Home /News /tech /WhatsApp પર જલ્દી આવશે Companion Mode ફીચર, જાણો તે શું છે અને કઈ રીતે ઉપયોગી બનશે
WhatsApp પર જલ્દી આવશે Companion Mode ફીચર, જાણો તે શું છે અને કઈ રીતે ઉપયોગી બનશે
WhatsApp ટૂંક સમયમાં કમ્પેનિયન મોડને રજૂ કરશે.
WhatsApp Update: વોટ્સએપ (WhatsApp) ટૂંક સમયમાં કમ્પેનિયન મોડ (Companion Mode) ફીચરને રજૂ કરશે. આની મદદથી યુઝર્સ વોટ્સએપ અકાઉન્ટને અન્ય અકાઉન્ટમાં લિંક કરી શકે છે.
WhatsApp Update: પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વધુ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનું નામ કમ્પેનિયન મોડ છે. લેટેસ્ટ બીટા અપડેટમાં ખુલાસો થયો છે કે વોટ્સએપનું આ ફીચર યુઝર્સને અલગ-અલગ ફોન પર વોટ્સએપમાં Login કરવાની સુવિધા આપશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મલ્ટી ડિવાઇસ ફીચરનું એક્સટેન્શન છે જે થોડા મહિના પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એવું નથી. WABetaInfo એ આ ફીચરને 2.22.11.10 એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં સ્પોટ કર્યું છે.
શેર કરેલા સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે WhatsApp ટૂંક સમયમાં આ કમ્પેનિયન મોડને રજૂ કરશે. આની મદદથી યુઝર્સ WhatsApp અકાઉન્ટને અન્ય અકાઉન્ટમાં લિંક કરી શકે છે. સ્ક્રીનશોટ પરથી ખ્યાલ આવે છે કે યુઝર્સ વોટ્સએપનો બંને ફોનમાં ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે એવું જોવા મળે છે કે એપ બીજા ફોનમાં લોગ ઈન થતાની સાથે જ પ્રાઈમરી ફોનમાંથી Log Out થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, WhatsApp પ્રાઇમરી ડિવાઇસથી તમામ ડેટા હટાવી નાખશે. જે યુઝર્સ તેમની ચેટ્સને થર્ડ પાર્ટી સર્વિસ જેમ કે Google ડ્રાઇવ અથવા iCloud પર બેકઅપ લે છે, તેઓ અન્ય ફોન પર તેમનો તમામ ડેટા એક્સેસ કરી શકશે.
નોંધનીય છે કે આ ફીચર હજુ પણ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, અને હાલ આ વાતની કોઈ માહિતી નથી કે તેને વોટ્સએપ એન્ડ્રોઇડ અથવા iOS પર ક્યારે રજૂ કરવામાં આવશે. બ્લોગ સાઈટ પરથી એ પણ જાણવા મળ્યું કે વોટ્સએપનો કમ્પેનિયન મોડ (Companion Mode) યુઝરને એન્ડ્રોઈડ ટેબલેટને પ્રાઇમરી વોટ્સએપ એકાઉન્ટ સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપશે.
વોટ્સએપે ગયા અઠવાડિયે રિએક્શન ફીચર લોન્ચ કર્યું હતું. વોટ્સએપ કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર રિએક્શન ફીચરના લોન્ચિંગ વિશે માહિતી આપતા કહ્યું કે વોટ્સએપ રિએક્શન ફીચરનું રોલઆઉટ 5 મેથી શરૂ થઈ ગયું છે.
વોટ્સએપના રિએક્શન ફીચરમાં 6 ઈમોજી રજૂ કરવામાં આવ્યા છે. આમાં થમ્સ-અપ, હાર્ટ, લાફ, સરપ્રાઇઝ્ડ, દુઃખી અને થેન્ક્સ વાળી ઇમોજીનો સમાવેશ થાય છે. માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે આગામી દિવસોમાં કેટલાક નવા ઇમોજી પણ રજૂ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર