ભારતમાં કારોબાર કરી રહેલી સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગુ ગઈ જાય છે તો તેનાથી WhatsAppના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક સિનિયર કાર્યકારીએ બુધવારે આ જાણકારી આપી. ભારતમાં WhatsAppના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે સૌથી મોટું બજાર છે. કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અબજ યૂઝર્સ છે.
એક મીડિયા વર્કશોપ દરમિયાન WhatsAppના કોમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વૂગે આઈએએનએસને જણાવ્યું કે, પ્રસ્તાવિત નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે, તે મેસેજિસ પર માહિતી મેળવવા પર ભાર મૂકવો છે.
ફેસબુકની માલિકીવાળા WhatsApp ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શનની રજૂઆત કરે છે, જેનો અર્થ એ છે કે માત્ર મોકલનરા અને પ્રાપ્ત કરનારા જ સંદેશને વાંચી શકે છે. ત્યાં સુધી કે WhatsApp પણ જો ઈચ્છે તો મોકલવામાં આવેલા સંદેશાઓને વાંચી નથી શકતું. વૂગનું કહેવું છે કે આ ફીચર વગર WhatsApp બિલકુલ નવી પ્રોડક્ટ બની જશે.
વૂગ, અમેરિકામાં બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં તેમના પ્રવક્તા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓએ કહ્યું કે, પ્રસ્તાવિત ફેરફાર જે લાગુ થવા જઈ રહ્યો છે, તે મજબૂત ગોપનીયતા સુરક્ષાની અનુરૂપ નથી. જેવું દુનિયાભરના લોકો ઈચ્છે છે.
તેઓએ કહ્યું કે, અમે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન પૂરું પાડીએ છીએ, પરંતુ નવા નિયમો હેઠળ અમારે અમારી પ્રોડક્ટને ફરીથી રચવાની જરૂર પડશે. તેઓએ આગળ કહ્યું કે આવી સ્થિતિમાં મેસેજિંગ સેવા પોતાના હાલના સ્વરૂપમાં ઉપલબ્ધ નહીં રહે.
વૂગે નવા નિયમ લાગુ થયા બાદ ભારતીય બજારથી બહાર જવાની શક્યતાઓને નકારતાં આઈએએનએસને કહ્યું કે, તેના પર અનુમાન લગાવવાથી કોઈ મદદ નહીં મળે કે આગળ શું થશે? આ મુદ્દે ભારતમાં ચર્ચા કરવા માટે એક પ્રક્રિયા પહેલેથી જ છે.
એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન ફીચરથી લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે અફવા ફેલાવનારા વ્યક્તિઓ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નિયમો હેઠળ તેમને પોતાની સેવાઓનો દુરૂપયોગ અને હિંસા ફેલાવવાથી રોકવા માટે એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર