કોણ છે આકાશમાં કાર મોકલનાર એલન મસ્ક? જાણો તેમની રસપ્રદ લાઈફ વિશે

 • Share this:
  સ્ટાર્ટઅપ કિંગ એલન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના દિવસે પ્રિટોરિયામાં થયો હતો. તેમના પિતા એન્જિનિયર હતા અને માં કેનેડિયન મોડલ હતી. ઓટોરિયો સ્થિત ક્વીન્સ યૂનિવર્સિટીમાં દાખલો લેવા માટે સાઉથ આફ્રિકા છોડવું પડ્યું હતું. એલને ફિજિક્સ અને બિઝનેસમાં બેચલર ડિગ્રી મેળવી હતી, ત્યાર બાદ આગળના અભ્યાસ માટે તેઓ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં ચાલ્યા ગયા.

  એલને જિપ-2 નામથી એક કંપની બનાવી જે ઓનલાઈન પબ્લિશિંગ સોફ્ટવેર બનાવતી હતી. આ સોફ્ટવેરનો ઉપયોગ મીડિયા ઈન્ડસ્ટ્રી કરતી હતી. એલને 1999માં પોતાની કંપની જિપ-2, કોમ્પ્યુટર બનાવનાર કંપની કોમ્પેકને વેચી મારી અને 30 વર્ષની ઉંમરમાં જ તેઓ 300 મિલિયન ડોલર (લગભગ 20 અરબ રૂપિયા)થી પણ વધારે સંપત્તિના માલિક બની ગયા હતા.


  ન્યૂયોર્ક ટાઈમ્સે તેમના માટે  "આર્ગ્યુએલબી ધ મોસ્ટ સક્સેસફુલ એન્ડ ઈમ્પોર્ટન્ટ એન્ત્રોપ્રિન્યોર ઈન ધ વર્લ્ડ" શબ્દનો ઉપયોગ કર્યો હતો. એલન મસ્કે એક પ્રભાવી ઔધોગિક સામ્રાજ્ય ઉભું કર્યું છે. એલન મસ્ક પોતે પણ પોતાને એક બિઝનેસ મેન નહી પરંતુ એક ટેકનોલોજિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. તેમનો મૂળ મિજાજ પણ એક એન્જિનિયર અને ઈન્વેન્ટરનો છે.

  એલન મસ્ક ટેકનોલોજીની દુનિયાના કિંગ છે. તેમને ચાર બિલિયન ડોલર કંપનીઓ શરૂ કરી છે. જેમાં પેપાલ, ટેસ્લા, સ્પેસએક્સ અને સોલર સીટીનો સમાવેશ થાય છે. આજથી સોળ વર્ષ પહેલા તેમને પેપાલ નામની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરતી કંપનીની સ્થાપના કરી નાંખી હતી. એલને ટેસ્લા નામની કંપની શરૂ કરીને  પેટ્રોલ-ડિઝલ વગર માત્ર ઈલેકટ્રિસિટીથી ચાલતી ગાડીઓ બનાવીને દુનિયાને વધુ એક ભેટ આપી દીધી હતી. ટેસ્લા આજે કાર બનાવતી વિશ્વની સૌથી એક્સાઈટિંગ કંપની ગણાય છે. ટેસ્લાએ બનાવેલી કારની એન્ટ્રી થતાં જ ઓટોમોબાઈલ જગતની દિગ્ગજ ગણાતી કંપનીઓ જનરલ મોટર્સ અને જેગુઆર જેવી કંપનીઓને પણ જાહેરાત કરવી પડી હતી કે, તેઓ પણ ઈલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કરશે.

  એલન મસ્કની વધુ એક કંપનીનું નામ સ્પેસએક્સ(સ્પેસ એકસ્પ્લોરેશન) છે. આ કંપની રોકેટ બનાવે છે. જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામની કાયમી અવકાશી મથકમાં કામ કરતાં અવકાશયાત્રીઓ માટે જરૂરી માલસામાન પૃથ્વી પરથી મોકલે છે. નાસા જેવી દિગ્ગજ સંશોધન સંસ્થા પણ આ ખાનગી કંપનીને મલ્ટિ-બિલિયન ડોલરનો કોન્ટ્રેક્ટ આપે છે. સ્પેસએક્સનું હવે પછીનું લક્ષ્ય મંગળ અને અન્ય ગ્રહો પર માનવજાતને વિકસાવવાનું છે. એલન મસ્ક લાંબા ગાળાનું વિચારીને મંગળ ગ્રહ પર માનવ વસાહત ઉભી કરવાનું વિચારી રહ્યાં છે. જ્યારે પૃથ્વીનો વિનાશ થઈ જશે તેવી સ્થિતિમાં માનવજાતને બીજે ક્યાંક આશરો મળી રહે તે માટે હાલમાં એલન મસ્ક ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યાં છે. તે માટે દુનિયાભરના લોકોની નજરો પણ તેમના પર ટકેલી છે. આમ સ્પેસએક્સ રોકેટ બનાવવાની સાથે-સાથે માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

  તે ઉપરાંત એલનની ચોથી કંપની સોલર સિટી ઈકો ફ્રેન્ડલી એનર્જી અને એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. તે ઉપરાંત હાલમાં એલન યાત્રાને આંખના પલકારામાં પૂરી કરવા માટે હાઈપરલૂપ નામની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. જે ટેકનોલોજી દ્વારા લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ રોકેટની સ્પિડથી યાત્રા કરી શકશે. એટલે કે અમદાવાદથી મુંબઈ જવામાં 15 મીનિટ પણ લાગશે નહી. આમ એલને દુનિયાને એવી ટેકનોલોજીની ભેટ આપી રહ્યાં છે, જે લોકોના જીવનને સરળ બનાવી દેશે. એલને ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાંતિ સર્જી છે.  એલનનું અગંત જીવન જોઈએ તેટલું સફળ રહ્યું નહતું. જોકે તેમના પાંચ દિકરાઓ છે.  એલન મસ્કની પહેલી પત્ની જસ્ટિસે ડિવોર્સ બાદ કહ્યું હતું કે, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ રિચર્ડ બ્રેન્સન અને એલન મસ્ક જેવી મોટી સફળતા મેળવવા માટે પાગલપણું અને ગોડલાઈક જિનેટિક્સની જરૂર પડે છે. જસ્ટિને 2000માં એલન સાથે લગ્ન કર્યા હતા. જિસ્ટન એક લખિકા છે. એલન અને મસ્કનું પહેલું બાળક વધારે જીવી શક્યું નહતું. જોકે, પાછળથી જસિટ્ન આઈપીએફ ટેકનિકથી બે વાર ગર્ભવતી બની અને બંને વાર થઈને પાંચ બાળકોન જન્મ આપ્યો. જસ્ટિસ એક સારી લેખિકા હતી પરંતુ એલન મસ્કના પડછાયામાં તેની લેખન કળા વિકસી શકતી નહતી તેથી અંતે તેને શાહિ જીવનને ત્યજીને મસ્ક સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. હાલમાં પાંચેય દિકરા પિતા પાસે રહે છે.

  એલન અને જસ્ટિસ છૂટા પડ્યા તેના પાંચ દિવસમાં જ મસ્કે બ્રિટિશ એક્ટર્સ તલુલા રાઈલી સાથે સગાઈ કરી લીધી હતી અને 2010માં તેમને લગ્ન કરી લીધા હતા. લગ્નના બે વર્ષ બાદ તેઓએ ડિવોર્સ લઈ લીધા પરંતુ ઉતાવળમાં તેમને આ નિર્ણય લઈ લીધો હોય તેવું લાગતા બંનેએ એકવાર ફરીથી લગ્ન કરી લીધા હતા. જોકે, તે લગ્ન પણ ચાર વર્ષ સુધી જ ચાલ્યા અને એકવાર ફરીથી તેમને છૂટાછેટા લઈ લીધા હતા.

  એલનની પ્રથમ પત્ની જસ્ટિસ


  ત્યાર બાદ એલન મસ્કના જીવનમાં અંબર હર્ડ નામની સ્ત્રીની એન્ટ્રી થઈ હતી. જોકે, તેમના સાથે પણ એલનના સંબંધ વધારે ચાલ્યા નહતા. અંબર સાથેના બ્રેકઅપથી એલન ખુબ જ દુ:ખી થયા હતા. આમ વર્લ્ડનો ટેકનોલોજીનો બાદશાહ ગણાતા એલને એક જીવનસાથી સાથે જીવન ગાળવાની ઘણી બધી કોશિશો કરી પરંતુ તેમાં તેઓ સફળ થયા નહતા.

  અંબર હર્ટે એલન સાથે બ્રેકઅપ કરી લીધો તે પહેલા જ એક પત્રકાર એલનનું ઈન્ટરવ્યું લેવા માટે આવ્યો હતો, અંબરે મોબાઈલ પર જ સંબંધનો અંત આણી દીધો હતો. એલન પત્રકાર પાસે બેસ્યો હતો તે દરમિયાન જ અંબરનો ફોન આવ્યો હતો અને પંદર મીનિટમાં જ તેમના સંબંધનો અંત આવી ગયો હતો.  એલનને દુ:ખી જોઈને પત્રકારે પણ કહ્યું હતું કે, આપણે ઈન્ટરવ્યું બીજા કોઈક દિવસે ગોઠવી દઈશું, કેમ કે પત્રકારને પણ ખ્યાલ આવી ગયો હતો કે, એલનનું મૂડ કંઈક ખરાબ થઈ ગયું છે, જોકે, તેમને કહ્યું કે, ના આપણે ઈન્ટરવ્યું આજે જ પતાવી દઈશું. ત્યારે તેમને અચાનક જ પત્રકારને કહેવા લાગ્યા કે, "છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી હું ખુબ જ દુખી થઈ રહ્યો છું, ખુબ જ. એક બાજુ અંબર સાથે માથાકૂટ ચાલી રહી હતી અને બીજી બાજુ મારે ટેસ્લાનું મોર્ડલ-થ્રી લોન્ચ કરવાનું હતું. તે ઈવેન્ટ વખતે મે મારા અંદર હતું તે બધુ જ જોર લગાવીને સ્વાસ્થ દેખાવાની કોશિશ કરી. હું સવારથી જ ખુબ જ ડિપ્રેસ્ડ હતો મારે મારી જાતને સમજાવવી પડી કે પર્સનલ જીવનમાં ભલે તમે તેટલા ઉથલપાથલ થાય, પણ એક વાત સતત યાદ રાખવાની છે કે ઘણા બધા લોકો મારા પર નિર્ભર છે.  ફટ ફટ થઈ રહેલું મગજ થોડૂં શાંત થાય તે માટે મે તે દિવસે જીવનમાં પહેલી વાર મેડિટેશન પણ કર્યું હતું."

  તલુલા રાઈલી


  આમ તેઓ સ્ત્રી સાથી સાથે સંબંધ બનાવી રાખવા માટે ઘણી બધી કોશિશ કરી રહ્યાં હતા, પરંતુ તેમના સંબંધ તેમનું નસીબ કે, તેમનું કામ  ટકાવા દેતું નહતું, તેનો જવાબ તો હવે પોતે એલન મસ્ક જ આપી શકે છે. ઈન્ટરવ્યું પહેલા એલને મસ્ક પત્રકારને એટલે સુધી પૂછી નાંખ્યું હતું કે, તમારી નજરમાં કોઈ એવી લેડી છે, તેની સાથે હું ડેટીંગ કરી શકું અને તે પણ લાઈફટાઈમ માટે... આમ ટેકનોલોજીનો બાદશાહ સ્ત્રીને રિઝવવામાં નિષ્ફળ રહ્યો છે.

  અંબર હર્ટ
  Published by:Mujahid Tunvar
  First published: