2019માં આ સ્માર્ટફોન્સ પર બંધ થઇ જશે WhatsApp

વોટ્સએપ મેસેજિંગ એપ

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર હોય કે એપ્પલ સ્ટોર પર તેનાં કરોડો યૂઝર્સ છે

 • Share this:
  નવી દિલ્હી: વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર હોય કે એપ્પલ સ્ટોર બંને જ પ્લેટફર્મ પર તેને કરોડો લોકોએ ડાઉનલોડ કર્યુ છે. પણ વર્ષોથી આ એપનો ઉપયોગ કરનારા કેટલાંક યૂઝર્સ માટે WhatsApp તરફથી ખરાબ સમાચાર છે. વોટ્સએપે તે ઓપરેટિંગ સિસ્ટમની લિસ્ટ જાહેર કરી છે જેનાં પર 31 ડિસેમ્બર,2018 બાદ વોટ્સએપ સપોર્ટ નહીં કરે. મળતી માહિતી મુજબ, જે યુઝર્સ અત્યારે પણ Nokia
  S40 ઓપરેટિંગ સિસ્ટમ યૂઝ કરે છે તેમનાં ફોન માટે WhatsApp નવાં ફિચર્સ ડેવેલપ નહીં કરે. તે સાથે જ નોકિયા S40 પર કામ કરી રહેલાં મોબાઇલ ફોન પર વોટ્સએપનાં કેટલાંક ફિચર્સ પણ ક્યારેય પણ ચાલતા બંધ થઇ શકે છે.

  આ ઉપરાંત એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેનાં પહેલાંની ઓફરેટિંગ સિસ્ટમ, iOS7 અને તેથી જુની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા iPhone પર પણ 1 ફેબ્રુઆરી, 2020 બાદ WhatsApp કામ નહીં કરે.

  વોટ્સએપનું કહેવું છે કે, આ કંપની તે પ્લેટફર્મ્સ માટે નવા ફિચર્સ ડેવલપ નહીં કરે. જેને કારણે કેટલાંક ફિચર્સ આપોઆપ કામ કરવાનાં બંધ થઇ જશે. વોટ્સએપનું કહેવું છે કે, જ્યારે તેઆવનારા સાત વર્ષ પર ફોકસ કરે છે  તો, તેનું ધ્યાન તે મોબાઇળ ફોન્સ પર છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે છે.

  એવામાં જો આપનો ફોન નોકિયા S40 કે તે પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને આપ તેનાં પર જ WhatsAppનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો આપે નવો ફોન લેવો જ પડશે. તે ઉપરાંત આપનાં ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાનો ઓપ્શન છે તો આપ તે કરીને વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો.

  આ પહેલાં ગત વર્ષે 31 ડિસેમ્બર 2017 બાદ 'બ્લેકબેરી OS', 'બ્લેક બેરી 10', 'Windows Phone 8.0' અને અન્ય જુના પ્લેટફર્મ્સ માટે WhatsApp દ્વારા સેવા બંધ કરવામાં આવી હતી.
  Published by:Margi Pandya
  First published: