મુંબઈ: લેપટોપ એક એવું સાધન છે, જેની જરૂર બિઝનેસમેન અને વિદ્યાર્થીઓને પણ હોય છે. પ્રેઝન્ટેશન આપવાનું હોય, વીડિયો કોન્ફરન્સમાં જોડાવાનું હોય કે ઑનલાઈન સ્ટડી કરવાની હોય તમામ ટાસ્ક માટે લેપટોપની જરૂરિયાત રહે છે. અહીં રૂ. 40,000ની કિંમત સુધીના લેપટોપની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ASUS, Dell, Lenovo તથા અન્ય લેપટોપ તમે રૂ. 40,000 સુધીમાં ખરીદી શકો છો. આ લેપટોપથી તમે સરળતાથી ઘરેથી અને ઓફિસમાં કામ કરી શકો છો.
ડેલ વોસ્ટ્રો 15 3500 (Dell Vostro 15 3500)
ડેલ વોસ્ટ્રો 15 3500 લેપટોપમાં ઈન્ટેલનું લેટેસ્ટ જનરેશન 11નું પ્રોસેસર ઈન્ટેલ કોર i3-1115G4 આપવામાં આવ્યું છે. જેમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ટેલ UHD ગ્રાફિક્સ હેન્ડલ આપવામાં આવ્યું છે. જો તમે તમારા બજેટમાં વધારો કરવા ઈચ્છો તો તમને પ્રોસેસર અને GPU અપગ્રેડ વર્ઝનમાં મળી શકે છે. આ લેપટોપમાં 15.6 ઈંચની FHD એન્ટી ગ્લેર LED બેકલિટ LCD પણ આપવામાં આવી છે. આ લેપટોપમાં 42Whr 3 સેલ બેટરી આપવામાં આવી છે. આ લેપટોપની કિંમત રૂ. 38,489 છે અને વજન 1.78 કિલોગ્રામ છે. આ લેપટોપમાં 1 TB SATA/8 GBGB DDR4 મેમરી આપવામાં આવી છે.
MI નોટબુક 14 ઈ-લર્નિંગ એડિશન (MI NOTEBOOK 14 E-LEARNING EDITION)
MI નોટબુક 14 ઈ-લર્નિંગ એડિશનની કિંમત રૂ. 40,00 કરતા ઓછી છે. આ લેપટોપમાં ઈન્ટેલ કોર i3-10110U ડ્યુઅલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ટેલ UHD ગ્રાફિક્સ 620 ગ્રાફિક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં ઈન્ટેલ UHD ગ્રાફિક્સ 8GB DDR4 RAM અને 256GB SATA SSD આપવામાં આવ્યું છે. આ લેપટોપ દેખવામાં ખૂબ મોડર્ન છે જે એકદમ પાતળુ છે અને તેનું વજન માત્ર 1.5 કિલોગ્રામ છે. જે તમે ખૂબ જ સરળતાથી લઈ જઈ શકો છો. લેપટોપમાં 14 ઈંચની FHD એન્ટી ગ્લેર 16:9 ડિસપ્લે અને બિલ્ટઈન વેબકેમ આપવામાં આવ્યો છે. અન્ય MI નોટબુકમાં આ ફીચર આપવામાં આવતું નથી.
HP લેપટોપ 15S-GR0012AU
આ લેપટોપમાં AMD Ryzen™ 3 3250U પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની બેઝ બ્લોક 2.6 GHz છે. આ લેપટોપમાં AMD Integrated SoC ગ્રાફિક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં 8GB DDR4 RAM અને SSD-HDD સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ લેપટોપ સ્પીડમાં વર્ક કરે તે માટે 256GB PCIe M.2 NVMe SSD નાખવામાં આવ્યું છે. HDD 1TB 5400RPM SATA ડ્રાઈવ છે. આ લેપટોપમાં 15.6 ઈંચની FHD IPS પેનલ અને 720p વેબકેમ આપવામાં આવ્યો છે. આ લેપટોપનું વજન માત્ર 1.74 કિલોગ્રામ છે.
ASUS VIVOBOOK 14 X412UA
ASUS VivoBook 14 X412UA ની કિંમત રૂ.39,500 છે. આ લેપટોપમાં ઈન્ટેલ કોર i5-10210U પ્રોસેસર આપવામાં આવ્યું છે જે, 4GB RAM અને 256GB SATA M.2 SSD સાથે આવે છે. આ લેપટોપનું વજન માત્ર 1.5 કિલોગ્રામ છે. આ લેપટોપને સરળતાથી લઈ જઈ શકાય છે. આ લેપટોપમાં 14 ઈંચની ડિસપ્લે અને 1 TB SATA/4 GBGB DDR4 મેમરી આપવામાં આવી છે.
ASUS VivoBook 15 M509DA માં 15 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. આ લેપટોપમાં AMD Ryzen™ 5 3500U પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં ઝડપી ટ્રાન્સફર સ્પીડ માટે 256GB PCIe Gen3 x2 SSD M.2 આપવામાં આવ્યું છે તથા ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. આ લેપટોપનું વજન 1.9 કિલોગ્રામ છે તથા 1 TB SATA/4 GBGB DDR4 મેમરી આપવામાં આવી છે.
LENOVO V14
Lenovo V14ની કિંમતરૂ.39,990 છે. આ લેપટોપમાં 10th જનરેશનનું ઈન્ટેલ કોર i5-1035G1 પ્રોસેસર અને 10 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટોપ દેખાવમાં ખૂબ જ મોડર્ન છે અને તેનું વજન 1.6 કિલોગ્રામ છે.
LENOVO IDEAPAD SLIM 3I
આ લેપટોપની કિંમત રૂ. 40,000 કરતા ઓછી છે. આ લેપટોપમાં ઈન્ટેલ કોર i3-1005G1 ડ્યુઅલ કોર પ્રોસેસર અને 15.6 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટોપમાં વેબકેમ અને અનેક પોર્ટ આપવામાં આવ્યા છે. આ લેપટોપમાં બેકલિટ કી-બોર્ડ આપવામાં આવ્યું નથી આ લેપટોપનું વજન માત્ર 1.85 કિલોગ્રામ છે. આ લેપટોપમાં 1 TB + 8GB HDD/8 GBGB DDR4 મેમરી આપવામાં આવી છે.
આ લેપટોપમાં AMD Ryzen 5 3500U પ્રોસેસર અને Radeon Vega 8 ગ્રાફિક્સ આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં 256GB M.2 PCIe NVMe SSD અને 1TB 5400 HDD આપવામાં આવી છે. DELL INSPRION 3505માં 15.6 ઈંચની FHD એન્ટી ગ્લેર ડિસપ્લે અને 42Whr 3 સેલ બેટરી આપવામાં આવી છે. આ લેપટોપનું વજન 1.96 કિલોગ્રામ છે અને તેમાં 512 GB SSD/8 GBGB DDR4 મેમરી આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર