WhatsApp પર આવ્યું Voice રેકોર્ડિંગ સાથે જોડાયેલું નવું ફીચર, જાણો યૂઝર્સને શું ફાયદો થશે

વોટ્સએપનું નવું ફીચર

WhatsApp new feature: વોટ્સએપ યૂઝર્સને હવે એક પોઝ બટન દેખાશે, જેનાં ઉપયોગથી તમે નવા રેકોર્ડિંગ આઈકનને પ્રેસ કરી વોઈસ નોટ રેકોર્ડિંગને ફરીથી સાંભળી શકો છો.

  • Share this:
મુંબઈ: વોટ્સએપ બે નવા શાનદાર ફીચર્સ પર કામ કરી રહ્યું હોવાની વાત સામે આવી રહી છે. વોટ્સએપ વોઈસ રેકોર્ડિંગને પ્લે (Play) અને રિઝ્યુમ (Resume) કરવાના ફીચરને લઈને કામ કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ એપ પર લાસ્ટ સીન (Last seen)ના સ્ટેટસને કેટલાક સ્પેસેફિક કોન્ટેક્ટથી હાઈડ કરી શકાય તેવા ફીચર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. હાલ વિશેષ બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. નવા પોઝ એન્ડ રિઝ્યુમ (Pause and Resume) ફીચરના કારણે યૂઝર્સને પોતાના રેકોર્ડિંગને રોકી અને મોકલતા પહેલા તેને રિઝ્યુમ કરી શકશે.

હાલના સમયમાં યૂઝર્સ માત્ર એક વોઈસ મેસેજને એક જ વખતમાં રેકોર્ડ કરી અને મોકલી શકે છે. મોકલતા પહેલા યૂઝર્સ પોતાની રેકોર્ડિંગ સાંભળી શકતા નથી.

નવું ખાસ ફીચર બીટા ટેસ્ટર માટે રોલ આઉટ 

Wabetainfo મુજબ વોઈસ રેકોર્ડિંગ ફીચર આપણાં વોટ્સએપ અકાઉન્ટ માટે ઉપલબ્ધ છે. WhatsApp નવું ખાસ ફીચર બીટા ટેસ્ટર માટે રોલ આઉટ કરી રહ્યું છે. જો તમને વોઈસ રેકોર્ડિંગ દરમિયાન વોઈસ વેવ ફોર્મ દેખાય છે, તો તમે આ ફીચર મેળવી શકો છો. વોઈસ મેસેજ મોકલીને જુઓ, જો તમને પોઝ આઈકન દેખાય તો આનો અર્થ છે કે આ ફીચર તમારી માટે ઉપલબ્ધ છે.

વોટ્સએપ યૂઝર્સને હવે એક પોઝ બટન દેખાશે, જેનાં ઉપયોગથી તમે નવા રેકોર્ડિંગ આઈકનને પ્રેસ કરી વોઈસ નોટ રેકોર્ડિંગને ફરીથી સાંભળી શકો છો. આની માટે તમારે નવો વોઈસ રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. જો હજી સુધી તમને આ સુવિધા પ્રાપ્ત થઈ નથી તો આની માટે તમારે હજી થોડી રાહ જોવાની જરૂર પડશે.

આ પણ વાંચો: WhatsApp લૉંચ કરી શકે છે કમ્યુનિટી ફીચર, ગ્રુપ એડમિનને મળશે વધુ પાવર

ઝડપથી જ તમે પોતાનું લાસ્ટ સીન હાઈડ કરી શકશો

વોટ્સએપ પર તમે બહુ ઝડપથી તમારું લાસ્ટસીન હાઈડ કરી શકશો. અત્યારસુધી વોટ્સએપ પર યૂઝર્સ પોતાનું લાસ્ટ સીન, પ્રોફાઈલ પિક્ચર અને અબાઉટ સેક્શનને ચોક્કસ કોન્ટેક્ટ્સથી હાઈડ કરી શકતા ન હતા. પણ હવે ટૂંક જ સમયમાં આ ફીચર પણ વોટ્સએપમાં સામેલ થાય તેની સંભાવના છે. Wabetainfo દ્વારા આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જેમાં માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટનું ઓપ્શન જોવા મળશે. આ પહેલા માત્ર ત્રણ ઓપ્શન ‘Everyone’, ‘My Contacts’ અને ‘Nobody’ જ યૂઝર્સને મળતા હતા.

આ પણ વાંચો: Google pixel fold: ગૂગલે પિક્સલ ફોલ્ડ બનાવવાની યોજના રદ કરી, જાણો કારણ

હાલ અમુક એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લૉંચ કરાયું

બીટા યૂઝર્સ માટે વોટ્સએપ હાલમાં જ ‘My Contact Except’…’નું ઓપ્શન એડ કરવામાં આવ્યું છે. તેથી હાલ તમે આ ફીચરનો ઉપયોગ નહી કરી શકો. એટલું જ નહી iOS બીટા ટેસ્ટર્સને પણ આ ફીચર આપવામાં નથી આવ્યું. આને હાલ ગણતરીના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જો તમને આ ફીચર નથી મળ્યું તો તમારે થોડી રાહ જોવી પડશે.
First published: