Home /News /tech /જ્યારે Amazonના CEO જેફ બેઝોસે ગુસ્સામાં Alexaને કહી દીધું: 'પોતા માથામાં ગોળી મારી દે'
જ્યારે Amazonના CEO જેફ બેઝોસે ગુસ્સામાં Alexaને કહી દીધું: 'પોતા માથામાં ગોળી મારી દે'
ફાઈલ તસવીર
એકેલ્સાના ડેવલપમેન્ટ તબક્કા દરમિયાન એક સમય એવો આવ્યો હતો, કે એમેઝોનના સીઈઓએ એલેકસા પર પિત્તો ગુમાવ્યો હતો. ત્યારે બધા સમજી બેઠા હતા કે આ ઉપકરણ ક્યારેય બજારમાં નહીં આવે.
અત્યારે ભલે એલેક્સા (Alexa) એક પ્રશ્ન પુછતા જ ચપટી વગાડતા જવાબ આપે છે. પરંતુ તમને ખબર નહીં હોય, તેને બનાવવામાં કંપનીને કેટલી નિષ્ફળતા પ્રાપ્ત થઇ હતી. એમેઝોનના (Amazon) એલેક્સા ડિવાઇસ અન્ય સારા ઉત્પાદનોની જેમ બજારમાં આવે તે પહેલાં હાર્ડ ડેવલોપમેન્ટ અને પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. જોકે, આ એકેલ્સાના ડેવલપમેન્ટ તબક્કા દરમિયાન એક સમય એવો આવ્યો હતો, કે એમેઝોનના સીઈઓએ એલેકસા પર પિત્તો ગુમાવ્યો હતો. ત્યારે બધા સમજી બેઠા હતા કે આ ઉપકરણ ક્યારેય બજારમાં નહીં આવે.
એક અહેવાલ મુજબ, એલેક્સા બેઝોસના આદેશોને સમજવામાં નિષ્ફળ રહ્યું હતું અને તેનાથી તેઓ એટલા હતાશ હતા કે તેમણે ગુસ્સાથી એલેક્સાને આદેશ આપ્યો હતો કે 'પોતાના માથામાં ગોળી મારી દે'. આ ઘટના 2013માં બેઝોસના ઘર ખાતે અગાઉના પ્રોટોટાઇપ પ્રોડક્ટના પરીક્ષણ દરમિયાન બની હતી. આ ઉપકરણને પાછળથી 'ડોપ્લર' તરીકે ઓળખવામાં આવ્યું.
બેઝોસ સાથે ડિવાઇસની પર કામની સમીક્ષા કરનાર ઇજનેરે એમ માની લીધું હતું કે પ્રોડક્ટ ખતમ થઇ ગઈ છે. હવે તેઓ તેને બનાવવા માટે સમર્થ નથી. આ ઘટસ્ફોટ લેખક બ્રાડ સ્ટોને તેમના પુસ્તક Amazon Unbound: Jeff Bezos and the Invention of a Global Empireમાં કર્યો છે. પ્રોડક્ટના બીટા પરીક્ષકો અને એમેઝોન મેનેજર નીલ એકરમેને પણ એવું કહ્યું હતું કે આ ઉપકરણ આદેશને 'ભાગ્યે જ' સમજી શકશે અને સાચો જવાબ આપશે.
જો કે પ્રોડક્ટ માટે કામ કરતી ટીમના પ્રયત્નો નિરર્થક ન ગયા અને તેઓએ AI ટેકનોલોજીને 'સ્માર્ટ' બનાવવાની વધુ રીતો શોધી કાઢી. એલેક્સાના એમેઝોનના પ્રથમ વર્ઝનને એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ ઉત્પાદને ગ્રાહકોમાં ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે અને એમેઝોન કંપની એ એલેક્સા બિલ્ટ-ઇન સાથે 100 મિલિયનથી વધુ ઉપકરણો વેચ્યા છે.
" isDesktop="true" id="1096470" >
તમે હાર માનવાની છોડી દો તો કોઈ કાર્ય અશક્ય નથી. અને આપણે જાણીએ છીએ કે બેઝોસ આમ કરી ચૂક્યા છે. હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બેઝોસે 1994 માં એમેઝોન સાથે ખૂબ જ નાના પાયે શરૂઆત કરી હતી. તેમની હાલની કુલ સંપત્તિ 184 અબજ ડોલર હોવાના અહેવાલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર