WhatsApp Voice Message : વોટ્સએપ વોઇસ મેસેજ માટે આવ્યા નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગ કરવાનો અંદાજ
WhatsApp Voice Message : વોટ્સએપ વોઇસ મેસેજ માટે આવ્યા નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગ કરવાનો અંદાજ
whatsapp update for voice messages
WhatsApp update 2022 વોટ્સએપ એ વોઇસ મેસેજ whatsapp voice messages માટે 6 નવા ફીચર્સ રજૂ કર્યા છે. વોઇસ મેસેજ દ્વારા ભાવનાઓ વ્યક્ત કરવી એ ટેક્સ્ટની સરખામણીમાં વધારે સહજ છે, એટલે ઘણી સ્થિતિઓમાં વોઇસ મેસેજ કમ્યુનિકેશનનું પસંદગીનું માધ્યમ બન્યું છે.
WhatsApp New Features: વોટ્સએપ (WhatsApp) દ્વારા વોઈસ મેસેજ (voice message) ફીચરને અપગ્રેડ કરાયું છે. જેથી યુઝર્સ આ માધ્યમનો વધુ સરળતાથી ઉપયોગ કરી શકશે. નવા અપડેટમાં એપમાં ઘણા ખાસ અને નવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે. યુઝર્સ હવે અલગ-અલગ સ્પીડ પર વોઈસ મેસેજને પ્લે કરી શકશે. આ ઉપરાંત, વોટ્સએપ પોતાના યુઝર્સને વોઈસ મેસેજ મોકલતા પહેલા પ્રીવ્યૂ કરવાની સુવિધા આપશે. વોટ્સએપે કહ્યું કે, 'વૉઇસ મેસેજ એ વધુ સારી રીતે વાતચીત કરવાનો સરળ રસ્તો છે.’
વોઇસ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી એ ટેક્સ્ટની સરખામણીમાં વધારે સહજ છે અને સમયનો પણ તેમાં બચાવ થાય છે. ઘણી પરિસ્થિતિઓમાં વોઇસ મેસેજિંગ એ WhatsApp પર કમ્યુનિકેશનનું પસંદગીનું સ્વરૂપ છે.
ચાલો જાણીએ WhatsAppના 6 નવા વોઈસ મેસેજ ફીચર્સ વિશે-
Out of Chat Playback: આઉટ ઓફ ચેટ પ્લેબેક એ એક ખાસ ફીચર વોટ્સએપ દ્વારા વોઈસ મેસેજ માટે સામેલ કરવામાં આવ્યું છે. આઉટ ઓફ ચેટ પ્લેબેક ફીચરમાં મેસેજ ચેટની બહાર વોઇસ મેસેજને સાંભળી શકાય છે. આની મદદથી અન્ય મેસેજ આરામથી વાંચી શકાય છે અને રિપ્લાય આપી શકાય છે.
Pause/Resume Recording: પોઝ અને રિઝ્યૂમ રેકોર્ડિંગ ફિચર પણ ખાસ છે. જો વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે કોઈ સમસ્યા આવે છે, તો હવે તમે રેકોર્ડિંગને પોઝ કરી શકો છો અને ફરી શરૂ કરી (Resume) શકો છો.
Waveform Visualization: રેકોર્ડિંગને ફોલો કરવા માટે સાઉન્ડનું વિઝ્યુઅલી પ્રેઝન્ટેશન બતાવે છે.
Draft Preview: વોઇસ મેસેજ મોકલવામાં આવે તે પહેલાં તેને સાંભળી શકાય છે.
Remember Playback: જો તમે વોઇસ મેસેજ સાંભળતી વખતે તેને pause કરો છો, તો જ્યારે તમે પાછા ફરો ત્યારે તમે જોઈ શકો છો કે તમે તે ક્યાં છોડી દીધું હતું.
Fast Playback on Forwarded Messages: વોઈસ મેસેજ 1.5x અથવા 2x સ્પીડ પર કરી શકાય છે, જેથી મેસેજ વધુ ઝડપથી સાંભળી શકાય કે પછી તે રેગ્યુલર મેસેજ હોય કે ફોરવર્ડેડ, બંનેની સ્પીડ વધારી શકાય છે.
વોટ્સએપ વોઇસ મેસેજના આ નવા ફીચર્સને આવનારા સપ્તાહમાં યુઝર્સ માટે જારી કરવામાં આવશે. એવામાં નવા ફીચર્સને ટ્રાય કરવા માટે તમને થોડો સમય રાહ જોવી પડી શકે છે. આ ફીચર્સને જલ્દી એક્સપીરિયન્સ કરવા માટે તમારે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં રહેવું પડશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર