે. આ સ્માર્ટફોન ઑરોરા ગ્રીન અને થન્ડર બ્લૅક જેવા બે અનોખા રંગોમાં ઉપલબ્ઘ છે અને દેખાવમાં સ્ટાઈલિશ પણ છે.

  OPPO F11 Proમાં તમને 6.5 ઈંચનો ડિસપ્લે મળે છે, રાઈઝિંગ કૅમેરાને કારણે આમાં તમને 90.9% સ્ક્રીન રૅશિયો મળવાની સાથે આ કૅમેરા તમને પૂર્ણ HD કન્ટેન્ટ જોવાનો અનુભવ પઽ પૂરો પાડે છે. આમાં IPS LCD પૅનલ છે જે વિજ્યુઅલ્સને 1,080 x 2,340ના રૅઝોલ્યુશન પિક્સેલમાં દેખાડે છે.

  5) AI અને ફીચર્સઃ પાવરફૂલ ક્લાઉડ સર્વિસ પૅકેજ, ડ્રૉઅર મૉડ, સરળ નેવિગેશન સિગ્નલ્સ, સ્માર્ટ રાઈડિંગ મૉડ સાથે OPPO F11 Proમાં બિલ્ટ ઈન AI (આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ) પણ છે, જે તેની મૅમરી મેનેજમેન્ટન માટે બૅકગ્રાઉન્ડ ઍપ્સને ફ્રીઝ કરી રાખે છે. વધેલા ક્લાઉડ સ્ટોરેજ સ્પેસથી એ વાતની ખાતરી રહે છે કે યુઝર્સને ક્યારેય પોતાના ફોટા કે કૉન્ટેક્ટ ડીલીટ કરવા નહીં પડે.  ક્લાઉડ સર્વિસમાં અન્ય નોંધપાત્ર બાબતોમાં ફોટો સીન્ક, વિડિયો સીન્ક, આલ્બમ શૅર, બુકમાર્ક સીન્ક, ન્યૂઝ સીન્ક (માત્ર ભારતમાં), કૉલ રેકૉર્ડિંગ સીન્ક, વાઈ-ફાઈ કી સીન્ક, એસએમએસ સેટિંગ્સ બૅકઅપ અને રિસ્ટોર, જનરલ સિસ્ટમ સેટિંગ્સ બૅકઅપ અને રિસ્ટોર, કૉલ હિસ્ટ્રી બૅકઅપ અને રિસ્ટોરનો સમાવેશ થાય છે.

  બિનજરૂરી પ્રમોશન્સ અને એડવર્ટાઈઝમેન્ટ નોટિફિકેશન્સથી તમે ત્રાસી ગયા હો તો OPPO F11 Pro તમને OPUSH ફીચર આપે છે, જેનો ઉપયોગ કરવાથી લો –પ્રાયોરિટી નોટિફિકેશન્સ આપોઆપ કોલૅપ્સ થઈ જાય છે.

  OPPO F11 Proનું સ્માર્ટ ડ્યુઅલ ચૅનલ નેટવર્ક પોતાના સ્માર્ટ એન્ટિના અલગોરિધમની મદદ થી યુઝર્સને "વીક સિગ્નલ્સ"થી છૂટકારો અપાવે છે. OPPO ના સ્માર્ટ એન્ટિના અલગોરિધમમાં ડાબે તથા જમણે સ્વિચિંગ, લૅન્ડસ્કૅપ અને પોટ્રેટ સ્વિચિંગ મોજુદ છે, જેને કારણે યુઝર્સના મોબાઈલ નેટવર્કમાં કોઈ અંતરાય ઊભો થતો નથી.  6) ખિસ્સાને પરવડે એવી કિંમતઃ OPPO F11 Proમાં એકથી એક ચડિયાતા ફીચર્સ હોવા છતાં આની કિંમત તમારા ખિસ્સાને પરવડે એવી રાખવામાં આવી છે. આ મસ્ત મજાના સ્માર્ટફોનને ગ્રાહક 25 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે ખરીદી શકે છે. પ્રીમિયમ ડિઝાઈન. 48 મૅગાપિક્સેલ કૅમેરા, જબરજસ્ત બૅટરી લાઈફ સાથે OPPO F11 Pro દેખીતી રીતે જ 25000 રૂપિયા કરતાં ઓછી કિંમતમાં બેસ્ટ સ્માર્ટ ફોન છે.

  તો રાહ શેની જુઓ છો, ખિસ્સા પર બોજ ન નાખતો આ લક્ઝરી હાઈ-એન્ડ સ્માર્ટફોન ખરીદી લો અને મેળવો અનોખો અનુભવ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Mobile and tech, Mobile and Technology, Oppo f11 pro, Smart phone, મોબાઇલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन