Home /News /tech /કોણ છે ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ? ભારતીય મૂળના પરાગ અગ્રવાલ વિશે 10 રસપ્રદ વાતો
કોણ છે ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ? ભારતીય મૂળના પરાગ અગ્રવાલ વિશે 10 રસપ્રદ વાતો
તસવીર સૌજન્ય: @paraga/Twitter
New CEO of Twitter, Parag Agrawal: પરાગ અગ્રવાલે કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટેની બેચલર ડીગ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બેથી મેળવી છે.
મુંબઈ: સુંદર પીચાઈ (Sundar Pichai) અને સત્ય નડેલા (Satya Nadela) પછી ફરી એક ભારતીય (Indian) મૂળના વ્યક્તિએ દિગ્ગજ ટેક કંપનીમાં પોતાનું નેતૃત્વ જમાવ્યું છે. જેક ડોર્સી (Jack Dorsey)એ ટ્વિટરના સીઈઓ (Twitter CEO) પદેથી રાજીનામું આપતાં ટ્વિટરના બોર્ડે કંપનીના CTO પરાગ અગ્રવાલ (CTO Parag Agrawal)ને નવા સીઈઓ (New CEO) તરીકે પસંદ કર્યા છે.
ડોર્સીએ જણાવ્યું કે, "મેં Twitter છોડવાનું નક્કી કર્યું છે કારણ કે મને લાગે છે કે કંપની તેના સ્થાપકોથી આગળ વધવા માટે તૈયાર છે. ટ્વિટરના સીઇઓ તરીકે પરાગ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષમાં તેણે ખૂબ જ પ્રગતિશીલતા દાખવીને કંપની માટે કામ કર્યુ છે. હું તેની આવડત, હ્યદય અને આત્મા માટે ખૂબ આદર દાખવું છું. હવે તેનો સમય છે કે તે કંપનીનું નેતૃત્વ કરે."
ટ્વિટરની કમાન સંભાળતી સમયે સીઇઓ પરાગ અગ્રવાલે જણાવ્યું કે, "જેકના નેતૃત્વ હેઠળ અમે જે કંઈ પણ કામ કર્યું છે, તેના પર હવે નિર્માણ કરવા માટે આતુર છું અને આગળની તકો માટે હું અતિ ઉત્સાહિત છું. અમારા અમલીકરણમાં સુધારો કરવાનું ચાલુ રાખી અને અમે અમારા ગ્રાહકો અને શેરધારકો માટે જબરદસ્ત મૂલ્ય પ્રદાન કરીશું, કારણ કે અમે કંપનીના ભાવિને ફરીથી આકાર આપીશું."
ટ્વિટરના નવા સીઇઓ પરાગ અગ્રવાલ વિશે જાણો 10 રસપ્રદ વાતો:
>> પરાગ અગ્રવાલે કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટેની બેચલર ડીગ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બેથી મેળવી છે.
>> આઇઆઇટી બોમ્બેમાંથી પાસ થયા બાદ તેણે કમ્પ્યૂટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી હતી.
>> આપને જણાવી દઇએ કે પરાગ અગ્રવાલ આ પહેલા માઇક્રોસોફ્ટ રીસર્ચ અને યાહુ રીસર્ચમાં લીડરશીપ તરીકે પોઝિશન પર રહી ચૂક્યા છે.
>> પરાગે વર્ષ 2011માં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર જોઇન કર્યુ હતું.
>> પરાગ રેવન્યૂ અને કન્ઝ્યૂમર એન્જિનિયરિંગમાં તેમના કાર્યને કારણે ટ્વિટરના પ્રથમ વિશિષ્ટ એન્જિનિયર બન્યા હતા.
>> ટ્વિટરના જણાવ્યા અનુસાર, Twitterમાં પરાગનું કામથી 2016 અને 2017માં યૂઝર્સના વધારા પર પણ અસર પડી હતી.
>> ઓક્ટોબર, 2018માં ટ્વિટરે પરાગ અગ્રવાલની કંપનીના CTO તરીકે નિમણૂક કરી હતી.
પરાગ અગ્રવાલનું ટ્વીટ:
Deep gratitude for @jack and our entire team, and so much excitement for the future. Here’s the note I sent to the company. Thank you all for your trust and support 💙 https://t.co/eNatG1dqH6pic.twitter.com/liJmTbpYs1
>> CTO તરીકે, પરાગ કંપનીની ટેકનિકલ વ્યૂહરચના માટે જવાબદારી નિભાવતા હતી. જે સમગ્ર કંપનીમાં મશીન લર્નિંગની સ્થિતિના વિકાસને વેગ આપવા માટે મહત્વનું કાર્ય કરે છે.
>> 2019માં ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ પરાગને પ્રોજેક્ટ બ્લુસ્કીના વડા બનાવ્યા. આપને જણાવી દઇએ કે, પ્રોજેક્ટ બ્લુસ્કીને Twitter પર ખોટી માહિતીને નિયંત્રિત કરવા માટે ઓપન સોર્સ આર્કિટેક્ટ્સની સ્વતંત્ર ટીમ તરીકે વિકસાવવામાં આવી હતી.