1 જુલાઇથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp

News18 Gujarati
Updated: June 30, 2019, 10:56 AM IST
1 જુલાઇથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp
વોટ્સએપ

જાણો કયો તે ફોન છે જેમા વૉટ્સએપ બંધ થવા જઇ રહ્યું છે.

  • Share this:
WhatsAppના કેટલાક યૂઝર્સો માટે ખરાબ સમાચાર છે. Whatsapp એ તેના બ્લોગમાં લખ્યું છે કે 31 ડિસેમ્બર, 2019 પછી વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇ 2019થી વિન્ડોઝ સ્ટોર પરથી વૉટ્સએપને દૂર કરવામાં આવશે. સ્ટેટકાઉન્ટરના અહેવાલ અનુસાર, વિશ્વભરમાં માત્ર 0.24% લોકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત કંપનીએ તેમના FAQ સપોર્ટ પેઇઝ પર માહિતી આપી છે કે, 1 ફેબ્રુઆરી 2020 પછી વર્ઝન 2.3.7 અને તે પહેલાની ઓપરેટીંગ સિસ્ટમ્સ, આઇઓએસ 7 અને જુની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહેલા આઇફોન પર પણ વોટ્સએપ કામ કરશે નહીં.

બ્લોગ જણાવાયું છે કે જે યૂઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ આ તારીખ પછી નવા એકાઉન્ટ્સ બનાવી શકશે નહીં અને ચકાસણી જેવી પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. વોટ્સએપે કહ્યું છે કે આ જાહેરાત ફક્ત તે લોકો પર અસર કરશે જેની પાસે 6 વર્ષથી વધુ જુનો સ્માર્ટફોન્સ છે.

આ પણ વાંચો: બદલાઇ ગઇ WhatsAppમાં Status મુકવાની રીત, આ રીતે કરશે કામકંપનીએ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વોટ્સએપ એન્ડ્રોઇડના 4.0.3 વર્ઝન બાદ તમામ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર કામ કરે છે. આઇફોનમાં તે આઇઓએસ 8 બાદ તમામ વર્ઝન માટે ઉપલબ્ધ છે અને KaiOS 2.5.1ના OS પર જેમા જિયોફોન અને જિયોફોન 2 સામેલ છે. તેના પર ચાલે છે. એકટીવ પ્લેટફોર્મ ન હોવાને કારણે વિન્ડોઝમાં વોટ્સએપ કોઇપણ સમયે કામ કરવાનું અટકી શકે છે.
First published: June 30, 2019
વધુ વાંચો
अगली ख़बर