...જ્યારે દેશમાં પ્રથમ વખત મોબાઇલ ફોન પર બે વ્યક્તિએ વાતચીત કરી હતી

જુલાઇ, 1995માં દેશમાં કોલકાત્તાથી નવી દિલ્હીમાં પ્રથમ મોબાઇલ કોલ થયો હતો.

આ ફોન કરનાર એક વ્યક્તિ કલકત્તા (હાલ કોલકાત્તા)ના રાઇટર બિલ્ડિંગ ખાતે હતી અને બીજી વ્યક્તિ નવી દિલ્હીના સંચાર ભવનમાં હતી.

 • Share this:
  નવી દિલ્હી : આજકાલ મોબાઇલ ફોન (Cell Phone) કે સેલ ફોન હોવો એ કોઈ નવાઇની વાત નથી. આજે બજારમાં એકથી એક ચડિયાતા સ્માર્ટફોન (Smartphone) ઉપલબ્ધ છે. પરંતુ આજથી બરાબર 25 વર્ષ પહેલા ભારતમાં મોબાઇલ ફોનમાંથી પ્રથમ કોલ કરવામાં આવ્યો હતો. જે બાદમાં ભારતમાં ટેલિફોન ક્રાંતિ (Telecome Revolution) થઈ હતી અને લોકો જે રીતે એકબીજા સાથે વાતચીત કરતા હતા તેની રીત જ બદલાઈ ગઈ હતી.

  તત્કાલિન કેન્દ્રીય ટેલિકોમ મંત્રી સુખ રામ (Sukh Ram) અને પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુ (Jyoti Basu)એ 31મી જુલાઇ, 1995ના રોજ મોબાઇલ ફોન પર વાતચીત કરી હતી. ભારતમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને કરવામાં આવેલો આ પ્રથમ ફોન કોલ હતો.

  આ ફોન કોલ જુલાઇ, 1995માં કરવામાં આવ્યો હતો. આ ફોન કરનાર એક વ્યક્તિ કલકત્તા (હાલ કોલકાત્તા)ના રાઇટર બિલ્ડિંગ ખાતે હતી અને બીજી વ્યક્તિ નવી દિલ્હીના સંચાર ભવનમાં હતી. આ ફોનકોલ ભારતની પ્રથમ સેલ્યુલર સેવા મોદી ટેલસ્ટ્રા પરથી કરવામાં આવ્યો હતો. કલકત્તા ખાતે મોદી ટેલસ્ટ્રાએ પોતાની મોબાઇલનેટ સેવા શરૂ કરી હતી.

  આ પણ વાંચો : SMCની તિજોરી ખાલી, કોરોનાની કામગીરી માટે રાજ્ય સરકાર પાસેથી રૂ. 128 કરોડ માંગ્યા

  મોદી ટેલસ્ટ્રા એ ભારતના મોદી ગ્રુપ અને ઓસ્ટ્રેલિયાના ખૂબ વિશાળ ટેલસ્ટ્રા જૂથનું સંયુક્ત સાહસ હતું.આ કંપનીનો સમાવેશ એવી આઠ કંપનીમાં થતો હતો જેમને ભારતમાં મોબાઇલનેટ સેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. દેશના ચાર મોટા શહેરમાં બે બે લાઇસન્સ આપવામાં આવ્યા હતા.

  નીચે વીડિયોમાં જુઓ : સુરતમાં ગોવિંદા ઉત્સવ રદ

  ભારતની વાત કરવામાં આવે તો 1995 પછી આ દિશામાં ખૂબ પ્રગતિ થઈ છે. 2015 સુધીમાં ભારતમાં દેશમાં કુલ ટેલિફોન જોડાણની સંખ્યા એક બિલિયનને પાર કરી ગઈ હતી. એક બિલિયન જોડાણમાંથી આશરે 975.78 જોડાણ વાયરલેસ કે પછી મોબાઇલ કનેક્શન હતા. સપ્ટેમ્બર, 2019 સુધીના ડેટા જોઈએ તો દેશમાં કુલ ટેલિફોન જોડાણ 1,195.24 મિલિયન છે. જેમાંથી શહેરી વિસ્તારના જોડાણની સંખ્યા 677.95 મિલિયન અને ગ્રામ્ય વિસ્તારમાં જોડાણની સંખ્યા 517.29 મિલિયન છે.
  Published by:Vinod Zankhaliya
  First published: