જ્યારે એપલની ઘડિયાળે બચાવી એક માણસની જિંદગી

જ્યારે એપલની ઘડિયાળે બચાવી એક માણસની જિંદગી
પ્રતિકાત્મક તસવીર

એપલની સ્માર્ટવોચે 34 વર્ષના એક માણસની જિંદગી બચાવી છે. તમે વિચારી રહ્યા હશો કે, એક ઘડિયાળ માણસની જિંદગી કેવી રીતે બચાવી શકે.

  • Share this:
    એપલની સ્માર્ટવોચે 34 વર્ષના એક માણસની જિંદગી બચાવી છે. તમે વિચારી રહ્યા હશો કે, એક ઘડિયાળ માણસની જિંદગી કેવી રીતે બચાવી શકે. સ્વીડનમાં એક માણસ ખાવાનું બનાવતું હતું ત્યારે ગરમ સ્ટવની સામે પડી ગયો હતો. આ વ્યક્તિે જણાવ્યું કે, એપલની સ્માર્ટવોચના 4ના ફોલ ડિટેક્શન ફિચરે તેની જિંદગી બચાવી છે. તેણે જણાવ્યું કે, તે જ્યારે ખાવાનું બનાવી રહ્યો હતો ત્યારે તેની પીઠમાં અસહ્ય દુઃખાવો થયો હતો જેનાથી તે કિચનમાં પડી ગયો હતો.

    એપલ વોચના ફોલ ડિટેક્શન ફિચરે કર્યું એલર્ટ


    એ વ્યક્તિએ જણાવ્યું કે, તે બિલકુલ હલનચલન નતી કરી શકતો. તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. એપલની વોચ 4ના ફોલ ડિટેક્શન ફિચરે આ માણસ પડવાની સાથે જ બાજુમાં રહેતી તેની સાસુને જાણ કરી હતી. અને સાસુ તરત જ તેના ઘરે પહોંચી અને તેને હોસ્પિટલ લઇ ગઇ.

    આ વોચ ઇમરજન્સી સર્વિસને ઓટોમેટક રીતે કોલ કરે છે
    એપલ વોચની કોઇપણ વ્યક્તિને પડવાની સાથે 60 સેકન્ડમાં અંદરથી હલન ચલન ન થવાની સ્થિતિમાં ઓટોમેટિક રીતે ઇમરજન્સી સર્વિસને કોલ કરે છે. ઇમરજન્સી કોન્ટ્રેક્ટના લોકેશનની સાથે મેસેજ પણ મોકલે છે. ફોલ ડિટેક્શન ફિચર એપલ વોચ 4ના બધા જ મોડલમાં ઉપલબ્ધ છે. ફોલ ડિટેક્શન ફિચરને ઘડિયાળમાં મેન્યુઅલી ચાલુ કરવું પડે છે. આ વ્યક્તિ ખુબ નસીબદાર છે કે તેની આ ઘડિયાળમાં આ ફિયર ઇનબિલ્ટ હતું.

    એપલ વોચમાં ECGનું પણ ફિચર
    65 વર્ષ કે એનાથી ઉપરની ઉંમરના દરેક યુઝર્સને ફોલ ડિટેક્શન ફિચરને ડિફોલ્ટ તરીકે સેટ કરવામાં આવે છે. એપલ વોચ 4માં ECG અને AFibની જાણ કરનારું ફિચર છે. જોકે, આ ફિચર પણ માત્ર અમેરિકામાં ઉપલબ્ધ છે. એપલ પોતાની સ્માર્ટ વોચમાં નવા નવા ફિચર જોડે છે. એપલ વોચ લાઇફ સર્વિંગ ફિચર મોટાભાગે હૃદયથી જોડાયેલી બિમારીઓથી ખ્યાલ રાખવામાં ખુબ જ કારગર સાબિત થઇ શકે છે.
    Published by:News18 Gujarati
    First published:October 29, 2018, 21:00 IST

    ટૉપ ન્યૂઝ