શા માટે મળ્યો Honor 10 Liteને 10,000 રૂપિયામાં મળતા બેસ્ટ ફોનનો એવોર્ડ?

News18 Gujarati
Updated: September 26, 2019, 4:22 PM IST
શા માટે મળ્યો Honor 10 Liteને 10,000 રૂપિયામાં મળતા બેસ્ટ ફોનનો એવોર્ડ?
જો તમે તમારો જૂનો ફોન બદલવાનું વિચારી રહ્યા છો અથવા કોઈને સ્માર્ટફોન ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો Honor 10 Lite ના ફીચર્સ ઉપર એક નજર નાખી નાખી લ્યો

જો તમે તમારો જૂનો ફોન બદલવાનું વિચારી રહ્યા છો અથવા કોઈને સ્માર્ટફોન ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો Honor 10 Lite ના ફીચર્સ ઉપર એક નજર નાખી નાખી લ્યો

  • Share this:
જો તમે 10000 રૂપિયાના બજેટમાં સારી ગુણવત્તાવાળો સ્માર્ટફોન શોધી રહ્યા છો તો તમારી માટે એક સારા સમાચાર છે. Honor 10 Liteને ભારતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, ખાસ કરીને તેના સુંદર દેખાવ, તેની ડિઝાઇન અને તેના અનન્ય કેમેરા ફીચર્સ જે વ્યાજબી ભાવે મળી રહ્યો છે. તહેવારની આ મોસમમાં HONOR તેને અત્યાર સુધીનો સૌથી સ્પર્ધાત્મક બનાવવા તૈયાર છે. તેથી, જો તમે તમારો જૂનો ફોન બદલવાનું વિચારી રહ્યા છો અથવા કોઈને સ્માર્ટફોન ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો Honor 10 Lite ના ફીચર્સ ઉપર એક નજર નાખી નાખી લ્યો.

કેમેરા
આ ફોનનો કેમેરો ટેન ચોક્કસપણે બીજા ફોનથી અલગ અને વિશિષ્ટ બનાવે છે જે 13 MP + 2 MP rear AI કેમેરા અને વિશાળ F/1.8 aperture લેન્સ સાથે આવે છે. સાથે સાથે આમાં LED ફ્લેશ અને ફેસ ડિટેક્શન ઓટોફોકસના ફીચર્સ પણ સજ્જ છે. 24 MP નો AI સેલ્ફી કેમેરા તેની 4-ઇન-1 લાઇટિંગ ફ્યુઝન અને એક્સપોઝર કંપેન્સેશન તકનીક ને કારણે દિવસ હોય કે રાત, શ્રેષ્ઠ સેલ્ફીનો અનુભવ આપે છે. આ કેમેરા સાથે તમે ઓછા-પ્રકાશની સેટિંગમાં પણ 4128 x 3096 પિક્સેલ્સની ગુણવત્તાવાળા ફોટો અને વિડિઓ ઉતારી શકો છો. ખાસ કરીને જો તમે ફેસ ડિટેક્ષન, ટચ ટુ ફોકસ અને ડિજિટલ ઝૂમ જેવી સુવિધાઓને ધ્યાનમાં લો તો એકંદરે આ ફોન નો અનુભવ સંતોષકારક છે.આ ફોનનો AR મોડ તમારા ફોટોગ્રાફીના અનુભવમાં નિશ્ચિતરૂપે વધુ આનંદ ઉમેરશે કારણ કે તમે ફોટા ક્લિક કરતી વખતે બેકગ્રાઉંડ બદલી શકશો, તેમજ વિવિધ ઇફેક્ટ્સ સાથે ફોટા અને વિડિઓ પાડી શકશો. આ ફોનમાં આવતા 'એઆઈ બ્યુટી' એલ્ગોરિધમથી તમે તમારી વય, લિંગ અને ત્વચાને તમારી પસંદના આધારે કસ્ટમાઇઝ કરી શકશો, જેથી તમે તમારી ત્વચાને વધુ સ્મૂથ, ત્વચાનો રંગ અને ફોટામાંથી ચહેરાના ખીલ પણ કાઢીને એકદમ સુંદર સેલ્ફિ પાડી શકો છો.
ડિઝાઇન અને ડિસ્પ્લે
Honor 10 Lite 15.77 cm (6.21 ઇંચ)ની સ્ક્રીન અને 1080 x 2340 પિક્સેલ્સ સાથે FHD+સ્ક્રીન રીઝોલ્યુશન વાળું ડ્યૂડ્રોપ નોચ ડિસ્પ્લે સાથે આવે છે. આજ કારણે આ ફોન નું ડિસ્પ્લે મોટું છે અને બેસલ-લેસ ડિઝાઇનને 91% સ્ક્રીન-ટુ-બોડી રેશિયોનું આપે છે. અન્ય કેટલીક બ્રાન્ડ્સના ફોનમાં બ્લુ લાઇટ ફિલ્ટર હોય છે,જ્યારે HONOR ના સ્માર્ટફોન ટીયુવી રેનલેન્ડ સર્ટિફાઇડ EYE કેર મોડ સાથે આવે છે. આ ફોનની ટચસ્ક્રીન મલ્ટિ-ટચ વિધેય સાથે આવે છે. આ ફોનનો અસાધારણ દેખાવ તમને જોતજ પસંદ આવે તેવો છે જે સ્ટાઇલિશ ગ્રેડીએંટ ડિઝાઇનમાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ ફોન ખાસ કરીને તમારા હાથમાં શ્રેષ્ઠ દેખાવા માટે બનાવેલો છે.


Honor 10 Lite સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક, સેફાયર બ્લુ અને સ્કાય બ્લુ કલરમાં આવે છે. ગ્લાસ ફિનિશ બેક ફોનને એકીકૃત આકર્ષક અને સ્ટાઇલિશ લુક આપે છે.

પ્રદર્શન
Honor 10 Lite એ Kirin 710 octa -core પ્રોસેસર સંચાલિત છે, જેમાં 4 જીબી રેમ સાથે નવીનતમ એન્ડ્રોઇડ 9 (Pie) અને EMUI 9.1 અપડેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સ્મૂધ પ્રદર્શન, સુધારેલ GPU 3.0 ગ્રાફિક્સ પ્રોસેસિંગ અને ગેમ રમતા સમયે વધુ સારી ગતિ આપે છે. ગેમ રમતા સમયે તમે વગર કોઈ લેગ એક સરળ અનુભવ કરી શકો છો. અમે આટલા આત્મવિશ્વાસથી એ માટે કહીએ છીએ કારણ કે અમે આ ફોન પર PUBG, ASPHALT 9 અને Fortnite જેવી કેટલીક ભારે ગ્રાફિક ગેમ રમીને ફોન અજમાવ્યો, અને તે એકદમ સરસ રીતે ચાલ્યો.


HONOR 10 Lite પર તાજેતરના EMUI 9.1 નો અપડેટ ખૂબ જ રસપ્રદ ફીચર્સ લાવ્યું છે, જે વપરાશકર્તાઓને બધા ઇનકમિંગ કોલ્સ માટે રિંગટોન તરીકે વિડિઓ સેટ કરવાની મંજૂરી આપે છે અને HONOR ના દાવા મુજબ, તે AI વિસ્તૃત કોલ્સ, AI વિઝન, AI સીન જેવી ક્ષમતાઓ પણ આપે છે.


વ્યાજબી ભાવ
તો ચાલો હવે કરીએ સૌથી વધુ કામ ની વાત - Honor 10 Lite સ્માર્ટફોનની કિંમત. Amazon અને Flipkart પર ફેસ્ટીવ સિઝન દરમિયાન આ સ્માર્ટફોન, 3 + 32 GB માટે INR 7,999, 4 + 64GB માટે INR 8,999 અને 6 + 64GB માટે INR 9,999 પર ઉપલબ્ધ હશે, જે બીજા સ્માર્ટફોનના ભાવની સરખામણીમાં સસ્તો કહી શકાય.


અંતમાં શું ફેસલો લેવો?
નોંધનીય રીતે કહીએ તો તમને ઓછા બજેટમાં તમને ઘણા નવા અને સારા ફીચર્સવાળો સ્માર્ટફોન મળે છે. આ કિંમતે, હાલની બજારમાં અન્ય બજેટ સ્માર્ટફોન લેવા કરતાં HONOR 10 Lite ખરીદવો એ ચોક્કસ સારી પસંદ રહેશે. ફોન ખૂબ જ સરસ લાગે છે અને આનંદપ્રદ અનુભવ આપે છે. હાલની તારીખમાં આ નિશ્ચિતરૂપે શ્રેષ્ઠ સ્માર્ટફોન છે જેમાં તમારે રોકાણ કરવું જોઈએ.
First published: September 26, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading