ભારતનો સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ '123456' નહીં પરંતુ અન્ય છે! જાણો પાસવર્ડ પર થયેલા સંશોધનનું તારણ

ભારતમાં પ્રચલિત પાસવર્ડ પર સંશોધન (પ્રતિકાત્મક તસવીર)

પાસવર્ડ મેનેજ કરતી નોર્ડપાસ (NordPass)નું કહેવું છે કે ભારતમાં "iloveyou", "krishna", "sairam" અને "omsairam" જેવા કોમન પાસવર્ડ જોવા મળે છે.

 • Share this:
  નવી દિલ્હી: ગુરુવારે પાસવર્ડ મામલે એક સંશોધિત અહેવાલ (Research on Password) પ્રગટ થયો છે. ભારતમાં એવું માનવામાં આવે છે કે સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ "123456" છે, પરંતુ હકીકતમાં આવું નથી. સંશોધન અહેવાલ પ્રમાણે ભારતમાં સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ "password" (Most popular passwords in India) છે. આશ્ચર્યજનક રીતે જાપાનમાં પણ આજ પાસવર્ડ સૌથી વધારે પ્રચલિત છે. પાસવર્ડ મેનેજ કરતી નોર્ડપાસ (NordPass)નું કહેવું છે કે ભારતમાં "iloveyou", "krishna", "sairam" અને "omsairam" જેવા કોમન પાસવર્ડ જોવા મળે છે. સૌથી પ્રચલિત પાસવર્ડની યાદીમાં '12345' કે પછી કિ-બોર્ડમાં એક પછી એક આવતા અક્ષરોના મેચિંગ સાથે બનેલા પાસવર્ડ મોખરે હતા.

  મનગમતા નામ પણ યાદીમાં મોખરે

  એટલું જ નહીં, ભારતમાં મહિલાઓ અને પુરુષો બંનેમાં મનગમતા નામ પણ પાસવર્ડની યાદીમાં ટોચ પર રહ્યા છે. બીજા અન્ય કોમન પાસવર્ડ જોઈએ તો 123456789, 12345678, india123, qwerty, abc123, xxx, Indya123, 1qaz@WSX, 123123, abcd1234 અને 1qaz છે.

  એકંદરે ભારતના પ્રસિદ્ધ પાસવર્ડની યાદી બીજા દેશો જેવી જ છે. જોકે, અમુક વાત ભારત અલગ પણ પડે છે. જોકે, ભારત એ એવા દેશમાં સામેલ છે જ્યાં પાસવર્ડ તરીકે "password"નો ઉપયોગ પ્રચલિત છે. આ સંશોધન માટે લેવામાં આવેલા 50માંથી 43 દેશમાં સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ તરીકે "123456" જોવામાં આવ્યો હતો.

  પ્રસિદ્ધ નામનો પાસવર્ડ તરીકે ઉપયોગ

  અહેવાલ પ્રમાણે ભારતમાં પાસવર્ડના અલગ અલગ કોમ્બિનેશન જોવા મળ્યા હતા. જેમાં કિબોર્ડની કીને ડાબીથી જમણે કે પછી જમણેથી ડાબી બાજુ પ્રેસ કરીને બનાવવામાં આવતા પાસવર્ડ પ્રસિદ્ધ છે. મહિલાઓ અને પુરુષોમાં પાસવર્ડ તરીકે કોઈ નામ રાખવાની પ્રથા પણ બહુ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે લોકો "priyanka", "sanjay", "rakesh" અને અન્ય નામ પાસવર્ડ તરીકે રાખે છે.

  અંગ્રેજીના પ્રેમ દર્શાવતા કે સૌથી પ્રસિદ્ધ શબ્દો પણ પાસવર્ડ તરીકે જોવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો iloveyou", "sweetheart", "lovely", "sunshine" અને અન્ય શબ્દો પાસવર્ડ તરીકે જોવા મળ્યા હતા.

  આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે-જાણો વિગત

  200માંથી 62 પાસવર્ડ એક સેકન્ડમાં ક્રેક કરી શકાય તેવા

  ઉલ્લેખનીય છે કે તમારે પાસવર્ડ જેટલો નબળો કે સરળતાથી અંદાજ લગાવી શકાય તેવો હોય તો હેકર્સ તેને સરળતાથી ક્રેક કરી શખે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર 200 પાસવર્ડમાંથી 62 પાસવર્ડ એવા હોય છે જેને સેકન્ડમાં જ ક્રેક કરી શકાય છે.

  નોર્ડપાસના CEO Jonas Karklys તરફથી કહેવામાં આવ્યું છે કે, "કમનસિબે દિવસેને દિવસે લોકો નબળા પાસવર્ડ સેટ કરી રહ્યા છે. આ પાસવર્ડને સરળતાથી ક્રેક કરી શકાય છે. લોકો સારો અને મજબૂત પાસવર્ડ રાખવાની પણ તસ્દી લેતા નથી. એક વાત યાદ રાખો કે આપણી ડિજિટલ દુનિયાનો ગેટવે પાસવર્ડ છે. આ એવી દુનિયાન છે જ્યાં આપણે વધુને વધુ સમય વિતાવવા લાગ્યા છીએ. આથી સાઇબર સિક્યોરિટી મામલે આપણે જાગૃત થઈએ તે જરૂરી છે."

  આ પણ વાંચો: 18GB RAM સાથેનો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન, ભારતમાં 25મી નવેમ્બરે થશે લૉંચ- જાણો વધારે વિગત

  મજબૂત પાસવર્ડ સેટ કરો

  જો તમારે પાસવર્ડ પર ઉપર જણાવ્યા પ્રમાણે હોય તો તેને તાત્કાલિક બદલો અને કોઈ મજબૂત પાસવર્ડ સેટ કરો. તમારે કોઈ એવો પાસવર્ડ પસંદ કરવો જોઈએ જે નંબર, અક્ષરો અને સ્પેશિયલ કેરેક્ટરનો બનેલો હોય. અહેવાલમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આજકાલ દરેક વ્યક્તિના ડિજિટલ વર્લ્ડમાં અસંખ્ય એકાઉન્ટ હોય છે. આથી જો દરેકનો પાસવર્ડ મજબૂત રાખવામાં આવે તો તેમને યાદ રાખવા મુશ્કેલ છે. આ જ કારણ છે કે લોકો સરળ પાસવર્ડ રાખી દેતા હોય છે. જોકે, આ તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: