Home /News /tech /

WhatsAppના આ ફિચરથી તમે રજાઓમાં લઇ શકશો ભરપૂર આનંદ

WhatsAppના આ ફિચરથી તમે રજાઓમાં લઇ શકશો ભરપૂર આનંદ

હકીકતમાં વોટ્સએપનું એક નવું ફિચર જોડવાની તૈયારી કરી રહ્યું છે. ચાલો જાણીએ કે આ સુવિધા કેવી રીતે કામ કરશે.

હકીકતમાં વોટ્સએપનું એક નવું ફિચર જોડવાની તૈયારી કરી રહ્યું છે. ચાલો જાણીએ કે આ સુવિધા કેવી રીતે કામ કરશે.

    ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp આ દિવસોમાં તેમના યૂઝર્સ માટે નવી સુવિધાઓ લોન્ચ કરે છે. કારણ કે ચેટિંગનો અનુભવ વધુ મજેદાર રહે. વોટ્સએપ ફરી એકવાર નવું ફિચર જોડવાની તૈયારીમાં છે. જેનું નામ Vacation Mode છે. આ ફિચર અત્યારે બીટા મોડમાં છે અને તેમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વોટ્સએપનું એન્ડ્રોઇડ 2.19.101 બીટામાં આ વેકેશન મોડનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ વાતની જાણકારી WABetaInfo એ આપી છે. જાણીએ, આ ફિચર જોડાયા બાદ યૂઝરને શું ફાયદો થશે.

    આ રીતે કામ કરશે વેકેશન મોડ ફિચર

    તમે રજાઓમાં બહાર ગયા છે અથવા ફરવા ગયા છો અને વોટ્સએપની રિંગટોનને દૂર રાખવા માંગો છો તો આ ફિચર ખૂબ જ સરળ સાબિત થશે. ત્યારે આનાથી તમે કોઇ ડિસ્ટબર્સ વગર રજાઓમાં આનંદ લઇ શકશો. હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ્સ માટે આ સુવિધાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો:  JIO News App: સૌથી તાજા અને સૌથી સામયિક સમાચાર મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ

    આ ફિચરની ખાસિયત એ છે કે જો તમે વોટ્સએપથી થોડો સમય દૂર રહેવા માંગો છો તમે કન્વર્ઝેશનને મ્યૂટ કરી શકો છો અને ફરી વોટ્સએપ ચલાવવા પર તે ચેટમાં એક નવો મેસેજ રિસીવ કર્યા બાદ તમારા આર્કાઇવમાં પરત આવી શકશો, આ ફિચર વોટ્સએપ નોટિફિકેશન સેટિંગમાં શો પ્રીવ્યૂ ઓપ્શનની નીચે હશે.

    વોટ્સએપ પણ મેસેન્જરની જેમ એક નોટિફિકેશન ફિચરને જોડી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે જો તમારા કોન્ટેક્ટમાં કોઇ ઑનલાઇન આવે છે તો તમને એક નોટિફિકેશન મળશે. જો કે, આ સુવિધા યાહૂ મેસેન્જર ઉપરાંત સ્કાઇપમાં પણ હાજર છે. જો આ સુવિધા વોટ્સએપમાં ઉમેરાઈ જાય, તો તમે જોઇ શકશો કે તમારા સંપર્કોમાં કોણ ઑનલાઇન છે કે નહીં.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Whatsapp, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર