WhatsAppને ટક્કર આપી રહેલી Singal રાતોરાત કેમ પ્રસિદ્ધ બની? જાણો તમામ પ્રશ્નના જવાબ

Signal એપ રાતોરાત પ્રસિદ્ધ બની.

WhatsApp vs Signal: સિગ્નલની પ્રાઇવસી પોલીસી એવું કહે છે કે તેઓ ફક્ત એકાઉન્ટની માહિતી એકઠી કરે છે. જેમાં ફોન નંબરનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ એકાઉન્ટ બનાવવા માટે થાય છે.

 • Share this:
  નવી દિલ્હી: વેટ્સએપ તરફથી પ્રાઇવસી પોલીસી (WhatsApp privacy policy)માં ફેરફાર કરવાની જાહેરાત કર્યા બાદ અનેક યૂઝર્સ વોટ્સએપ છોડી રહ્યા છે. આ સાથે જ Signal નામની એક મોબાઇલ એપ્લિકેશન વોટ્સએપને જોરદાર ટક્કર આપી રહી છે. લોકો સિગ્નલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ એપ એટલી પ્રસિદ્ધ બની કે તેનું સર્વર વેરિફિકેશન કોડ સમયસર મોકલી શકતું ન હતું. જોકે, પાછળથી આ ઈશ્યૂ સરખો થઈ ગયો હતો. આ સમયે સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે Singal શું છે અને શા માટે મોટી સંખ્યામાં લોકો તેને પસંદ કરવા લાગ્યા છે?

  Signal શું છે?

  સિગ્લન એક ક્રોસ-પ્લેટફોર્મ ઇન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ છે, જે iOS, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ પર ઉતલબ્ધ છે. જેમાં બે યૂઝર્સ વચ્ચે આપ-લે કરવામાં આવતી માહિતી એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ હોય છે. એપની મદદથી તમે ઓડિયો અને વીડિયો કોલ કરી શકો છો. એપના માધ્યમથી તમે વૉટ્સએપની જેમ લિન્ક્સ, ફોટો, વીડિયો મોકલી અને મેળવી શકો છો.

  Signal કેવી રીતે કામ કરે છે?

  Singnal વૉટ્સએપની જેમ કોન્ટેક્ટ તરીકે ટેલિફોન નંબર ઉપયોગ કરે છે. ખાનગી કે ગ્રુપ મેસેજ કરવા માટે તે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. સિગ્નલને 'ડિસ્ક્રિપ્ટ' નથી કરી શકાતી કે તમારા મેસેજ અને કોલની માહિતી કોઈ જોઈ શકતું નથી.

  આ પણ વાંચો: હે રામ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહીની ચોરી ગયા

  શું Signal એપ ફ્રી છે?

  હા. આ એપનો ઉપયોગ કરવો તદન ફ્રી છે. તમે તેની મદદથી ફ્રી ટેક્સ્ટ, વીડિયો, ઓડિયો સંદેશ મોકલી શકો છો. આ માટે ઇન્ટરનેટ પ્લાન જરૂરી છે.

  શું તમે Signalથી ગ્રુપ કોલ કરી શકો?

  હા. વોટ્સએપની જેમ સિગ્નલમાં પણ ગ્રુપ કોલ કરી શકાય છે. જેમાં વધારેમાં વધારે 150 લોકોને જોડી શકાય છે.

  Signalના પ્રાઇવસી ફીચર કેવા છે?

  સિગ્નલના પ્રાઇવસી ફીચરની વાત કરીએ તો તેમાં સ્ક્રિન લોક, રિલે કોલ અને અન્ય બાબતનો સમાવેશ થાય છે. સિગ્નલનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોઈ વેબસાઇટની લિંક મોકલતી વખતે લિન્ક પ્રિવ્યૂ ઓફ કરી શકે છે. એટલું જ નહીં, એપ યૂઝર્સ રિડ રિસિપ્ટ્સ બંધ કરી શકે. એટલે કે સામેની વ્યક્તિને એવી ખબર નથી પડતી કે તમે તેનો મેસેજ ક્યારે જોયો હતો. જ્યારે તમે રિલે કોલ ઓન કરો છો ત્યારે તમામ કોલ વાયા સિગ્નલના સર્વરથી લાગે છે, જેનાથી તમારું આઈપી એડ્રેસ જાહેર નથી થતું. જોકે, સિગ્નલનું કહેવું છે કે આવું કરવાથી કોલની ગુણવત્તામાં થોડો ફરક પડી જાય છે.

  આ પણ વાંચો: રાજકોટ: 'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ,' પ્રેમીએ પ્રેમિકાની સામે ઝેરી દવા ગટગટાવી

  તમે મેસેજ ટાઇપ કરી રહ્યા હોય તે સામેની વ્યક્તિને ખબર ન પડવા દેવી હોય તે સિગ્નલમાં તેના માટે ઓપ્શન છે. સિગ્નલ એવો વિકલ્પ પણ આપે છે જેનાથી તમે PIN જનરેટ કરી શકો છે અને તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખી શકો છો. જોકે, એક વખત PIN ભૂલી જાઓ છો તો તેને ફરીથી મેળવવાનો કોઈ રસ્તો નથી. આ ઉપરાંત સિગ્નલમાં સ્ક્રિન લોક વિકલ્પ પણ છે, જેનાથી અન્ય કોઈ વ્યક્તિ તમારા ફોનમાં આ એપ ખોલી શકતું નથી.

  આ પણ વાંચો: અમદાવાદ: ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની 'ગંદી' હરકત કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

  શું Signal તમારો ડેટા એકઠો કરે છે?

  સિગ્નલની પ્રાઇવસી પોલીસી એવું કહે છે કે તેઓ ફક્ત એકાઉન્ટની માહિતી એકઠી કરે છે. જેમાં ફોન નંબરનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ એકાઉન્ટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત સિગ્નલ અમુક ટેક્નિકલ માહિતી એકઠી કરે છે. સિગ્લનનું કહેવું છે કે તેઓ તમારો ડેટા વેચતા નથી કે તેને ભાડા પર આપતા નથી. તેઓ તમારા ડેટા કે વ્યક્તિગત માહિતીથી કમાણી કરતા નથી. ભવિષ્યમાં પણ કંપની આવું નહીં કરે.

  ચેટનું ક્લાઉડમાં બેકઅપ લઈ શકાય?

  વૉટ્સએપની જેમ તમે Signal ચેટનું iCloud કે પછી ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ શકતા નથી. તમામ ડેટા તમારા ફોનમાં જ રહે છે. એટલે જો તમે તમારો ફોન ગુમાવી દેશો તો તમારી પહેલાની તમામ ચેટ પણ ગુમાવી દેશો.
  Published by:Vinod Zankhaliya
  First published: