2010માં આઈપેડ લોન્ચ કરાયું, છતાં તેમાં કેલ્ક્યુલેટર એપ કેમ નથી! જાણો રસપ્રદ કહાની

પ્રતિકાત્મક તસવીર

તમે દરેક આઈફોન, મેક અને એપલ ઘડિયાળમાં પણ તમે સ્ટોક કેલ્ક્યુલેટર એપ જોઈ શકો છો. ત્યારે કંપની આઈપેડમાં બેઝિક અને ખૂબ જ ઉપયોગી ટુલને મુકવાનું કેવી રીતે અવગણી શકે?

  • Share this:
જ્યારે ટેકનોલોજીને વ્યાખ્યાયિત કરવાની વાત આવે છે, તો તેમાં સૌથી પહેલા એપલનું નામ લેવામાં આવે છે. એપલે 1976માં સૌથી પહેલા પ્રિ-એસેમ્બલ્ડ કમ્પ્યૂટર બનાવ્યું હતું. ત્યાર બાદ 2007માં આઈફોન લોન્ચ કર્યો હતો, જેણે આખી સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીને જ બદલી નાખી. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નિઆકે દ્વારા શરૂ કરવામાં આવેલ આ કંપનીએ લાંબી સફર કરી છે. એપલે 2010માં પહેલુ iPad લોન્ચ કર્યું હતું, પરંતુ તેમાં એક બેઝીક ફીચર નહોતું. જે સામાન્ય રીતે દરેક ગેઝેટની સ્ક્રીન પર જોવા મળે છે એ છે ‘કેલ્ક્યુલેટર’. તમે દરેક આઈફોન, મેક અને એપલ ઘડિયાળમાં પણ તમે સ્ટોક કેલ્ક્યુલેટર એપ જોઈ શકો છો. ત્યારે કંપની આઈપેડમાં બેઝિક અને ખૂબ જ ઉપયોગી ટુલને મુકવાનું કેવી રીતે અવગણી શકે?

જ્યારે iPad બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્કોટ ફોરસ્ટોલ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમને લીડ કરી રહ્યા હતા અને iOSમાં આપવામાં આવેલ શરૂઆતના સ્ક્યૂઓમાર્ફિક ઈંટરફેસ માટે તેઓ જવાબદાર છે. આ વાત યુટ્યુબ ચેનલ ‘એપલ એક્સપ્લેઈન્ડ’ પર જણાવવવામાં આવી છે.

આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ફોરસ્ટોલની આગેવાનીમાં સોફ્ટવેર ટીમ કામ કરી રહી હતી અને તેમણે કેલ્ક્યુલેટર એપ્લિકેશન ડિઝાઈન કરી ન હતી. iPhoneમાં હતું તે સોફ્ટવેરને જ સ્કેલ કરવામાં આવ્યું.

આ પણ વાંચો - દૂધમાં આ પાંચ વસ્તુ નાખી બનાવો પાવરફુલ ડ્રીંક, વાયરલ ઇન્ફેક્શન દૂર ભાગશે

સ્ટીવ જોબ્સે આઈપેડ લોન્ચ થતા પહેલા કેલ્ક્યુલેટર એપ જોઈ અને લોન્ચ થવાના થોડાક મહિના પહેલા ફોરસ્ટોલને મળ્યા અને તેમને આઈપેડની લાર્જર ડિસપ્લે કેલ્ક્યુલેટર ઈંટરફેસને ફરી ડિઝાઈન કરવા કહ્યું. આઈપેડ લોન્ચ થવાના માત્ર થોડાક સપ્તાહ પહેલા ફોરસ્ટોલ અને તેમની ટીમને ખબર પડી કે નવા કેલ્કયુલેટર ઈન્ટરફેસને ફરી ડિઝાઈન નહીં કરી શકે અને આઈપેડને કેલ્ક્યુલેટર એપ વગર લોન્ચ કરવામાં આવ્યું.

હવે આઈપેડ યૂઝર્સ થર્ડ પાર્ટીની કેલ્ક્યુલેટર એપ ડાઉનલોડ કરવા માટે મજબૂર થયા છે. આ એપનો ઉપયોગ કરતી વખતે તેમણે અનેક એડવર્ટાઈઝમેન્ટ જોવી પડે છે, જેના કારણે યૂઝર્સને મુશ્કેલી પડી રહી છે. એપલ આઈપેડ લોન્ચ થયું તેને 10 વર્ષથી અધિક સમય થઇ ગયો છે, પરંતુ કેલ્ક્યુલેટરને હજુ સુધી તેમાં સામેલ કરવામાં આવ્યું નથી.

જ્યારે આ અંગે એપલના સોફ્ટવેર એન્જીનિયરિંગ વાઈસ પ્રેસિડેન્ટ ક્રેગ ફેડેરિઘીને પૂછવામાં આવ્યું, તો તેમણે યુટ્યૂબર માર્ક્સ બ્રાઉન્લીને જણાવ્યું કે તેઓ "એકદમ સરસ આઈપેડ કેલ્ક્યુલેટર એપ" બનાવવા માંગે છે. વધુમાં જણાવ્યું કે જ્યારે અમે ખૂબ જ સારી રીતે તેને કરી શકીશું, ત્યારે જ તેને બનાવીશું.
First published: