Home /News /tech /iPhone 13 series: આખરે શા માટે આટલા મોંઘા હોય છે iPhone? આ છે કારણ
iPhone 13 series: આખરે શા માટે આટલા મોંઘા હોય છે iPhone? આ છે કારણ
આઇફોન 13 સિરીઝ
Apple IPhone Series: નબળું પાસું તે છે કે એપલના આઇફોન (Apple Iphone) સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેટલી કિંમતમાં ઉપલબ્ધ નથી. તેથી તમને પણ સવાલ થતો હશે કે, એન્ડ્રોઇડ ફોનની સરખામણીએ એપલના આઇફોન આટલા મોંઘા શા માટે હોય છે? તો આજે અમે તમને તેનું સાચું કારણ જણાવશું.
ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ફોન (Smart Phones)નું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. નવી-નવી ટેક્નોલોજી અને એડવાન્સ્ડ ફીચર્સના કારણે થોડા જ મહીનાઓમાં તમને તમારો ફોન જૂનો લાગશે. દુનિયામાં આમ તો એન્ડ્રોઇડ મોબાઇલ (Android Mobile)એ સારો વ્યાપ મેળવ્યોછે. પરંતુ લોકોને સૌથી વધુ આકર્ષણ એપલ Apple આઇફોનનુ હમશં રહ્યું હોય છે. પરંતુ અહીં નબળું પાસું તે છે કે એપલના આઇફોન (Apple IPhone) સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેટલી કિંમતમાં ઉપલબ્ધ નથી. તેથી તમને પણ સવાલ થતો હશે કે, એન્ડ્રોઇડ ફોનની સરખામણીએ એપલના આઇફોન આટલા મોંઘા શા માટે હોય છે? તો આજે અમે તમને તેનું સાચું કારણ જણાવશું.
બુધવારે એપલે પોતાની iPhone 13 સીરીઝ લોન્ચ કરી છે. આ સીરીઝમાં iPhone 13 સીરીઝના ચાર મોડલ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સામેલ છે. ભારતીય બજારમાં iPhone 13ની શરૂઆતી કિંમત રૂ.79,900 છે. જોકે યુએસમાં iPhone 13ની કિંમત 6900 ડોલર (લગભગ 51,310 રૂપિયા) છે. આ કિંમતમાં આટલો તફાવત શા માટે તેને લઇને સોશ્યલ મીડિયમાં લોકોએ ખૂબ સવાલો કર્યા છે.
કિંમતોમાં તફાવત શા માટે આવે છે તે સમજવા માટે આ ઉદાહરણને સમજીએ. દાખલા તરીકે iPhone 13 મોડલ ભારતમાં આયાત(Import) કરવામાં આવશે, જેનો અર્થ છે ભારતીયોને સ્માર્ટફોન પર 22.5 ટકા કસ્ટમ ડ્યૂટી આપવી પડશે. ભારતીય ગ્રાહકોને iPhone 13 મીની ખરીદવા પર કસ્ટમ ટેક્સ તરીકે લગભગ રૂ.10,880 ચૂકવવા પડશે. આ સિવાય ગ્રાહકોને iPhone 13ની ખરીદી પર જીએસટી ચૂકવવું પડશે. હાલ iPhone 13 પર જીએસટી લગભગ રૂ.10,662 છે. બીજી તરફ યુએસએમાં ફોનની કિંમતોમાં સ્ટેટ ટેક્સ સામેલ થતો નથી. આ ટેક્સ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ન્યૂયોર્ક શહેરમાં ટેક્સનો દર 9 ટકા છે, જ્યારે ફ્લોરિડામાં તે માત્ર 7 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર લોકો એવો તર્ક લગાવી રહ્યા છે કે 1 ડોલરની કિંમત 100 ભારતીય રૂપિયાની આસપાસ છે. પરંતુ 1 ડોલર હાલ 74 ભારતીય રૂપિયાની આસપાસ છે. જોકે, સોશ્યલ મીડિયા પર ચર્ચા કરતા લોકો iPhone 13 મોડેલ્સ સાથે લાગતા ડ્યૂટી અને ટેક્સના ગણિતને ભૂલી જાય છે.
iPhone 13 સીરીઝ રેન્જ પર ગ્રાહકોને કેટલો ટેક્સ આપવો પડશે?
iPhone 13 Mini પર કુલ ટેક્સઃ રૂ.21,543
iPhone 13 પર કુલ ટેક્સઃ રૂ.24625
iPhone 13 પ્રો પર કુલ ટેક્સઃ રૂ.36,952
iPhone 13 પ્રો મેક્સ પર કુલ ટેક્સઃ રૂ.40,034
iPhone 13 પર લાગતા ટેક્સ ફોનની કિંમતોના અંતરનું સૌથી મોટું કારણ બન્યું છે. જોકે, ફોરેક્સ અને કમિશન જેવા અન્ય કારણો પણ ફોનની કિંમતો વધારે છે. એવામાં ગ્રાહકોને એકમાત્ર રાહત કેશબેક ઓફર જ આપી શકે છે. જોકે, આ વર્ષની ઓફર્સની જાહેરાત થવાનું હજું બાકી છે. આપને જણાવી દઇએ કે, iPhone 13 સીરીઝનુ વેચાણ ભારતમાં 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.